આજે એકદમ દોડધામની જિંદગીમાં દરેક વ્યક્તિ ધીરે-ધીરે પોતે સાયકલને ભૂલતા જાય છે. ત્યારે જીવનમાં આ સાયકલ સાથે જીવન જીવતા અનેક ફાયદા થાય છે. ત્યારે હવે લોકો આ સાયકલ ફેરાવતા ભૂલી ગયા છે અને નાના બાળકોથી લઈ મોટા દરેકને વિવિધ વાહાનો તેમાં બાઇક અને સ્કૂટરના શૌખીન થઈ ગયા છે. ત્યારે આજે વિશ્વ સાયકલ દિવસ નિમિતે તમે પણ જાણો તેના ખાસ ફાયદા.

વજન ઘટશે 

આજના યુગમાં દરેક વ્યક્તિ હેલ્થ સાથે ખૂબ કાળજી રાખતા થઈ ગયા છે. ત્યારે અઠવાડિયે એક-બે સાયકલ ફેરવવાથી ૮૨૦૦ કિલોજ્યુલ્સ કેલેરી ઘટી જાય છે.

રકતપરિવહન સુધરે છે

રક્ત પરિવહન સરખું ના હોવાના કારણે અનેક બીમારીથી લોકોને સામનો કરવો પડે છે. ત્યારે દરરોજ દિવસની ૩૦ મિનિટ સાયકલ ફેરાવાથી અનેક બીમારી દૂર થઈ શકે અને તેનાથી હાડકાં પણ મજબૂત થાય છે.

સ્ટ્રેસ ઓછું થશે 

આજના યુગમાં સ્ટ્રેસ તે દરેકને અનેક રીતે થતું હોય છે ત્યારે જો આવા સમયમાં સાયકલને મિત્ર બનાવીએ તો તેનાથી અનેક ખાસ ફાયદા થાય છે. જેના કારણે લોકો પ્રકૃતિ પ્રેમી થતાં જાય છે અને કુદરતને પણ નિહાળવાની એક તક આપે છે.

 સુગરને કંટ્રોલમાં રહે છે  

નાનાથી લઈ મોટા દરેકને મીઠાઇ ખૂબ પ્રિય છે. ત્યારે જો અમુક પ્રમાણથી વધુ મીઠાઇ જો વ્યક્તિ ખાય તો તે ડાયબીટીસના દર્દી બની જાય છે. ત્યારે બે પ્રકારના ડાયબીટીસ હોય તેમાંથી સાયકલ ફેરાવાથી સુગર લેવલ કંટ્રોલમાં રાખે છે અને તેનું જોખમ દૂર પણ કરે છે.

હાડકાં મજબૂત બને

જો દિવસમાં રોજે એક વાર કે બે વાર તમે સાયકલ ફેરવાની આદત પાડો. તો તેનાથી તમારા હાડકાં અને શરીર બન્નેને કસરત થશે અને તેનાથી મનને પણ તાજગીની અનુભૂતિ થતી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.