Abtak Media Google News
  • આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, સહિત ગીર સોમનાથ અને કચ્છમાં માવઠાની આગાહી

રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગદ્વારા આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. ત્યારે વલસાડ, નવસારી, સુરત, ભરૂચમાં આજે કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ આણંદમાં, છોટાઉદેપુર, વડોદરા અને અમરેલીમાં વરસાદની સંભાવનાં છે. જ્યારે દાદરાનગર હવેલી, દીવ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહીકરવામાં આવી છે. જ્યારે આવતીકાલે વલસાડ, નવસારી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. ત્રણ દિવસ મહત્તમ તાપમાન પણ ફોલિંગ ટેન્ડન્સીમાં રહેતા દિવસે ગરમીનો ઓછો અહેસાસ થાય એવી શક્યતા છે,

પરંતુ આગામી સપ્તાહથી મહત્તમ તાપમાન ચાર ડિગ્રી સુધી વધી શકે છે, એટલે કે આવતા અઠવાડિયાથી ફરી ગરમી ભુક્કા બોલાવશે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, સહીત ગીરસોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સાથે 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરી છે. નોંધનિય છે કે, હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે.

સુરેન્દ્રનગર અને વલ્લભવિદ્યાનગરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું તો સાત શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો. 15 એપ્રિલથી રાજ્યમાં ફરી કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી.. તો ગાંધીનગરમાં તાપમાનનો 38 ડિગ્રીને પાર પારો પહોંચ્યો છે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 11 મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે.

  • અમદાવાદ         38.4
  • ગાંધીનગર         37.9
  • વડોદરા             37.4
  • ભુજ                  39.4
  • ભાવનગર          37.2
  • રાજકોટ             39.6
  • સુરેન્દ્રનગર         40.0
  • મહુવા               36.8

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.