216 લોકોએ જીવ ગુમાવ્યા,19 હજાર લોકોનું સ્થળાંતર કરાયું !!!
મલાવીમાં ગઈકાલે આવેલા વાવાઝોડું ફ્રેડીથી આશરે 99 લોકો માર્યા ગયાની પુષ્ટિ મળી છે. દેશના આપત્તિ વ્યવસ્થાપનના કમિશ્નર ચાર્લ્સ કલેંબાએ કહ્યું કે, સૌથી વધારે લોકોના મૃત્યુ મલાવીની વાણિજ્ય રાજધાની બ્લાંટાયરમાં થયા છે. તેમણે કહ્યું કે, આશરે સાત સ્થળોએ 216 લોકોના મોત નિપજ્યા છે. જેમાં બ્લાંટાયર શહેરમાં સૌથી વધુ 85 લોકો માર્યા ગયા છે અને આશરે 134 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે કહ્યું કે, આ સંખ્યા વધી પણ શકે છે. મલાવી સરકારે દેશના દક્ષિણી ક્ષેત્રમાં આપત્તિની જાહેરાત કરી છે.
ફ્રેડી વાવાઝોડાના કારણે ઉર્જા અને સંપર્ક સાધવાના સાધનો ને ઘણી અસર પહોંચી છે. આજુબાજુ અને પાડોશના દેશો અને શહેરો પણ મદદએ આવ્યા છે. મલાવી અને મોસંબીકમાં વાવાઝોડું ત્રાટકતા 19,000 જેટલા ઘરો સંપૂર્ણ રીતે તહેસનહેસ થઈ ચૂક્યા છે. હજારો લોકો હજુ પણ વાવાઝોડા હેઠળ ફસાયેલા છે અને તેઓ આશરો પણ શોધી રહ્યા છે. આજ બપોર સુધી આ બંને શહેરોમાં વાવાઝોડાની અસર જોવા મળશે. સરકારનું માનવું છે કે આ દેશો ને આર્થિક અને સામાજિક રીતે ઘણી અસર પહોંચી છે ત્યારે જે નુકસાન થયું છે તેની યોગ્ય ભરપાઈ કરવામાં આવે તો જ આ દેશો ફરી બેઠા થઈ શકશે. હજુ પણ મૃત્યુ આંક વધે તો નવાઈ નહીં કારણ કે ફ્રડી વાવાઝોડાએ બંને શહેરોને સંપૂર્ણ રીતે ધમરોડી નાખ્યું છે.