- IOCLના CSRની કુલ રૂ.54.96 લાખની રકમમાંથી દાહોદ જિલ્લાના કુલ ૧૬૭ દિવ્યાંગ ભાઈઓ – બહેનોને કુલ 213 જેટલાં સાધન સહાયનું વિતરણ કરાયું
દાહોદ : ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના સહયોગથી બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સિલ દાહોદ ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ દિવ્યાંગજન સાધન સહાય વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પ દરમ્યાન ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમીટેડના કોર્પોરેટ સોસીયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ની કુલ રૂ.54.96 લાખની રકમમાંથી દાહોદ જિલ્લાના કુલ 167 દિવ્યાંગ ભાઈઓ – બહેનોને કુલ 213 જેટલાં સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બેલકીટ, મોટરાઈઝ ટ્રાઈસિકલ, વ્હીલચેર, વોકિંગ સ્ટીક, સ્માર્ટફોન વગેરેનો દિવ્યાંગ સાધનોનું વિતરણ દિવ્યાંગ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દરમ્યાન ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમીટેડના જી. એમ. (એચ. આર.) શૈલેન્દ્ર સિંહ જાડેજા, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમીટેડના ચીફ મેનેજર રાજેશ કરણીકર, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એચ. એમ. રામાણી, ચીફ ઓફિસર રમેશ ખાટા તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ. કે. તાવિયાડ ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પ નિમિતે લીગલ કમ પ્રોબેશન ઓફિસર એ. જી. કુરેશી દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત નશા મુક્ત ભારતની શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે આભાર વિધિ બ્લાઇન્ડ વેલ્ફેર સંસ્થા મંત્રી યુસુફી કાપડિયા દ્વારા કરવામાં આવી હતી.