ગાંધીના ગુજરાતમાં દારૂનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે પોલીસ કડક વલણ અપનાવીને ઠેક ઠેકાણે દરોડા પાડીને દારૂ જપ્ત કરી રહી છે ત્યારે દાહોદમાં બુટલેગરના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા. બરોડા દરમિયાન સ્ટેટ પર હુમલો થયો હતો. ત્યારે આ ઘટનાને પગલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ LCB અને SOG પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ની છે જ્યાં પોલીસ અને બુટલેગરો વચ્ચે મૂડી રાત્રે સામસામે ઘર્ષણ થયું હતું. દારૂની રેડ કરવા ગયેલ બિઝનેસ ની ટીમ પર હુમલો થયો હતો પોલીસ અને બુટલેગરો વચ્ચે સામસામે બાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે સ્ટેટ લેન્સની ટીમ દ્વારા બુટલેગરોના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા આ દરમિયાન બુટલેગરોએ પોલીસ સામે ફાયરિંગ કર્યું હતું જેના વળતા જવાબમાં પોલીસે પણ ગોળીઓ ચલાવી હતી.
આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી પરંતુ વાહનોને નુકસાન થયું હોવાની માહિતી મળી હતી. ઘટનાને પગલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ LCB અને SOG પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે. દારૂની રેડ કરવા જતા ભીખા નામના બુટલે ઘરે કર્યું હતું. સામસામે બાર રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ હાલ આરોપી ફરાર છે. પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી છે.