પોલીસે સૂચવેલા કાયદાનું પાલન નહી થાય તો મંડળના સંચાલકો સામે કાયદાકીય પગલા લેવાશે
ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને દાદરા તમેજ નગર હવેલીમા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પોલીસે ગણેશ મંડળો સાથે બેઠક કરી અને દિશા નિર્દેશ કર્યા આઅવસરે એસ.પી. શરદ ભાસ્કર દરાડે એસડીપીઓ મનસ્વી જૈન સહિત અન્ય પોલીસ અધિકારી તથા મોટી સંખ્યામાં ગણેશ મંડળના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન પોલીસ વિભાગ તરફથી ગણેશ મંડળના પ્રતિનિધિઓને કહ્યું કે ગણેશોત્સવ દરમિયાન સુપ્રિમ કોર્ટના આદેશોનું સખત પાલન કરવું પડશે લાઉડ સ્પીકરનું વોલ્યુમ સુપ્રીમકોર્ટના દિશાનિર્દેશક મુજબ ૫૦ થી ૭૦ ડિસેબલની અંદર હોવું જોઈએ તેનાથી વધારે વોલ્યુમ હશે તો લાઉડ સ્પીકરના માલીક તેમજ મંડળ સંચાલક ઉપર કાનૂની કાર્યવાહી થશે. રાત્રે ૧૦ વાગ્યેથી સવારે ૬ વાગ્યા સુધી લાઉડ સ્પીકર ચલાવવા પર પ્રતિબંધ છે.
ગણેશ મંડળ સ્થાપનાના સમય સ્થાપિત જગ્યા કેઆસપાસ અરેન્જમેન્ટ તથા પ્રાથમિક ચિકિત્સા સુવિધા પણ ઉપલબ્ધ હોય ગણેશ મંડળની જગ્યાએ કોઈપણ પ્રકારનું અભદ્ર સંગીત, નાચ ગાન કે કોઈ પણ પ્રકારના કાર્યક્રમ કે મહિલાઓ સાથે કોઈપણ પ્રકારની ચેડતીના બનાવ ન બને અને અભદ્ર ભાષાનો ઉપયોગ ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું દરેક મંડળ તેમના સ્વયંસેવકોના નામની સૂચી તૈયાર કરી પોલીસ સ્ટેશને જમા કરાવે. વિસર્જનની જગ્યા પર હાજર પોલીસ કર્મચારી તથા ફાયર બ્રિગેડના જવાનો લોકોની સહાયતા કરે.
વિસર્જન માટે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને દરેક મંડળ દ્વારા આજે ૭ વાગ્યા સુધીમાં વિસર્જન પૂર્ણ થઈ જાય તેવું આયોજન કરે જેને લઈ કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં ફટાકડા તથા આતશબાજીનોઉપયાગે ન કરે સાઉન્ડ સિસ્ટમનો વોલ્યૂમ નિયંત્રણમાં રાખે. ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ પણ મંડળના સભ્યો દ્વારા ડોનેશનના નામ પર કોઈ પણ વ્યકિત પાસેથી જબરદસ્તી પૈસા લેવા ગૂનો ગણાશે જો આ પ્રકારની ફરિયાદ આવશે તો મંડળ સંચાલક તથા અધિકૃત વ્યકિત પર સખત કાર્યવાહી થશે.
ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશ મંડળ સ્થાપિત જગ્યા પર ૨ કે ૩ વ્યકિતની વધારે લોકોએ એકત્ર થવું નહી ગણેશ વિસર્જન શોભાયાત્રામાં સ્વયંસેવકોને સ્પેશ્યલ આઈડી આપવા જેથી ટ્રાફીક સમસ્યા ન સર્જાય ઉપરોકત નિયમોનું પાલન નહી થાય તો સંચાલકોને જવાબદાર ઠેરવી કાયદેસરનાં પગલા લેવાશે.