એસપી અને બીએસપીના વડા વિધાનસભા ચૂંટણીઓમાં બેઠકોની ફાળવણી મુદ્દે ટૂંક સમયમાં કરશે જાહેરાત

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છસગઢની વિધાનસભા ચૂંટણીઓમાં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પક્ષની જુગલજોડી જામે તેવી શકયતા છે. હાલ બન્ને પક્ષોના નેતાઓ વચ્ચે બેઠકોની ફાળવણી સહિતના મુદ્દે મીટીંગ થઈ ચૂકી છે. થોડા દિવસોમાં જ સપા અને બસપાની નેતાગીરી જોડાણની જાહેરાત કરે તેવી ધારણા છે.

આ મામલે સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અખીલેશ યાદવે કહ્યું હતું કે, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ચૂંટણીઓ માટે અમે જીજીપી સાથે જોડાણ કર્યું છે. હવે બીએસપી સાથે ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે. અખીલેશ યાદવના આ નિવેદન બાદ હવે ત્રણેય રાજયોની વિધાનસભા ચૂંટણીમાં સપાને બસપાની જુગલજોડી જામશે તેવુ માનવામાં આવે છે.

અલબત કયાં રાજયમાંથી કોણ કેટલી બેઠક લડશે તે મામલે હજુ ખુલાશો કરવામાં આવ્યો નથી. સમાજવાદી પક્ષે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ૩૦ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવાની તૈયારી કરી છે. જેમાંથી ૧૦ ઉમેદવારોની જાહેરાત તો થઈ ચૂકી છે.

રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ બેઠકોની ફાળવણી મુદ્દે ચર્ચા બાદ નિર્ણય લેવાશે.મધ્યપ્રદેશની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત બીએસપી ગઈકાલે જ કરી ચૂકી છે. બહુજન સમાજવાદી પક્ષે વધુ ૨૮ નામોની યાદી જાહેર કરી છે. કુલ ૨૩૧ બેઠકોમાંથી અત્યાર સુધીમાં ૫૦ ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે.

છત્તીસગઢમાં બીએસપીને હવે એસપી સાથે જોડાણ કરવા કોઈ મુશ્કેલી નથી. અલબત કોંગ્રેસના બળવાખોર અજીત જોગી સાથે બસપાનું જોડાણ ૨૦૧૯ લોકસભા ઉપર અસર કરે તેવી પણ શકયતા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.