મિત્રતાના દરજ્જે આપેલી રકમનો ચેક પરત ફરતા દાવો દાખલ કર્યો હતો
જલારામ પ્લોટ, યુની. રોડમાં ઉમીયા પાર્ક નજીક રહેતા મહેન્દ્રભાઈ દાદભાઈ વાળાએ રાજકોટ કોર્ટમાં કિશોરભાઈ હમીરભાઈ મકવાણા, ૩૪ અમૃતા સોસાયટી, રૈયા ટેલીફોન એક્ષચેન્જ સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ પર રહેતા કિશોરભાઈ હમીરભાઈ મકવાણા શહેરમાં અલગ ઈન્વેસ્ટમેન્ટ તથા ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા.લી.ના નામથી ધંધો કરે છે. જે – તે ધંધામાં તેમને નાણાની જ‚રીયાત ઉત્પન્ન થતા સને ૨૦૧૩માં અલગ અલગ ટુકડે કુલ ‚ા. ૨ લાખ પુરા હાથ ઉછીના તરીકે પ્રાપ્ત કરેલ અને તે રકમ એક વર્ષમાં ચુકવી આપશે તેવી બાંહેધરી આપેલી રકમ નહી ચુકવતા તેના બાકી લેણી રકમની ડિમાન્ડ કરતા ‚ા. લાખનો એક એવા બે ચેક સોંપી આપેલા. જે ચેકની વસુલાત મેળવવા મહેન્દ્રભાઈ વાળાએ બેન્કમાં રજુ રાખતા સદરહું ચેકસ ડિસઓનર થયેલો. ‚ા. ૨૫ હજાર વાદીના ખાતામાં ટ્રાન્સફર કરેલા પરંતુ ‚ા. ૧.૭૫ લાખ ચુકવી આપવા ભરોસો આપેલો હોવા છતાં તે રકમ નહી ચુકવતા કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવેલ.
દાવાની વિગત તથા રેકર્ડ ઉપરના દસ્તાવેજો ધ્યાને લઈ સ્મોલ કોઝ કોર્ટે કાયદેસરના બાકી લેણા બાબતે વિ‚દ્ધ આદેશ કરેલા છે કે, તેઓએ વાદીને ‚ા. ૧.૭૫ લાખ ૯ ટકાના વ્યાજે દાવા દાખલ તારીખથી ભરપાઈ ન થાય ત્યાં સુધી અને દાવાનો તમામ ખર્ચ ચુકવવા હુકમ કર્યો છે. આ કામમાં વાદી મહેન્દ્રભાઈ દાદભાઈ વાળા વતી વિકાસ શેઠ, અલ્પા શેઠ, વિવેક ધનેશા, વિપુલ સોંદરવા, અક્ષયભાઈ ઠેસીયા એડવોકેટ દરજજે રોકાયેલા છે.