Dahod: હજી તો એક કેસનો ચુકાદો આવ્યો નથી તે પહેલા તો ફરી એક વાર ગુજરાતના દાહોદમાં શાળાના આચાર્ય એ માસુમ બાળકી પર દુષ્કર્મ આચરવાના પ્રયત્ન કર્યા પરંતુ બાળકી એ ત્યાં બુમો પડતા તેની હત્યા કરી નાખી.
આ વિશે વિગતે વાત કરવામાં આવે તો ત્રણ દિવસ પહેલા વિદ્યાર્થિની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ લાશ મળતા પરિવારમાં શોકનો માહોલ છવા ગયો હતો. આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે તેમાં ચોકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. જેમાં આ નાની 6 વર્ષની માસૂમ બાળકીનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નિકળ્યો. આચાર્યએ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને દાનત બગાડતાં દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકીએ બૂમાબૂમ કરતા આચર્યએ ક્રુરતા પૂર્વક માસૂમની હત્યા કરી હતી. જે બાદ પોતે જ બાળકીની લાશને ક્લાસરૂમમાં મુકી દીધી હતી.
ત્યારે 6 વાગ્યા સુધી બાળકી ઘરે ન આવતા શંકા જતા ત્રણ દિવસ પહેલા સીંગવડના પીપળીયા ગામે આવેલી તોયણી પ્રાથમિક શાળામાંથી ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષિય બાળકીનો મૃતદેહ આખરે 19 તારીખે સાંજના 6 વાગ્યાના આસપાસ મળી આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીનું મોં દબાવી મોતને ઘાટ ઉતારાઈ હોવાનું સામે આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો.
ત્યારે પૂછપરછ કરતા આચાર્ચની વાતો પોલીસને ગળે ન ઉતરતાં તેના મોબાઈલ ફોનનું ટેક્નિકલ એનાલિસિસ કર્યું. જેમાં બાળકીને જે સ્થળેથી બેસાડી ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજિંદા સમય કરતાં બનાવના દિવસે વધારે સમય લાગ્યો તેમજ કોલ રેકોર્ડ આધારે આચાર્યને ઊંડાણપૂર્વક પુછપરછ કરતાં આચાર્ય ભાંગી પડ્યો હતો. ત્યારે આચાર્યએ કબુલ્યુ કે, પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યાં બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અડપલાં કરતાં બાળકી બુમાબુમ કરવા લાગી હતી. જેથી બાળકીનું મોઢુ દબાવી દેતા બાળકી બેભાન થઈ ગઈ. ત્યારબાદ તેને પોતાની ગાડીની પાછળની સીટમાં મુકી શાળામાં લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મુકી રાખી હતી. શાળા છુટ્યાં બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીની લાશને શાળાના ઓરડા અને કંમ્પાઉન્ડ દિવાલની વચ્ચે મુકી આવ્યો હતો અને તેની સ્કુલ બેગ તથા ચપ્પલ તેના વર્ગખંડ બહાર મુકી દીધા હતા. આ ઉપરાંત પોલીસે શાળામાં ભણતા અલગ-અલગ 30 જેટલા બાળકોની પુછપરછ કરતાં એવી હકિકત સામે આવી હતી કે, શાળા છુટ્યા સુધી મૃતક બાળકી જ્યાંથી મળી તે સ્થળ પર હતી જ નહીં તેમજ તેની સ્કુલ બેગ-ચપ્પલ પણ વર્ગખંડની બહાર ન હતાં. આ ઉપરાંત શાળાના શિક્ષકોનું કહેવું છે કે, શાળા છુટ્યા બાદ ઘરે જતી વખતે બાળકીને આચાર્યની ગાડીમાં સુતેલી હોવાનું જોવા મળી હતી.
એસપી ડૉ.રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, 19 તારીખે બાળકીની લાશ મળી હતી. તે બાબતે લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં શ્વાસ રૂધાવવાથી બાળકીનું મોત થયાનું સામે આવતા પોલીસની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શાળામાં જઈ અલગ અલગ બાળકોની તેમજ અન્યોની પૂછપરછ કરતા ધ્યાનમાં આવ્યું કે, આ બાળકી તે દિવસે શાળામાં હાજર ન હોતી. જેથી ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે, આચાર્ય બાળકીને સ્કૂલે લઈ જવા ગાડીમાં બેસાડી હતી. જોકે, રસ્તામાં તેની સાથે દૂષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, પરંતું બાળકીએ બૂમાબૂમ કરતા તેણે બાળકીનું નાક અને મોઢું દબાવી દીધુ હતું. જેથી બાળકી બેહોશ થઈ ગઈ અથવા મરણ ગઈ હતી. પહેલા તો આચાર્યએ પોલીસને ઘણી ગુમરાહ કરી હતી. પરંતુ અંતે તેણે ગુનો કબૂલી લીધો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બાળકીને અડપલા કરવા તેમજ દુષ્કર્મનો પ્રયાસ કરવો તે તમામ બાબતોની કલમો ઉમેરીને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપીના ફોનથી જ આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
ત્યારબાદ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરનાર આરોપી આચાર્ય ગોવિંદ નટ્ટને પોલીસે લીમખેડાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો છે, જોકે, લીમખેડા બાર એસોસિએશન દ્વારા આરોપી તરફથી કેસ લડવાની ના પાડી દેતા હાલ કોર્ટ કાર્યવાહીમાં વિલંબ સર્જાયો છે. લીમખેડા કોર્ટના એકપણ વકીલ કેસ નહીં લડે તેવું જણાવવામાં આવ્યું હતું.
ત્યારે આ બાબતે લીમખેડા બાર એસોસિએશનના પ્રમુખ વજેસિંહ લબાનાએ જણાવ્યું કે, સીંગવડ તાલુકાની તોયણી પ્રાથમીક સ્કૂલમાં ધોરણ 1માં ભણતી 6 વર્ષની બાળા જોડે આચાર્યએ અડપલાં કરી તેની હત્યા નિપજાવી નથી છે. જેથી, લીમખેડા કોર્ટના તમામ વકીલોએ આચાર્યનો કેસ લડવાનો બહિષ્કાર કર્યો છે. તેમને વકીલ મંડળ તરફથી કોઈપણ મદદ મળશે. આ બનાવને અમે વકીલ મંડળ વખોડી નાખીએ છીએ.
અભેસિંહ રાવલ