- ચેન્નાઈ નજીક નીચાણ વાળા વિસ્તારોમાંથી સલામત સ્થળાંતર, માછીમારોને દરિયો
- ન ખેડવા સુચના, સાંજ સુધીમાં ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ
- દેશના દક્ષિણ સાગર કાંઠે વાવાઝોડા ફંગલ ની સંભાવના ને પગલે ચેન્નાઈ સહિતના તામિલનાડુના દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે,
હવામાન ખાતા દ્વારા ફેનેગલ વાવાઝોડાને લઈને જારી કરેલી માર્ગદર્શિકામાં આ ચક્રવાત પોંડીચેરી નજીક લેન્ડ ફોલ કરે તેવી સંભાવના ને પગલે તામિલનાડુમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી કરવામાં આવી છે આજે બપોર સુધી માં આ ચક્રવાત પોંડીચોરી નજીક પહોંચે તેવી સંભાવના ના પગલે સમગ્ર વિસ્તાર માં દરિયાકાંઠા અને વેચાણ વાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અને ઘરમાંથી બહાર ન નિકળવા સૂચના આપવામાં આવી છે માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેતી ના આદેશો સાથે બચાવ રાહત કામગીરી માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ટીમને ખડે પગે રહેવા આદેશો જારી કર્યા છે
ફેલેગલ વાવાઝોડા માં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના સેવાઈ રહી છે સાવચેતીના ભાગરૂપે ચેન્નાઈ સહિતના સમગ્ર વિસ્તારમાં તમામ શાળા કોલેજો માં રજા જાહેર કરી દેવામાં આવી છે
જિલ્લા કલેક્ટર એ. કુલોથુનગને પી ડબ્લ્યુ ડી, પોલીસ અને અન્ય વિભાગો સહિત સ્થાનિક સત્તાવાળાઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રને એલર્ટ રહેવા આદેશો આપ્યા છે
કોઈપણ પરિસ્થિતિમાં મદદ માટે હેલ્પલાઇન નંબર અને કંટ્રોલરૂમ્સ કાર્યરત કરી દેવામાં આવ્યા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા. ટોલ-ફ્રી નંબરો (112 અને 1077) અને ઠવફતિંઆા વોટસ એપ હેલ્પલાઇન9488981070 જારી કરી લોકોને હેલ્પલાઇન નંબર નો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે
વહીવટી દ્વારા વાવાઝોડાની શક્યતાના પગલે 164 પરિવારોને સલામત રીતે સ્થળાંતરિત કરાયા છે અને 4153 બોટ દરિયામાંથી પાછી બોલાવી લેવામાં આવી છે.