“ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાઇક્લોથોન” ઇવેન્ટમાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ આજથી 25મી સુધી રજીસ્ટ્રેશન કરાવવા પડશે
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા “ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાઈકલોથોન” આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી રવિવારે સવારે 7.30 વાગ્યે શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે કરવામાં આવનાર છે, તેમ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડિયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાની સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, મહાપાલિકા દ્વારા વધુને વધુ શહેરીજનો સાયકલિંગ કરવા પ્રેરાય અને આ માધ્યમથી તેઓ શારીરિક રીતે સ્વસ્થ રહે તે માટે અત્યાર સુધીમાં ખુબ જ પ્રેરણાદાયી અને પ્રોત્સાહક કામગીરી કરી છે તે સર્વ વિદિત છે ત્યારે આગામી રવિવારે ફરી એક વખત આપણું રાજકોટ સાયક્લોત્સવ ઉજવશે.
તેઓએ વિશેષમાં એમ જણાવ્યું હતું કે, “ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાઈકલોથોન” ઇવેન્ટમાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ આજ થી તા.25/12/2021 સુધીમાં ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
“ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાઈકલોથોન” ઇવેન્ટ માટે બે રૂટ નક્કી કરવામાં આવેલ છે. જેમાં રૂટ-1 માં શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સમાં સરદાર પટેલ લાઈબ્રેરી પાસેથી ગેઈટથી જિલ્લા પંચાયત ચોક-ડો.યાજ્ઞિક રોડ-એસ.ટી. બસ સ્ટેન્ડ- નાગરિક બેંક ચોક, ઢેબરભાઈ રોડ- ત્યાંથી પછી જમણી બાજુ વળતા પાસપોર્ટ ઓફિસ-ભક્તિનગર સ્ટેશન પ્લોટ-એસ્ટ્રોન ચોક-અમિન માર્ગ-છખક-150 ફૂટ રિંગ રોડ-નાના મવા સર્કલ- ત્યાંથી પછી જમણી બાજુ વળતા મોકાજી સર્કલ-ત્યાંથી પછી જમણી બાજુ વળીને ક્રિસ્ટલ મોલ-એસ.એન.કે. સ્કૂલ-સાધુ વાસવાણી રોડ-રૈયા રોડ-ત્યાંથી શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે પરત આવી રૂટ-1 પૂર્ણ થશે.
જ્યારે રૂટ-2 માં શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સમાં સરદાર પટેલ લાઈબ્રેરી પાસેથી ગેઈટથી જિલ્લા પંચાયત ચોક-બહુમાળી ભવન-પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ-એન.સી.સી. સર્કલ-બાલ ભવન ગેઈટ, રેસકોર્સ, અને ત્યાંથી શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે પરત આવી રૂટ-2 પૂર્ણ થશે.