- ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કરાવાયું ખાતમુહુર્ત
- વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ સહીત બહોળી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત
- ઉસરા થી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાધમુર્હત સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું
દાહોદ ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું હતું. તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ખાતમુહુર્ત કરાવાયું હતું. આ ઉપરાંત વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાધમુર્હત સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું.
અનુસાર માહિતી મુજબ, ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વાકડી નદી ઉપર કન્સ્ટ્ર. ઓફ બ્રીજ ઓન ઉસરા પીપળાપાણી ઝેરજીતગઢ ટુ ફુલપરી રોડના કિમી 3/900 પર 20.00 મીટર લંબાઈના ૫ ગાળાનો મેજર બ્રિજ તથા એપ્રોચની કામગીરીનું અંદાજે 11.62 કરોડના કામોના ખાતમુહુર્ત કરવામાં આવ્યા. તેમજ આ પુલ બનવાથી અંદાજે લીમખેડા તાલુકાના 13000 લોકો સીધો ફાયદો થશે અને લોકોના સમય અને નાણાં ઓછા ખર્ચાશે. આ ખાતમુહર્ત દરમિયાન દાહોદ લોકસભા સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર,જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખ સુનિલનિનામા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મંગુ મુનીયા,જિલ્લા પંચાયત સભ્યો સરતન ચૌહાણ, ટી. કે. બારીયા, સી. કે. મેડા,રમીલા રાવત, સરતન ડામોર સહીત ભાજપના અગ્રણીય ઉપસ્થિત રહ્યા હતા. તેમજ 48.53 કરોડના રૂપિયાના નવીન 9 પુલ મંજુર કરવામાં આવ્યા છે.
અહેવાલ : અભેસિંહ રાવલ