- ચક્રવાતથી અનેક ઘરો, વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી: પશ્ર્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદ: વાવાઝોડા પૂર્વે જ એક લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર
ચક્રવાત ’રેમાલ’એ પશ્ચિમ બંગાળમાં તબાહી મચાવી છે. ચક્રવાતથી ઘરો ધરાશાયી થયા હતા. વૃક્ષો ધરાશાયી થયા હતા અને વીજ થાંભલા પણ પડી ગયા હતા. ચક્રવાત આવે તે પહેલા પશ્ચિમ બંગાળના સંવેદનશીલ વિસ્તારોમાંથી એક લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હવામાન કચેરીએ જણાવ્યું કે, ચક્રવાતી તોફાન રેમાલે રવિવારે રાત્રે 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે લેન્ડફોલ કર્યું હતું.
ચક્રવાત ’રેમાલ’ રવિવારે રાત્રે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટક્યું છે. ચક્રવાત રેમાલ, જે રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાયું, તેની અસર આજે સોમવારે ધીમે ધીમે ઓછી થવાની છે. એમ ભારતના હવામાન વિભાગે જણાવ્યું હતું. જો કે, તેણે પશ્ચિમ બંગાળમાં વિનાશનું પગેરું છોડી દીધું છે. વૃક્ષો ધરાશાયી થઈ ગયા, મકાનો ધરાશાયી થઈ ગયા અને વીજ થાંભલાઓ ધરાશાયી થઈ ગયા. હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસા પહેલા જ બંગાળની ખાડીમાં પહોંચેલું આ પ્રથમ ચક્રવાત છે. જળ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, તે વધુ થોડા સમય માટે લગભગ ઉત્તર અને પછી ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે. આજે સવાર સુધીમાં તે ધીમે ધીમે નબળું પડીને ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થયું છે. અગાઉ, 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
સુંદરબનના ગોસાબા વિસ્તારમાં કાટમાળથી એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ચક્રવાત આવે તે પહેલા પશ્ચિમ બંગાળના સંવેદનશીલ વિસ્તારોમાંથી એક લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ચક્રવાત રેમલ હવે નબળું પડી રહ્યું છે
ચક્રવાત રેમાલ હવે નબળું પડી રહ્યું છે આગામી થોડા કલાકોમાં તે વધુ નબળું પડશે. ઉત્તર બંગાળની ખાડી પરનું ’રેમાલ’ છેલ્લા 6 કલાક દરમિયાન 11 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યું છે. આ સિસ્ટમ ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી અને આજે ધીમે ધીમે નબળી પડી જાય તેવી શક્યતા છે. આ પછી તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને ધીરે ધીરે નબળી પડી જશે.
કાલે ગુજરાતના વરસાદની આગાહી, ચોમાસુ વહેલું આવવાની પણ શકયતા
પશ્ચિમ બંગાળના કાંઠે ’રેમાલ’ ચક્રવાત ટકરાયું છે. હાલ સ્થિતિ એવી છે કે, દેશના બે રાજ્ય પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ છે. ત્યારે ગુજરાતમાં પણ વાવાઝોડાની અસરને પગલે વરસાદની આગાહી છે. ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. ઉપરાંત આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.
ફ્લાઇટ અને રેલવે પરિવહનને ભારે અસર
કોલકાતા સહિત દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 14 ટીમો તૈનાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે એસડીઆરએફ ટીમો તૈયાર કરી છે. ચક્રવાત રમાલે કોલકાતા અને દક્ષિણ બંગાળના અન્ય ભાગોમાં હવાઈ, રેલ અને પરિવહનને અટકાવી દીધું છે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ રેલવેએ કેટલીક ટ્રેનો રદ કરી છે. કોલકાતા એરપોર્ટે 21 કલાક માટે ફ્લાઈટ ઓપરેશન સ્થગિત કર્યું, જેના કારણે 394 ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ. કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદરે પણ કામગીરી સ્થગિત કરી દીધી છે.