- લસકાણા,વરાછા અને ગોડાદરા વિસ્તારમાં ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ
- આરોપી અતુલ, રાહુલ અને મહેન્દ્ર ઉર્ફે ગુલ્લોના ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા
રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત શહેર પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત પોલીસ દ્વારા તૈયાર કરાયેલા 1400 ગુનેગારોની યાદીમાં 350 હાર્ડકોર ક્રિમિનલનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.ત્યારે સુરતમાં માથાભારે રાહુલ એપાર્ટમેન્ટના ગેરકાયદે બાંધકામના ડિમોલિશનની કામગીરી કર્યા બાદ નાનપુરા જમરૂખ ગલીમાં લોકો માટે ન્યુસન્સ બની ગયેલા સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામનું પોલીસે પાલિકા અને વીજ કંપનીને સાથે રાખીને ડિમોલિશનની કામગીરી કરવામાં આવ્યું હતું. ત્યારે આજે વરાછામાં બુટલેગર દ્વારા ઉભા કરવામાં આવેલા ગેરકાયદે શેડનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરના લસકાણા,વરાછા અને ગોડાદરા વિસ્તારમાં ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લસકાણા પોલીસ સ્ટેશનના બે બુટલેગરના ગેરકાયદેસર શેડ તોડી પાડવામાં આવ્યા છે. જેમાં આરોપી અતુલ વિરુદ્ધ 11 પ્રોહિબીશનના ગુના અને રાહુલ વિરુદ્ધ 4 પ્રોહિબીશનના ગુના દાખલ છે. આ ઉપરાંત વરાછામાં બોમ્બે કોલોની ખાતે મહેન્દ્ર ઉર્ફે ગુલ્લો નામના બૂટલેગરના ગેરકાયદે બાંધકામ તોડવામાં આવી રહ્યું છે.
સુરતમાં આજે બુટલેગરો પર તવાઈ આવી હતી. વરાછામાં બોમ્બે કોલોની ખાતે મહેન્દ્ર ઉર્ફે ગુલ્લો નામના બુટલેગરના ગેરકાયદે બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. પાલિકાની જગ્યામાં પતરાના શેડ બનાવવામાં આવ્યાં હતાં. પાલિકા અને પોલીસના 100 જેટલા લોકો દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ ટીમોને સાથે રાખીને ડિમોલિશન કરવામાં આવ્યું હતું. `
માથાભારે ચંદ્રકાંત રાજારામ અને મનજીત ચૌધરીને ત્યાં બુલડોઝર ફરી વળ્યું છે. ચંદ્રકાંત વિરુદ્ધ પ્રોહિબિશન સહિત હત્યાના પ્રયાસના 9 ગુના તો મનજી ચૌધરી પર પ્રોહિબિશન સહિત હત્યાના પ્રયાસના 8 ગુના નોંધાયેલા છે. તેમના ઘર પાસે ઉભી કરાયેલી ગેરકાયદે મિલકત તોડી પડાઈ છે.લસકાણાના કઠોદરામાં બે બુટલેગરના ગેરકાયદે મકાનોમાં શેડનું ડિમોલેશન કરાયું છે. બુટલેગર અતુલ દિલીપભાઈ પરમાર અને રાહુલ દિનેશ રાઠોડનું ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કરાયું છે. અતુલ પરમાર પર પ્રોહિબિશનના 11 ગુના દાખલ છે, તો રાહુલ રાઠોડ પર પ્રોહિબિશનના 4 ગુના દાખલ છે.
સુરતના લસકાણાના કઠોદરામાં બે બૂટલેગરના ગેરકાયદે મકાનોમાં શેડનું ડિમોલેશન કરાયું છે. બૂટલેગર અતુલ દિલીપભાઈ પરમાર અને રાહુલ દિનેશ રાઠોડનું ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન કરાયું છે. અતુલ પરમાર પર પ્રોહિબિશનના 11 ગુના દાખલ છે, તો રાહુલ રાઠોડ પર પ્રોહિબિશનના 4 ગુના દાખલ છે.
વરાછામાં બોમ્બે કોલોની ખાતે મહેન્દ્ર ઉર્ફે ગુલ્લો નામના બૂટલેગરના ગેરકાયદે બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. તેણે પાલિકાની જગ્યામાં પતરાના શેડ બનાવ્યા હતા. પાલિકા અને પોલીસના 100 જેટલા લોકો દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
આ અંગે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવાયુ છે, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે પૈકી વરાછા અને લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વરાછામાં બે જગ્યા પર ડિમોલિશન હાથ ધરાયું છે. જ્યારે લસકાણામાં પણ બે જગ્યા પર ડિમોલિશન હાથ ધરાયું છે. સાંજે વરાછામાં વધુ એક ડિમોલિશન કરવામાં આવશે.
સુરતમાં માથાભારે ચંદ્રકાંત રાજારામ અને મનજીત ચૌધરીને ત્યાં બુલડોઝર ફરી વળ્યું છે. ચંદ્રકાંત વિરુદ્ધ પ્રોહિબિશન સહિત હત્યાના પ્રયાસના 9 ગુના તો મનજી ચૌધરી પર પ્રોહિબિશન સહિત હત્યાના પ્રયાસના 8 ગુના નોંધાયેલા છે. તેમના ઘર પાસે ઉભી કરાયેલી ગેરકાયદે મિલકત તોડી પડાઈ છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય