બિડમાં ઓછા 56 ઇક્વિટી શેર અને 56 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે

સાઈન્ટ ડીએલએમ લિમિટેડ (“કંપની” મંગળવાર, 27 જૂન, 2023ના રોજ રૂ. 5,920.00 મિલિયન (“ઇશ્યૂ”) સુધીના ઇક્વિટી શેરના મૂલ્યના નવા ઇશ્યૂનો સમાવેશ કરતા તેના આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે. બિડ/ઇશ્યૂની અંતિમ તારીખ શુક્રવાર, 30 જૂન, 2023 હશે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઇશ્યૂનો સમયગાળો, બિડ/ઇશ્યૂ ખોલવાની તારીખ પહેલાંનો એક કાર્યકારી દિવસ છે, એટલે કે, સોમવાર, જૂન 26, 2023 સુધીની છે.

ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ રૂ.250 પ્રતિ ઇક્વિટી શેરથી રૂ. 265 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. બિડ ઓછામાં ઓછા 56 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 56 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.કંપનીએ બીઆરએલએમ સાથે ચર્ચા-વિચારણા કરીને રૂ. 1,080.00 મિલિયનના કુલ 40,75,471 ઇક્વિટી શેરનું ખાનગી પ્લેસમેન્ટ હાથ ધર્યું છે.

કંપની, BRLMs સાથે ચર્ચા-વિચારણા કરીને, SEBI ICDR રેગ્યુલેશન્સ (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન” અનુસાર વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને QIB ભાગના 60% સુધી ફાળવી શકે છે, જેમાંથી એક તૃતીયાંશ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આરક્ષિત રહેશે, એ શરતે કે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી SEBI ICDR રેગ્યુલેશન્સ અનુસાર, એન્કર ઇન્વેસ્ટર ફાળવણી કિંમત પર અથવા તેનાથી ઉપરની કિંમતની પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સ હોય.

એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં સબસ્ક્રિપ્શન ઓછું હોય અથવા ફાળવણી ન થઈ હોય તેવી સ્થિતિમાં બાકીના ઇક્વિટી શેર નેટ QIB પોર્શનમાં ઉમેરવામાં આવશે. વધુમાં, નેટ QIB ભાગનો 5% માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને બાકીનો નેટ QIB ભાગ મ્યુચ્યુઅલ સહિત તમામ QIB (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઇશ્યૂ કિંમત પર અથવા તેનાથી ઉપરની કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થયેલી હોય.

જો કે, જો મ્યુચ્યુઅલ ફંડની કુલ માંગ નેટ QIB ભાગના 5% કરતા ઓછી હોય, તો મ્યુચ્યુઅલ ફંડના ભાગમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર્સ QIBત ને પ્રમાણસર ફાળવણી માટે બાકીના QIB ભાગમાં ઉમેરવામાં આવશે. વધુમાં, નેટ ઈશ્યુના 15%થી વધુ બિન-સંસ્થાકીય બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે નહીં જેમાંથી (અ) આવા એક તૃતીયાંશ ભાગ રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની એપ્લિકેશન સાઈઝ ધરાવતા અરજદારો માટે આરક્ષિત રહેશે; અને (બ) આવા ભાગનો બે તૃતીયાંશ ભાગ રૂ. 10,00, 000થી વધુની એપ્લિકેશન સાઈઝ ધરાવતા અરજદારો માટે આરક્ષિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.