દાહોદ: રાજ્ય સરકારના કૃષિ અને પંચાયત મંત્રી બચુ ખાબડ, પૂર્વ કેન્દ્રીય મંત્રી દાહોદ સાંસદ જશવંત સિંહ ભાભોર, શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર, ઝાલોદ ધારાસભ્ય મહેશ ભુરીયા તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઢોલ નગારા શરણાઈ તેમજ પુષ્પ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ગુરુ ગોવિંદ ધામના દર્શન કરી પરીસર મા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમજ કાળી મહુડી પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને મહાનુ ભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું .આ સાથે કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્ય સરકારના કૃષિ અને પંચાયત મંત્રી બચુ ખાબડ, શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર દ્વારા શાળાની બાળાઓને 11,000નું ઇનામ આપી પ્રોતસાહિત કરવામાં આવ્યા હતા.
સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય મહેશ ભુરીયાએ નવું વર્ષ ફળદાય નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી. સાથે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાછલી ટર્મમાં કોંગ્રેસનું શાસન હોવાથી અસંખ્ય કામો અટવાય પડ્યા હતા હવે ભાજપનું શાસન આવતા અટવાયેલા અસંખ્ય કામોનો સરળતાથી વિકાસ થશે. તેમજ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધલક્ષી યોજનાઓનો છેવાડાના માનવી સુધી તેનો લાભ પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે.
રાજ્ય સરકારના કૃષિ અને પંચાયત મંત્રી બચુ ખાબડ તેમની આગવી શૈલીમાં પ્રવચન કરી દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રિય દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ખાસ કરીને દિવાસી વિસ્તાર માટેની ખાસ યોજનાઓનો લાભ દાહોદ જિલ્લા ને વિશેષ પ્રમાણમાં મળ્યો છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે 130- ઝાલોદ ધારાસભ્ય મહેશ ભુરીયા, રાજ્ય સરકારના કૃષિ અને પંચાયત મંત્રી બચુ ખાબડ, શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોર તાલુકા પ્રમુખ , ભાજપ જિલ્લા પ્રમુખ શંકર આમલિયર, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સરપંચો, પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ પત્રકાર મિત્રો સંગઠનના હોદ્દેદારો પ્રજાજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: અભેસિંહ રાવલ