વર્ષ 2020માં નાસ્તો લઈ આપવાની લાલચ આપી કૌટુંબીક મામાએ બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરી હતી
દાહોદના ગરબાડા ખાતે 2020ની સાલમાં હવસખોર કૌટોબીક મામાએ 6 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી હતી જે મામલે સેશન્સ કોર્ટ દ્વારા ઐતિહાસીક ચુકાદો આપવામાં આવ્યો છે. આરોપી કૌટોબીક મામાને કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે.
વર્ષ 2020 માં ગરબાડા ખાતે હવસખોર શૈલેષ માવી એ પોતાની કૌટુંબિક ભાણેજ થતી માત્ર 6 વર્ષ ની બાળકી ને ચણા ખવડાવવાની લાલચ આપી બાળકી ને બાઇક ઉપર બેસાડી નજીક ના ઝાડીઓ વાળા વિસ્તાર માં લઈ જય દુષ્કર્મ આચરી બાળકી ની હત્યા કરી ડેટા ખળભળાટ મચી ગયો હતો હત્યા નો ભેદ ઉકેલી આરોપી ને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તે સમયે ઘટના ને પગલે સમગ્ર પંથક માં આરોપી વિરુદ્ધ ફિટકાર વરસી રહ્યો હતો આરોપી વિરુધ્દ ચાલી રહેલા કેસ માં આજે દાહોદ સ્પેશિયલ પોકસો કોર્ટ ના જજ સી.કે.ચૌહાણે તમામ પુરાવા અને દલીલો બાદ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો
જેમાં 363 મુજબ ની કલમ હેઠળ સાત વર્ષ ની કેદ અને 25 હજાર નો દંડ 302 હત્યા ના ગુના માં આજીવન કારાવાસ ની સજા અને પોકસો એક્ટ હેઠળ ફાંસી ની સજા સંભળાવી હતી કોર્ટ ના ચુકાદા થી આજે મૃતક ના પરિવારજનો ને ત્રણ વર્ષ પાછી ન્યાય મળ્યો હતો અને આવા આરોપી ને સજા મળતા સમાજ માં એક દાખલો બેસે છે અને ભવિષ્ય માં આવું ક્રુત્ય આચારતા પહેલા આરોપી વિચાર કરે અને આવી ઘટના ઑ ન બને તેવો દાખલો સમાજ બેસાડવામાં આવ્યો છે.