દિવસેને દિવસે ચોરીના કેસો સામે આવતા હોય છે. આ દરમિયાન પોલિસ અલગ અલગ રીતે ચોરી કરનાર ચોરને ઝડપી પાડતા હોય છે. ત્યારે ફરી એકવાર દાહોદનો કિસ્સો સામે આવ્યો છે. જેમ કે, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ ગામે આવેલા મંદિરમાં થયેલી ચોરીના કેસમાં પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. તેમજ પોલીસ ટીમના આ ઓપરેશનને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવ્યા હતા.
રૂ.60 હજારથી વધુનો મુદ્દામાલ ચોરી કર્યો
મળતી માહિતી અનુસાર, વરોડ ગામે મહાદેવ મંદિરમાંથી તસ્કરોએ દાગીનાઓની ચોરી કરી હતી. તસ્કરોએ મંદિરના દરવાજાનું તાળું તોડીને મંદિર અંદર પ્રવેશ કર્યો હતો અને દાનપેટીમાંથી રોકડ રકમ ઉપરાંત શિવલિંગ પરનું ચાંદીનું કોટિંગ અને ભગવાનના આભૂષણો મળી કુલ 61,500 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. વહેલી સવારે મંદિરના દરવાજાની તૂટેલી હાલત જોઈને સ્થાનિક લોકોએ લીમડી પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી હતી.
LCB પોલીસે ડ્રોન કેમેરાની મદદથી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં તસ્કરોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસની આ કામગીરીને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી હતી અને દાહોદના SP તથા તેમની ટીમને અભિનંદન પાઠવ્યાં હતા.
શું હતો સમગ્ર મામલો?
વરોડ ગામે મહાદેવ મંદિરમાંથી તસ્કરોએ દાગીનાઓની ચોરી કરી હતી. તસ્કરોએ મંદિરના દરવાજાનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દાનપેટીમાંથી રોકડ રકમ ઉપરાંત શિવલિંગ પરનું ચાંદીનું કોટિંગ અને ભગવાનના આભૂષણો મળી કુલ 61,500 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. વહેલી સવારે મંદિરના દરવાજાની તૂટેલી હાલત જોઈને સ્થાનિક લોકોએ લીમડી પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી હતી.