રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીની આજે સવારે નાગર બોર્ડિંગ ખાતે કારોબારી બેઠક મળી હતી. જેમાં વિધાનસભાની આગામી ચૂંટણી પૂર્વે શહેરના સંગઠનને વધુ મજબૂત કરવાની વાતો કરવામાં આવી હતી. કારોબારીમાં પણ જુથવાદ નજરે પડ્યો હતો. વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી ગેરહાજર રહ્યાં હતા. સંગઠનને વધુ પાવરફૂલ બનાવવા માટે આગામી દિવસોમાં નવી નિમણૂંક કરવા સહિતની જરૂરી કાર્યવાહી પર ભાર મુકવામાં આવ્યો હતો.

કોરોનામાં અવસાન પામેલા કોંગ્રેસના કાર્યકરોને શ્રધ્ધાંજલી આપવા શોક ઠરાવ પસાર કરાયો: સંગઠન મજબૂતી માટે જરૂરી ફેરફાર, નવી નિમણૂંક કરવા અંગે ચર્ચાઓ: વિધાનસભાની ચૂંટણી એકજુટ થઈ લડવા પર પણ ભાર મુકાયો

DSC 1049

આજે મળેલી કોંગ્રેસની કારોબારીની બેઠકમાં કોરોનામાં અવસાન પામેલ કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે તે માટે મૌન રાખી શ્રધાંજલિ આપવામાં આવી હતી. કોરોનાની પ્રથમ 2 લહેરમાં નિષ્ઠાપૂર્વક અને ખંતથી કામગીરી બજાવનાર તમામ આગેવાન તથા કાર્યકરોને બિરદાવવા તથા તેમનું સન્માન કરવાનો નિર્યણ લેવામાં આવ્યો હતો તથા રાજકોટમાં કોરોના કાળમાં દિવંગત થયેલા તમામ લોકોના પરિવારને રૂબરૂ સંપર્ક સાધી સાંત્વના તથા યથા શક્તિ મદદ પહોંચાડવાનો  સંકલ્પ કરવામાં આવ્યો હતો તથા સંભવિત 3 જી કોરોના લહેર સામે જરૂરી સાવચેતી તથા સુસજતા કેળવવા ડો. હેમાંગભાઈ વસાવડા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ શહેર કોંગ્રેસના સંગઠનને પુન:જીવિત કરવા જરૂરી તમામ ફેરફારો, નવી નિમણુંકો તથા સમયબદ્ધ કામગીરી માટે આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી,  પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ડો. હેમાંગભાઈ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી, વશરામભાઈ સાગઠીયા, દિનેશભાઈ મકવાણા, મિતુલભાઇ દોંગા, નીદતભાઈ બારોટ, હરદેવસિંહ જાડેજા, ધરમભાઇ કાંબલિયા, રહીમભાઈ સોરા, ભાર્ગવભાઈ પઢીયાર, પ્રતિમાબેન વ્યાસ, દિપ્તીબેન સોલંકી, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા, આદિત્યસિંહ ગોહિલ તથા વોર્ડ પ્રમુખ રમેશભાઈ જુન્જા, મહેન્દ્રભાઈ શ્રીમાળી, ગીરીશભાઈ ઘરસંડિયા, કેતનભાઈ તાળા, જગદીશભાઈ સખીયા, બીજલભાઈ ચાવડીયા, નરેશભાઈ પરમાર, નારણભાઈ હીરપરા તેમજ ફ્રન્ટલ સેલ ઓબીસી પ્રમુખ રાજુભાઈ આમરણીયા, એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, યુંનુશભાઈ જુણેજા, અંકુરભાઇ માવાણી, મુકેશભાઈ પરમાર, સંજયભાઈ લાખાણી, આશિષસિંહ વાઢેર, નીલેશભાઈ વિરાણી, મુકુંદભાઈ ટાંક, ઘનશ્યામભાઈ, તેમજ પૂર્વ કોર્પોરેટરો અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આશવાણી, પરેશભાઈ હરસોડા, રવજીભાઈ ખીમસુરીયા, નિર્મળભાઈ મારું, અને આગેવાનો ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, તુષારભાઈ નંદાણી, કનકસિંહ જાડેજા, જીગ્નેશભાઈ જોશી, રવિભાઈ ડાંગર, સલીમભાઈ કારીયાણીયા, જીગ્નેશભાઈ વાગડિયા, અજીતભાઈ વાંક, સુરેશભાઈ ગરેયા, હર્ષદભાઈ વઘેરા, જગદીશભાઈ ઠુંન્ગા, અરવિંદભાઈ ભેસાણીયા, જગદીશભાઈ સાગઠીયા, ડીબી ગોહિલ, રસિકભાઈ ભટ્ટ, વિગેરે આગેવાનો  કાર્યકરો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ની વિસ્તૃત કારોબારી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.