લાંબા સમયની ઇન્તેજારી બાદ નિર્માણ પામનાર નવી સંસદ ભવનની ડિઝાઇન તૈયાર કરનાર દેશની અગ્રણી ક્ધસલ્ટન્ટ એજન્સીની ટીમ દ્વારા જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન અને વિલીંગ્ડન ડેમના બ્યુટિફિકેશન માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન અને વિલીંગ્ડન ડેમના બ્યુટિફિકેશનની ડિઝાઇન, પ્લાનિંગ કરવાની કામગીરી દેશની અગ્રણી ક્ધસલ્ટન્ટ એજન્સી એચસીપી ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમીટેડ એજન્સીને સોંપવામાં આવી છે. ત્યારે આ વિકાસ કામો કરવા માટે એજન્સીની ટીમ જૂનાગઢ આવી પહોંચી છે. વિવિધ એનગલ સાથે ડ્રોન કેમેરાની મદદથી સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ તેઓ પોતાનો રિપોર્ટ મનપામાં કમિશ્નરને સોંપશે. બાદમાં આ રિપોર્ટ રાજ્ય સરકારમાં રજૂ કરી અંતિમ મંજૂરી મેળવી નરસિંહ તળાવના બ્યુટિફિકેશન અને વિલીંગ્ડન ડેમના વિકાસની કામગીરી શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના નરસિંહ મહેતા તળાવના બ્યુટી ફિક્શન કામગીરી માટે એજન્સીને ૧.૩૮ કરોડ રૂપિયાની ક્ધસલ્ટીંગ ફિ ચૂકવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.