જવાનોએ ૧૦ દિવસ દરમિયાન ૫૮૦ કિલોમીટરની દુર્ગમ સાયકલયાત્રા પૂર્ણ કરી

જામનગર આઇએનએસ વાલસૂરાના જવાનોએ લદાખમાં ૪૦ ડીગ્રી ગરમી અને માઇનસ ૫ ડીગ્રી ઠંડીમાં સાયકલ યાત્રા દ્વારા ૬ શિખર સર કરી સાહસિકતાનું અદમ્ય ઉદાહરણ પુરૂં પાડયું છે.દુનિયાના સૌથી કઠીન માર્ગો અને ખાઇમાંથી પસાર થઇ ૧૦ દિવસમાં ૫૮૦ કીલોમીટરની દુર્ગમ સાયકલ યાત્રા પૂર્ણ કરી વાલસૂરાની સાથે જામનગરનું ગૌરવ વધાર્યું છે.

જામનગર આઇએનએસ વાલસૂરાના લેફટનન્ટ કમાન્ડર આદિત્ય સચદેવા,સબ લેફટનન્ટ આરૂશ શર્મા,અભિષેક કુમાર તથા વેદપાલ,કુલદીપ,સ્ટુવર્ડ,સંતોષકુમારની ટીમે દુનિયાના સૌથી કઠીન લદાખના માર્ગો અને ખાઇમાંથી પસાર થઇ ૧૦ દિવસમાં ૫૮૦ કીલોમીટરનું દુર્ગમ સાયકલ યાત્રા અભિયાન પૂર્ણ કર્યું છે.અભિયાનમાં દુનિયાની સૌથી ઉંચી વાહન ચલાવવાની યોગ્ય સડક પર આવેલા બે શિખરને સર કર્યા હતાં.વાલસૂરાની ટીમે ૯ જુલાઇના મનાલીથી પ્રસ્થાન કર્યું હતું.સાયકલ યાત્રા દરમિયાન વાલસૂરાના જવાનોએ લદાખના પહાડી માર્ગો પર આવેલા ૬ શિખરો સર કરવાની સાથે ૧૫૩૦૨ ફુટની ઉંચાઇ પર સ્થિત પ્રસિધ્ધ ૨૧ ગાટા લુપો ઉપર બહાદુર જવાનોએ પહોંચી વિજય પતાકા લહેરાવી હતી.લદાખની ભૌગોલીક સંરચના અને વાતાવરણ સૌથી મોટો પડકાર હોય અભિયાન દરમ્યાન વાલસૂરાના જવાનોએ બપોરના સમયે ૪૦ ડીગ્રી ગરમી અને રાત્રીના માઇનસ ૫ ડીગ્રી ઠંડીનો સામનો કર્યો હતો.આમ છતાં તમામ પડકારોનો સામનો કરી વાલસૂરાના જવાનોએ ૧૮ જુલાઇના સાયકલ યાત્રા પૂર્ણ કર્યું હતું.

જામનગર આઇએનએસ વાલસૂરાના જવાનોએ લદાખમાં ૪૦ ડીગ્રી ગરમી અને માઇનસ ૫ ડીગ્રી ઠંડીમાં સાયકલ યાત્રા દ્વારા ૬ શિખર સર કરી સાહસિકતાનું અદમ્ય ઉદાહરણ પુરૂં પાડયું છે.દુનિયાના સૌથી કઠીન માર્ગો અને ખાઇમાંથી પસાર થઇ ૧૦ દિવસમાં ૫૮૦ કીલોમીટરની દુર્ગમ સાયકલ યાત્રા પૂર્ણ કરી વાલસૂરાની સાથે જામનગરનું ગૌરવ વધાર્યું છે.

જામનગર આઇએનએસ વાલસૂરાના લેફટનન્ટ કમાન્ડર આદિત્ય સચદેવા,સબ લેફટનન્ટ આરૂશ શર્મા,અભિષેક કુમાર તથા વેદપાલ,કુલદીપ,સ્ટુવર્ડ,સંતોષકુમારની ટીમે દુનિયાના સૌથી કઠીન લદાખના માર્ગો અને ખાઇમાંથી પસાર થઇ ૧૦ દિવસમાં ૫૮૦ કીલોમીટરનું દુર્ગમ સાયકલ યાત્રા અભિયાન પૂર્ણ કર્યું છે.અભિયાનમાં દુનિયાની સૌથી ઉંચી વાહન ચલાવવાની યોગ્ય સડક પર આવેલા બે શિખરને સર કર્યા હતાં.વાલસૂરાની ટીમે ૯ જુલાઇના મનાલીથી પ્રસ્થાન કર્યું હતું.સાયકલ યાત્રા દરમિયાન વાલસૂરાના જવાનોએ લદાખના પહાડી માર્ગો પર આવેલા ૬ શિખરો સર કરવાની સાથે ૧૫૩૦૨ ફુટની ઉંચાઇ પર સ્થિત પ્રસિધ્ધ ૨૧ ગાટા લુપો ઉપર બહાદુર જવાનોએ પહોંચી વિજય પતાકા લહેરાવી હતી.

લદાખની ભૌગોલીક સંરચના અને વાતાવરણ સૌથી મોટો પડકાર હોય અભિયાન દરમ્યાન વાલસૂરાના જવાનોએ બપોરના સમયે ૪૦ ડીગ્રી ગરમી અને રાત્રીના માઇનસ ૫ ડીગ્રી ઠંડીનો સામનો કર્યો હતો.આમ છતાં તમામ પડકારોનો સામનો કરી વાલસૂરાના જવાનોએ ૧૮ જુલાઇના સાયકલ યાત્રા પૂર્ણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.