ગણપતિ મહોત્સવના મેદાનમાં ગણપતિ દાદા જમીનમાંથી બ્લાસ્ટ સાથે થશે પ્રગટલાઇવ ગણપતિજી, થ્રીડી ગણેજીની ઝાંખી, લાઇવ ગણેશા ગેઇમ ઉપરાંત પાણીના પાઉચથી બનેલ ગણેશજી જમાવટ કરશે: આયોજકો ‘અબતક ’સાથે ચર્ચા
સાધુ વાસવાણી રોડ કા રાજા દ્વારા વિવિધ ટેકનોલોજી દ્વારા પાંચમા વર્ષે ગણપતિ મહોત્સવની ઉજવણી ખાસ આકર્ષક રીતે કરવામાં આવશે. આ વખતે ગણપતિ મહોત્સવમાં મેદાનમાં ગણપતિદાદા જમીનમાંથી બ્લાસ્ટ સાથે પ્રગટ થશે. તેમજ ગણપતિ બાપા દ્વારા રોબોટીક હાથ વડે પ્રસાદ વિતરણ કરતા નજરે પડશે તેમજ ગણેશજીનું વાહન ચાલીને ગણપતિજીના દર્શન કરશે.
આ માટે આયોજન બાનલેબ્સ અને ગારડી વિઘાપીઠ દ્વારા ગો-ગ્રીન ગોકલીન અભિયાન સાથે સામાજીક સંદેશ આપવામાં આવશે. આ અંગેની માહીતી આપવા ‘અબતક’ની મુલાકાત કરીને જય મહેતા, શ્રીકાંત તન્ના, કપિલ ભાલોડીયા અને બિરેન કાલાવડીયા દ્વારા આપવામાં આવી હતી.
તા. ૨૫ થી ૩૧ સુધીનાં
એક અઠવાડીયાના આ મહા ઉત્સવમાં અનેકવિધ શૈક્ષણિક, મેડીકલ સામાજીક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આ સાત દિવસ દરમ્યાન કુલ એક હજાર
પક્ષીના માળાઓનું વિતરણ કરવામાં આવશે. ગારડી એન્જીનીયરીંગના એન.એસ. ના વિઘાર્થીઓ દ્વારા વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિ તેમજ બ્રહાકુમારી પરીવાર દ્વારા તા. ૨૭/૨૮ અને ૨૯ ના રોજ આત્મ કલ્યાણ અને મનનાં શુઘ્ધિકરણ માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. અચરજ પમાડતી ટેકનોલોજીનો ઉપયોગ ગારડી એન્જીનીયરીંગ અને એમ.સી.એ. વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં ઓટોમેટીક, ઉંદર, રોબોટીકસ ગણેશજી, ડાયમેન્સનલ ગણેશજીનું લાઇવ ડીઝાઇનીંગ, વર્ચુઅલ ટુર ઓફ થ્રી ડી ગણેશજી, લાઇવ ગણેશા ગેઇમ, ઇનોવેટીવ સાયકલ ડીસપ્લે, તેમજ સેલ્ફી વીથ ગણેશજી જેવા અનેક આકર્ષણો મુલાકાતીઓને ટેકનોલોજીની કમાલથી અવગત કરાવશે. ઉપરાંત આ સાત દિવસ દરમ્યાન દરરોજ સાંજે ૮.૩૦ કલાકે શહેર અને રાજયના વિવિધ મહાનુભાવો અને અધિકારાગણ દ્વારા આરતી કરવામાં આવનાર છે. આરતી બાદ દરરોજ અનેકવિદ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થનાર છે. જેમાં મહાભારતનું નાટર શ્રી નાથજીની ઝાંખી, રોજોપચાર ગણેશપૂજા, મોદક હોમ યજ્ઞ, ઓપન ડાન્સ કોમ્પીટીશન, લાઇવ સિન્ગીંગ કોમ્પીટીશન, ગણપતિ કોમ્પીટીશન તેમજ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનને સફળ બનાવવા બાન લેબ ના એમ.ડી. મૈલેશભાઇ ઉકાણી, જીનીયસ ગ્રુપનો ચેરમેન ડી.વી.મહેતા, મેકવેલ ગ્રુપના મનસુખભાઇ ફળદુની પ્રેરણા અને કિરણભાઇ શાહ, કમલેશ મહેતા, રણછોડભાઇ માંગરોલીયા, ડો. વિરાંગ ઓઝા, ડો. કપુપરા,ડો. શિવાલ સોની, પ્રો. વૈભવ ગાંધી વગેરેના માર્ગદર્શન હેઠળ શ્રીકાંત તન્ના, જય મહેતા, સુદિપ મહેતા, દર્શન પરીખ, પ્રતિક વડાલીયા, દિવ્યાબેન ભટ્ટ, સિઘ્ધાર્થ મહેતા, મોહિત જોશી, પંકિલ મહેતા, કપિલ ભાલોડીયા, પિયુષ સિતાપરા, બીરેન કાલાવડીયા, અલ્પેશ કણસાગરા, નિકુંજ ડેડાણીયા વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.