રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
તા.૨૭.૧૧.૨૦૧૯ ના રોજ સવારે ૧૦ કલાકે….
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૦૮૨૧.૩૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૦૯૭૯.૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૯૨૪.૪૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૯૬૬.૦૫ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૦૭૫.૨૦ સામે ૧૨૦૯૮.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૦૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૧૦૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ગોલ્ડ રૂ.૩૭૬૯૦ ના મથાળેથી ખુલીને રૂ.૩૭૬૯૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૭૬૪૦ ના નીચા મથાળે નોંધાવી ૫૪ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૩૭૬૬૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સિલ્વર રૂ.૪૪૪૧૦ ના મથાળેથી ખુલીને ૪૪૪૧૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૪૨૮૩ ના નીચા મથાળે નોંધાવી ૧૩૭ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૪૨૯૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
અમેરિકા-ચાઈના વચ્ચે હવે ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ટ્રેડ ડીલ થઈ જવાની બન્ને દેશો વચ્ચેની વાટાઘાટના સંકેતે વૈશ્વિક બજારોમાં અમેરિકી બજારોમાં ન્યુયોર્ક શેરબજારમાં રેકોર્ડ તેજી જોવાતાં વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારોમાં પણ તેજીનો નવો ઈતિહાસ રચ્યા બાદ સપ્તાહના ત્રીજા દિવસની શરૂઆત સતત તેજી સાથે થઈ હતી. અલબત આર્થિક મોરચે નબળા પરિબળોને લઈને શેરોમાં ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજી બાદ પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. મોર્ગન સ્ટેનલી ઈન્ટરનેશન ઈન્ડેક્સ(એમએસસીઆઈ)માં કરાયેલા ફેરફારો સાથે સ્થાનિકમાં સેન્સેક્સ ૩૦ સ્ક્રિપોની યાદીમાં કરાયેલા ફેરફારોને લઈ ગઈકાલે શેરોમાં તેજી બાદ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ લેવાલી કર્યા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતના ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોએ વિક્રમી તેજી કરતાં તેમજ યુ.એસ.સ્ટીલ જાયન્ટ તેમજ આર્સેલર મિત્તલ દ્વારા સ્ટીલના ભાવમાં વધારો કરાયાની પોઝિટીવ અસરે અને અમેરિકા-ચાઈના ટ્રેડ ડીલની અપેક્ષાએ મેટલ શેરોમાં તેજી થતાં બજારે ઈન્ડેક્સ બેઝડ આરંભમાં વિક્રમી તેજી બતાવી હતી. વિદેશી રોકાણકારોની સાથે ફંડો દ્વારા હાથ ધરાયેલી નવી લેવાલી પાછળ શેરબજારનો સેન્સેક્સ ઐતિહાસિક ઊંચી સપાટીએ મજબૂત રહ્યો હતો. ફંડોની ટેલીકોમ, આઈટી, કેપિટલ ગુડઝ-પાવર, ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ-નિફટી બેઝડ તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓનું આજે શેરોમાં વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૧૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૫૧ અને વધનારની સંખ્યા ૮૭૧ રહી હતી. ૯૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૬૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, એફ એન્ડ ઓમાં નવેમ્બર વલણનો અંત પૂર્વે ઈન્ડેક્સ બેઝડ તેજીનો વેપાર હળવો થવાની શરૂઆત થતી જોવાઈ છે. જ્યારે સપ્તાહના અંતિમ દિવસોમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ વધતું જોવાયું છે. જે ટ્રેન્ડ આગામી દિવસોમાં પણ જળવાઈ રહેવાની શકયતા છે. નવેમ્બર વલણના અંતીમ દિવસોમાં ઈન્ડેક્સ બેઝડ ઓવરબોટ પોઝિશન વધુ હળવી થતી જોવાય એવી શકયતા સાથે ક્વોલિટી સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું પસંદગીનું વેલ્યુબાઈંગ વધવાની શકયતા રહેશે. આ સાથે આજરોજ ૨૭,નવેમ્બરના અમેરિકાના જીડીપી પર નજર રહેશે. વૃદ્વિના ત્રીજા ત્રિમાસિકના જાહેર થનારા આંક પર નજર રહેશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૧૧૨ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૧૬૦ પોઈન્ટના પ્રથમ અને ૧૨૧૮૮ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૦૮૮ પોઈન્ટ થી ૧૨૦૭૦ પોઈન્ટ, ૧૨૦૪૭ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- લાર્સન લિમિટેડ ( ૧૩૪૪ ) :- રૂ.૧૩૨૭ નો પ્રથમ તેમજ રૂ.૧૩૧૩ ના બીજા સપોર્ટથી કન્સ્ટ્રકશન સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૩૬૦ થી રૂ.૧૩૭૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
- HCL ટેકનોલોજી ( ૧૧૧૩ ) :- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૦૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
- મહિન્દ્રા & મહિન્દ્રા ( ૫૪૧ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેક્નોલૉજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૫૩ થી રૂ.૫૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!