મહિલા કોન્સ્ટેબલને અપહરણ કરવાનો પ્રયાસ
દાહોદમાં પીપલોદ પોલીસ મથકે ફરજ બજાવતા મહિલા કોન્સ્ટબલને પોતાના પતિ દ્વારા જ અપહરણ કરવાની ઘટના સામે આવી છે . અગમ્ય કારણોસર પતિ પત્ની વચ્ચે ઝઘડાને લઈને સંજેલી કોર્ટમાં કેસ ચાલતો હતો. કોર્ટમાં મુદતમાં આવેલા મહિલા કોન્સ્ટેબલના પતિએજ અપહરણનો પ્રયાસ કરાયો .
અપહરણ કરતાને રણધીકપુર પોલીસ તેમજ LCB દ્વારા પીપલોદના તોયણી ગામેથી અપહરણ કરી ભાગનારને ઝડપી પાડવામાં આવ્યા હતા. અપહરણ કરી ફરાર થઈ જતા પોલીસ એક્શનમાં આવી છે . આરોપીને પકડી કસ્ટડી ભેગો કરાયો સંજેલી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે .