મહાપાલિકા આયોજીત મેરેથોન-૨૦૧૮ ની પ્રિ-ઇવેન્ટ તરીકે દર વર્ષે સાયકલોફન પ૦ કીમીની સાઇકલ રાઇડનું આયોજન થતું હોય છે. આ વખતે પણ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન અને રોટરી  મીડટાઉન લાઇબ્રેરી દ્વારા રાજકોટ સાયકલ કલબ અને સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી ૪ ફેબ્રુઆરીના રોજ સાયકલોફન-૨૦૧૮નું આયોજન થયેલ છે ગત વર્ષે આ ઇવેન્ટને અભૂતપૂર્વ સફળતા મળેલ અને રાજકોટના સાઇકલ રસીકો અને ફીટનેશ પ્રેમી લોકો દ્વારા વારંવાર એવી માંગણી થતી રહી છે કે આવી સાઇકલ રાઇડનું આયોજન વર્ષમાં બે કે ત્રણ વાર થવું જોઇએ.

સાયકલોફન-૨૦૧૮નું રજીસ્ટ્રેશન શરુ થતાં જ રાજકોટના સાઇકલ રાઇડરોમાં અનેરા ઉત્સાહથી રજીસ્ટ્રેશન કરાવેલ. સાયકલોફન-૨૦૧૮નું કાઉન્ટ ડાઉન શરુ થઇ ચૂકયું છે. જેના ભાગરુપે રાઇડરોએ મેળવવાની થતી કીટ અને હેલમેટનું ડીસ્ટ્રીબ્યુશન રોટરી મીડટાઉન લાઇબ્રેરી અમીન માર્ગ ખાતે શરુ થઇ ચુકયું છે.

દરેક રાઇડર પોતાની કીટ જેમાં રાઇડર નંબર, રુટની માહીતી, હેલમેટ (લેવાની બાકી હોય) વગેરે છે. તા. ૧-ર-૧૮ થી તા. ૨-૨-૧૮ સમય બપોરે ૪ થી રાત્રે ૭ કલાક દરમ્યાન રોટરી મીડટાઉન લાઇબ્રેરી અમીનમાર્ગથી મેળવી લે એવી સયકલોફન-૨૦૧૮ ના આયોજકોની અખબારી યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.