દાહોદ સમાચાર
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગ્રામ પંચાયત ખાતે વહીવટદાર હરેશ બારીયા સાહેબની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ હતી.આ ગ્રામ સભામાં તલાટી કમ મંત્રી જયાબેન વિસ્તરણ અધિકારી કુસુમબેન, પૂર્વ સરપંચ, પત્રકાર શ્રી અભેસિંહ રાવલ, દિપક રાવલ ગ્રામજનો પી.એચ.સી. સેન્ટરના સમી બેન, દલપતભાઈ પટેલ, આંગણવાડીની બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામજનોએ જુસ્સાદાર શૈલીમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી
પ્રતાપપુરા વહીવટદાર હરેશ બારીયા સાહેબે જણાવ્યું હતું કે 2024- 25 નું આયોજન કરવાનું છે મારે પ્રતાપપુરા ગ્રામ પંચાયતમાં વહીવટદાર તરીકે દોઢ વર્ષ થયા છે અગાઉ જે કામ ઓનલાઇન થયા છે પરંતુ સરપંચ છે નહીં એટલે મેં કામો કર્યા નથી નવા સરપંચ આવશે ત્યારે કામો કરશે જવાબદારી કોણ લે તેમ જણાવ્યું હતું વહીવટદાર શ્રી જુના ઓનલાઈન કામો વાંચી બતાવતા ગ્રામજનોએ વહીવટદાર શ્રીને ઓનલાઇન થયેલા જુના કામો કરવા માટે અપીલ કરી હતી. 2024 – 25 માં નવા ઠરાવ કરવામાં આવ્યા હતા જેવા કે હેડ પંપ, આર સી સી રોડ, સ્મશાન ઘર, શૌચાલય જેવા કામો ના ઠરાવ કરવામાં આવ્યા હતા. લીમખેડાના પ્રતાપપુરા ગ્રામ પંચાયતની ગ્રામસભા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય હતી.