- આગામી 24 ક્લાક દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે કાલે બપોરથી ગરમીમાં સામાન્ય વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બે દિવસ ગુજરાતના 90 થી વધુ તાલુકાઓમાં વરસાદ આવયો હતો. અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના મોટાભાગા શહેરો ઠંડીના બાનમા આવી ગયા છે. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો માત્ર 24 કલાકમાં 8 થી 13 ડિગ્રી ગગડ્યો છે. સવારે સાંજે સુસવાટાભર્યા પવન ફૂંકાયા હતા. ડિસેમ્બરની ઠંડી હોય તેવો અહેસાસ થયો હતો. સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 7.4 ડિગ્રી નોંધાયું હતું.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પવનની દિશા બદલાઇને ઉત્તર-પૂર્વના બર્ફીલા પવનોને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આગામી 24 ક્લાક દરમિયાન શહેરમાં ઠંડીનું જોર યથાવત રહ્યાં બાદ બુધવારથી બપોરે ગરમીમાં સામાન્ય વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.આજે પણ ઠંડા પવનોની અસરથી મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 5.6 ડિગ્રી ગગડીને 28.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી અને રવિવાર કરતાં દોઢ ડિગ્રી ગગડીને 13.3 ડિગ્રી નોંધાયું હતું.
બુધવારથી ઠંડા પવનોનું જોર ઘટતાં શહેરમાં સવાર-સાંજ ઠંડક રહેશે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. માવઠાના કારણે રાજ્યના અનેક શહેરો ફરી ઠંડાગાર કરી દીધા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ગુજરાતમાં એકાએક ઠંડી વધી ગઈ છે. બે દિવસ રાજ્યભમાં પડેલા માવઠા બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રવિવારે ભારે પવન સાથે સુસવાટાભર્યા પવન ફૂંકાયા હતા. લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થયો હતો. ત્યારે ગુજરાતમાં માત્ર 24 કલાકમાં 8 થી 13 ડિગ્રી પાસે ગગડતા લોકો ઠંડીમાં ઠુઠવાયા છે.
- અમદાવાદ 13.0
- અમરેલી 11.4
- બરોડા 12.2
- ભાવનગર 14.6
- ભુજ 12.8
- ડીસા 13.0
- દ્વારકા 16.0
- ગાંધીનગર 13.0
- નલિયા 7.4
- પોરબંદર 13.0
- રાજકોટ 13.2
- સુરત 16.6
- સુરેન્દ્રનગર 13.6
- વેરાવળ 16.3