દાદરા નગર હવેલી અને દમણ દીવ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અનુસુચિત જાતિ મોરચા દ્વારા માંહ્યાવંશી સમાજ હોલ દાદરા ખાતે નાગરિકતા સંશોધન કાનૂનના સમર્થનમા અને પ્રદેશવાસીઓની જાગૃકતા માટે સભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ,જેમા મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ શંભુનાથ ટુંડીયા એમની સાથે દાનહ અને દમણ-દીવ પ્રદેશના અનુસૂચિત મોર્ચાના પ્રભારી ભાનુબેન બાબરીયા ઉપસ્થીત રહ્યા હતા,જેઓના સ્વાગત બાદ પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલે ઉદબોધનમા જણાવ્યુ કે નાગરિકતા સંશોધન કાનૂન જે ૧૯૫૫મા બનાવવામા આવ્યો હતો,અને એનુ સંશોધન ૨૦૧૯મા થયુ છે,આ કાયદા અંતર્ગત પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમા પીડિત હિંદુઓ જે ફક્ત ધર્મના આધારે પીડિત છે,અને ભારતમા આવીને વસ્યા છે,એમને ભારતની નાગરિકતા આપવામા આવશે.
સાંસદ લાલુભાઇ પટેલે જણાવ્યુ કે દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશના ગઠન બાદ દાનહના લોકોને સમુદ્રની પ્રાપ્તિ થઇ છે અને દમણ દીવના લોકોને જંગલ મળ્યું છે,સંયુક્ત પ્રદેશ બન્યા બાદ પાર્ટીને મજબૂત કરવાનુ આહવાન કર્યું અને અનુસૂચિત જાતિના લોકોના જનસમર્થનથી જ આપણી જીતની હેટ્રિક લગાવવા માટે દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો,માજી સાંસદ નટુભાઈ પટેલે પણ અનુસૂચિત જાતિના પોતાના કાર્યકાળ દરમ્યાન મળેલ ભરપૂર જનસમર્થનની વાત કરી અને દરેક ઉપસ્થીત લોકોને સીએએના સમર્થન માટે વ્યાપક સંપર્ક અભિયાન ચલાવવા માટે નિર્દેશ આપ્યો હતો.