- મોટી ખરજ ગામે રોડ પર દારુ ભરેલી પીકઅપ બોલેરો પલટી
- રસ્તા પર દારુની બોટલો વિખરાઈ
- ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી
- દાહોદના મોટી ખરજ ગામે રોડ પર દારુ ભરેલી પીકઅપ ગાડી પલ્ટી ખાઈ ગાડીમાં ભરેલી બોટલો હાઈવે પર વિખરાઈ
દાહોદ જિલ્લો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરોને જોડતો જિલ્લો છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા બુટલેગરો દારુ ઘુસાડવાના પ્રયાસો કરતા હોય છે. મોટી ખરજ ગામ નજીક ગરબાડા દાહોદ હાઇવે પર પીકઅપ ગાડીમાં દારૂનો જથ્થો ભરી જતી પીકઅપ બોલેરો પલટી હતી. ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી હતી. જેના કારણે દારુ રસ્તા પર દારૂની બોટલો વિખરાઈ ગઈ હતી. ગ્રામ્ય વિસ્તારોના લોકોને અકસ્માતની જાણ થતા ગ્રામ્ય પોલીસને જાણ કરાઈ હતી. જેને લઈને પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરોને જોડતો જિલ્લો છે. ગુજરાતમાં દારૂ બંધી છે.તેમ છતા બુટલેગરો દાહોદ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ માંથી વાહનોમાં દારુ ભરી ગુજરાતમાં પ્રવેસે છે. જેમાં આજરોજ મોટી ખરજ ગામ નજીક ગરબાડા દાહોદ હાઇવે પર પીકઅપ ગાડીમાં ભરી દારૂનો જથ્થો ભરી પીકઅપ ગાડી દાહોદ તરફ આવી રહી હતી.
આ દરમિયાન કોઈ કારણો સર પીકઅપ ગાડીના ચાલકએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા દારૂ ભરેલી પીકઅપ ફોર વ્હિલ ગાડી હાઈવે પર પલ્ટી ખાઈ હતી.જેમાં પીકંઅપ ગાડી પલ્ટી ખાતા પીકઅપ ગાડીમાં ભરેલો ભારતીય બનાવટનો પ્રોહી જથ્થો હાઇવે પર વખેરાયો હતો.વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારોના લોકોને દારુ ભરેલી પીકઅપ ગાડીનું અકસ્માત થયા હોવાની જાણ થતા સ્થળ પર લોકતોડા ઉમટી પડ્યો હતા.અને દાહોદ ગ્રામ્ય પોલીસને દારુ ભરેલી ગાડીનું અકસ્માત થયાની જાણ કરાતા દાહોદ ગ્રામ્ય પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવાં મળેલ છે.
અહેવાલ : અભેસિંહ રાવલ