રાજયના શનિરવિ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદની આગાહી: ઠંડીનું જોર પણ વધશે

છેલ્લા એક માસથી ગાત્રો થીજાવતી કાતિલ ઠંડીનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રવાસીઓએ માવઠા માટે તૈયાર રહેવું પડશે ગુજરાતનાં પાડોશી રાજય રાજસ્થાન પર એક સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે. જેની અસરતળે આવતીકાલથી બે દિવસ સુધી રાજયમાં માવઠાની સંભાવના રહેલી છે. છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીનું જોર ઘટયું છે. પરંતુ આગામી બે દિવસમાં ફરી ઠંડીનું જોર વધે તેવી શકયતા રહેલી છે.

રાજસ્થાન પર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે. જેની અસરનાં કારણે ગુજરાતમાં શનિવાર તથા રવિવાર સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ અમૂક સ્થળોએ માવઠુ પડી શકે છે. વાતાવરણ પણ વાદળધોયું રહેશે. અને ઠંડીનું જોર ઘટશે આજે સતત ત્રીજા દિવસે રાજયભરમાં તાપમાનનોપારો ઉંચકાયો છે. જેનાકારણે લોકોને ઠંડીમાં રાહત મળી છે. કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન પણ આજે ડબલ ડિજિટમાં પહોચી ગયું હતુ નલીયાનું તાપમાન ૧૨.૮ ડીગ્રી સેલ્સીયસ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧૦ કિ.મ.પ્રતિ કલાક રહેવા પામી હતી.

રાજકોટનું લઘુતમ તાપમાન આજે ૧૩ ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા સવારે ૮.૩૦ કલાકે તાપમાન ૧૫ ડિગ્રી તથા પવનની સરેરાશ ઝડપ ૩ કિ.મી. રહેવા પામી હતી. જૂનાગઢનું લઘુતમ તાપમાન આજે ૧૧.૯ ડિગ્રી નોંધાયું હતુ. મહત્તમ તાપમાન ૧૮ ડિગ્રી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૮ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૩ કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. અમરેલીનું લઘુતમ તાપમાન આજે૧૧.૭ ડિગ્રી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૭ ટકાપવનની સરેરાશ ઝડપ ૫ કી.મી.તથા ગઈકાલનું મહતમ તાપમાન ૨૯.૫ક ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.