- ગાંધીધામમાં અંગદાન જાગૃતિ અર્થે સાઈકલોથોન કાર્યક્રમ યોજાયો
- ઈન્ટરનેશનલ સ્કુલના છાત્રોએ અંગદાનનું મહત્વ સમજાવતું નુકકડ નાટક રજૂ કર્યું
- મહેમાનોના હસ્તે ડ્રો નું આયોજન કરાયું હતું
ગતરોજ વહેલી સવારે સામાજિક અગ્રણીઓ સહિતના અગ્રણીઓએ લીલીઝંડી સાથે આ યાત્રાનો આરંભ કરાવ્યો હતો. સ્પર્ધા નહીં, પરંતુ અંગદાન જાગૃતિના જુદા-જુદા સંદેશા સાથે સાઈકલ યાત્રામાં શહેરના હાર્દ સમાન ટાગોર રોડથી મુન્દ્રા સર્કલ થઈ પુન: આંબેડકર ભવન ખાતે આવી પહોંચી હતી. આ યાત્રામાં સેવી ઈન્ટરનેશનલના બાળકો અને પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો. આ વેળાએ મુન્દ્રા સર્કલ પાસે ભાગ લેનારાઓને ટોકન અપાયા હતા. અંતમાં મહેમાનોના હસ્તે ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં 11 વિજેતાને સાઈકલ અપાઈ હતી. સાઈકલોથોન યાત્રાના રૂટે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમાપન સમારંભના આરંભમાં સેવી ઈન્ટરનેશનલ સ્કુલના છાત્રોએ અંગદાનનું મહત્વ સમજાવતું નુકકડ નાટક રજૂ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, આજરોજ વહેલી સવારે અંગદાનના પ્રખર હિમાયતી દિલીપ દેશમુખ (દાદા), ધારાસભ્ય માલતી મહેશ્વરી, સાઈકલોથોનના મુખ્ય સંયોજક અને જિલ્લા ભાજપના અગ્રણી ધવલ આચાર્ય અને નંદલાલ ગોયલ, પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર, અંજાર પ્રાંત અધિકારી સુનીલ સોલંકી, ગાંધીધામ કચ્છમિત્ર બ્યુરોના વડા ઉદય અંતાણી સહિતના અગ્રણીઓએ લીલીઝંડી સાથે આ યાત્રાનો આરંભ કરાવ્યો હતો. સ્પર્ધા નહીં, પરંતુ અંગદાન જાગૃતિના જુદા-જુદા સંદેશા સાથે સાઈકલ યાત્રામાં શહેરના હાર્દ સમાન ટાગોર રોડથી મુન્દ્રા સર્કલ થઈ પુન: આંબેડકર ભવન ખાતે આવી પહોંચી હતી.
આ વેળાએ મુન્દ્રા સર્કલ પાસે ભાગ લેનારાઓને ટોકન અપાયા હતા. અંતમાં મહેમાનોના હસ્તે ડ્રો કરવામાં આવ્યો હતો, જેમાં 11 વિજેતાને સાઈકલ અપાઈ હતી. તેમજ આ યાત્રામાં સેવી ઈન્ટરનેશનલના બાળકો અને પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો. સાઈકલોથોન યાત્રાના રૂટે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમાપન સમારંભના આરંભમાં સેવી ઈન્ટરનેશનલ સ્કુલના છાત્રોએ અંગદાનનું મહત્વ સમજાવતું નુકકડ નાટક રજૂ કર્યું હતું. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે, જો અંગોની રક્ષા કરવી હોય તો દરરોજ સાઈકલ ચલાવવી જોઈએ.
આજે પણ પાંચ લાખ લોકો અંગો મેળવવાની પ્રતીક્ષામાં છે. તેમજ અંગો વાંચ્છુકોની પ્રતિક્ષાનો અંત લાવવા માટે આ જાગૃતિ કાર્યક્રમનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે અંગદાન જાગૃતિ માટે આ આયોજન થકી કરાયેલ પ્રયાસ નોંધપાત્ર અને આવકારદાયક છે. પોલીસ પ્રશાસન દ્વારા જુદા-જુદા વિષયોએ લોકજાગૃતિ અને પ્રેરણાદાયી કાર્યક્રમો કરવામાં આવે છે અને આગામી દિવસોમાં પણ કરવામાં આવશે. ધારાસભ્ય માલતી મહેશ્વરીએ કહયું કે અંગદાન અંગદાનથી જરૂરતમંદને નવજીવન મળે છે અને તેના પરિવારમાં નવી આશાનું કિરણ ઉદભવે છે.
આ દરમિયાન 36મા જન્મદિવસ પ્રસંગે ધારાસભ્યે 36 લોકોને અંગદાન માટે નોંધણી કરાવવાની જાહેરાત કરી હતી. સમગ્ર આયોજનમાં સહયોગી સંસ્થાના અગ્રવાલ સમાજના અગ્રણી સમીર ગર્ગ, અગ્રણી ઉદ્યોગપતિ સુરેશ ગુપ્તા, મારવાડી યુવા મંચના યશપાલ શર્મા, ભારત વિકાસ પરીષદ ડો. નિતિન ઠકકર, સેવી ઈન્ટરનેશનલ ગ્રુપ શાળાના પ્રિતી મુનસીયાણી, રેન્કર્સ ગ્રુપના સેફના અલને રવિ, ગુજરાત રાજય બોર્ડના પૂજા લાલવાણી, મહાદેવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સોનલ પટેલ, બી.એમ. કેર ફાઉન્ડેશનના કુમાર રામચંદાણી, હરેશકુમાર તુલસીદાસ, માનવસેવા ટ્રસ્ટના ડો. ભાવેશ આચાર્ય, ઈનરવ્હીલ કલબ ગાંધીધામ નિલમબેન તિર્થાણી, ઈનસેન્ડલી ઈન્ડીપેન્ડ ટ્રસ્ટના ડો. સુનિતા દેવનાણી, VSSSના મનોજ મુલચંદાણી, કાંતિ સેનાના મોમાયા ગઢવી, શાહપુર ચાકાર મંડળ (સિંધી સમાજ)ના કમલેશ પરીયાણી, નવદુર્ગા નવરાત્રિ મંડળ કમલ શર્મા, થ્રી કોર ન્યુટીશીયનના વિશાલ પંડયા અને ટીમનો સહકાર સાંપડયો હતો. તેમજ સંચાલન મોમાયા ગઢવીએ અને આભારવિધી કાર્યક્રમના સંયોજક ધવલ આચાર્યએ કરી હતી.
અહેવાલ : ભારતી માખીજાણી