સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે આવતીકાલે બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું છે તે પૂર્વે જ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. નવ-નવ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.
તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વાવાઝોડાથી ઝીરો કોમ્યુલીટી માટે સરકાર પણ સજ્જ બની છે. ગઇકાલ સવારથી વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ અલગ-અલગ જિલ્લાઓમાં મોરચો સંભાળી લીધો છે.
ધંધા-રોજગાર બંધ રાખવાની ઘોષણા કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા પણ પળે-પળના રિપોર્ટ મેળવવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા કેટલાક મોટા નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના પણ જણાય રહી છે.