સોનું તો આગમાં જ તપે: પૂજારાની સફળતા પાછળ પિતા અરવિંદભાઈનું ‘કડક’ માર્ગદર્શન જવાબદાર
“પપ્પા હવે એટલા સ્ટ્રિકટ નથી. તેઓ માટે સૌથી મોટા ટીકાકાર અને માર્ગદર્શક છે. આમ ચેતેશ્ર્વર પુજારાએ કહ્યું હતું
સોનુ તો આગમાં જ તપે ચેતેશ્ર્વરની સફળતા પાછળ પિતા અરવિંદભાઈ પૂજારાનું ‘કડક’ માર્ગદર્શન જવાબદાર છે.
ચેતેશ્ર્વરે કહ્યું કે તેઓ પહેલા કરતા હવે ઓછા કડક છે. અરવિંદભાઈ પૂજારા એકસ રણજી પ્લેયર છે. તેમાં ચેતેશ્ર્વર પૂજારાને કથિરમાંથી કંચન બનાવવા પાછળ ખૂબ જ મહેનત કરી છે. ચેતેશ્ર્વરની લગ્ન અને મહેનત પણ કઈ નાની સૂની નથી.
૪૯ ટેસ્ટ મેચમાં ચેતેશ્ર્વર પૂજારાએ ૩૯૬૬ રન પર.૧૮ની એવરેજથી બનાવ્યા છે જેમાં ૧૨ તો સદી સામેલ છે. આખા શ્રીલંકા સામેની અંતિમ સદી પણ સામેલ છે. જેની બલૌલત ભારતનો ૩૦૪ રન જેવા જંગી જુમલાથી વિજય થયો.
રાજકોટનું રતન ચેતેશ્ર્વર પૂજારાને ધ વોલ કહેવામાં આવે છે. અગાઉ આ બિરુદ રાહુલ દ્રવિડ પાસે હતું કેમ કે ચેતેશ્ર્વર જરા પણ દબાણમાં આવ્યા વિના અને અગ્રેસન બનાવ્યા વિના મક્કમ ગતિએ રન બનાવે છે.
અત્યારે ચેતેશ્ર્વર પૂજારા શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં છે તેને ટેસ્ટ કેપ મળી ત્યારે પૂજારા પરિવારે જાણે દીવાળી ઉજવી હતી. અત્યારે ચેતેશ્ર્વર ચમક દમકથી દૂર રહીને માત્ર પોતાની ગેમ પર જ ફોકસ કરે છે તે જ તેનો સકસેસ મંત્ર છે.
ચેતેશ્ર્વર વિશે ઘણા ઓછા લોકો જાણે છે કે તે ભક્તિભાવ ખૂબ જ કરે છે. રાજકોટમાં હોય ત્યારે ગોંડલ સ્થિત હરિચરણદાસજી મહારાજના રામજી આશ્રમે જઈને બાપુના આશીર્વાદ લેવાનું ચૂકતો નથી. એક શોમાં વિરાટ કહોલીએ પણ ચેતેશ્ર્વરના ભક્તિભાવનો ઉલ્લેખ કર્યો હતો.