- સાયકલ મારી સરરર સરરર જાય .. ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય..
- હેલધી રહેવું હોય તો દરરોજ સાયકલ ચલાવવી જોઈએ, સાયકલ ચલાવવાથી અનેક બિમારીઓ માથી છુટકારો મળશે
- વજન ઘટે , હૃદય રોગ નું જોખમ ઘટે , રોગ પ્રતિકારક શક્તિ વધે છે
સાયકલ મારી સરરર સરરર જાય ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય… આવું તો આપને સૌ એ નાના હતા ત્યારે સાંભળ્યું જ હશે. આજે સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિ દરરોજ પોતાના વર્ક આઉટ પર પૂરતું ધ્યાન આપે છે.. જો રોજિંદા વર્કઆઉટ માં સાયકલ ચલાવવાની આદત હોય તો બીજી કાઈ કરવાની જરૂરત રહેતી નથી કારણકે સાયકલ ચલાવવી એ એક સારી કસરત છે. સાયકલિંગ કરવાથી આખો દિવસ એનરજેટીક રહી શકાય છે..
ત્યારે રોજિંદા જીવનમાં સાયકલ ના ઉપયોગ ને લોકપ્રિય બનાવવા ના ઉદ્દેશ્ય થી દર વર્ષે 3 જૂન ના રોજ વિશ્વ સાયકલ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.. સાયકલ શારીરિક સ્વાસ્થ્ય સાથે પર્યાવરણ માટે પણ અનુકૂળ છે..
સયુંકત રાષ્ટ્ર દ્વારા પ્રથમ વખત સત્તાવાર વિશ્વ સાયકલ દિવસ 3જૂન 2018ના રોજ ઉજવવામાં આવ્યો હતો..ભારત માં પણ છેલ્લા 6 વર્ષ થી આ દિવસ ઉત્સાહ થી ઉજવવામાં આવે છે ..આ પાછળ નું કારણ કોરોના કાળ હોઈ શકે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી
પરિવહન માટેનો એક સરળ, વ્યાજબી, વિશ્વસનીય અને વાતાવરણની સુરક્ષાને પ્રોત્સાહિત કરતા સાયન સાઈકલનું મહત્વ લોકો સુધી પહોંચાડવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે
વર્ષો પહેલા માણસ બધે જ પગપાળા યાત્રા કરતો ચક્રની શોધ બાદ બળદગાડામાં સફર કરતો માનવી આજે ચંદ્ર સફરે પહોંચી ગયો પણ સાયકલ હજી આજે પણ માનવી સાથે જોડાયેલી છે. પહેલા પણ અને આજે પણ સાયકલ ચલાવવી સ્ટેટ્સ અને સ્વાસ્થ્યનું સિંમ્બોલ છે. સાયકલની સુહાની સફર આજે પણ અંકબંધ છે. સાઇકલની સફર કરવી જેવા તેવાનું કામ નથી. ગરીબ કે શ્રીમંત આજે બધા સાઇકલ ચલાવે છે. સાયકલએ આપણા જીવનની કલ, આજ ઔર કલ છે. કોઇ વ્યક્તિ એવી નહીં હોય કે સાઇકલ ચલાવતાં પડી ન હોય. સ્કૂટર ચલાવતા પહેલા સાયકલ ચલાવતા આવડવી જરૂરી છે. એક સમયે સાઇકલ ચલાવવા પણ લાઇસન્સ લેવું પડતું અને આજે લાઇસન્સવાળી ગાડી ચલાવતાં પહેલા સાઇકલ શીખવી પડે છે. સાઇકલ બેલેન્સ શીખવે છે. ચોપડી વાંચી સાઇકલ ચલાવતા આવડી જતી નથી.
નાનપણમાં તમારા માતા-પિતાએ તમને ત્રણ પૈંડા અને બે પૈંડાવાળી સાઇકલ લઇ આપી હશે. તમે પિતા સાથે સાયકલ મુસાફરી પણ કરી હશે. હવે આ સાયકલ તમારા બાળકોને ચલાવતાં શીખવી એ નિયમિત સાયકલ ચલાવે એવી તમારી સાઇકલ બનાવજો. આજથી 40 વર્ષ પહેલા સાયકલમાં ડાયનામો મુકીને લાઇટ કરતાં સાયકલમાં લાઇટ ન હોય તો પોલીસ પકડતા. ટાયર સાથે ફુગ્ગા બાંધીને વિચિત્ર અવાજો સાથે પૂરપાટ દોડાવતા સાયકલ પાછળ ભાઇબંધોની ટોળી સાથે શેરીનાં સ્ટ્રીટ ડોગ પણ દોડતા !!
એક સમયે સાઇકલ કરતાં બાઇક હોવી એ સામાજીક પ્રતિષ્ઠા ગણાતી આજે જ્યારે સાયકલએ ‘ફૂલ’ હોવાની નિશાની ગણાય છે. ખાસ કરીને શહેરી યુવાનોમાં ગીયર વાળી સાઇકલ લોકપ્રિય બની છે.
સાયકલએ ભારતના મોટાભાગનાં વિસ્તારોમાં મુસાફરીનું મુખ્યા સાધન છે. પહેલાની સરખામણીએ આજે વધુ સંખ્યામાં સાયકલ ખરીદવામાં સમર્થ બન્યા છે. 2005માં ભારતમાં 40% થી વધુ પરિવારો પાસે ઓછામાં ઓછી એક સાઇકલ હતી. રાજ્યસ્તર પર સાઇકલ માલિકીનો દર લગભગ 30% થી 70% વચ્ચે છે. શહેરી વિસ્તારોમાં અનૌપચારિક ક્ષેત્રોમાં કર્મચારીઓની સફર માટે 50 થી 75% જેટલા લોકો સાયકલ ચલાવતા થયા છે.
સાયકલ ચલાવવાના આ રહ્યા 10 ફાયદા
વજન ઘટે છે
પગના સ્નાયુઓ મજબૂત બને છે.
એકાગ્રતા વધે છે.
શરીરનું પોશ્ચર યોગ્ય રહે છે.
બેડ કોલેસ્ટેરોલમાં ઘટાડો થાય.
બ્રેઈન પાવર વધે છે.
હાર્ટ-એટેકનં જોખમ ઘટે છે.
રોગપ્રતિકારક શકિત વધે છે.
ગુડ કોલેસ્ટોરોલ વધે છે.
સાઈકલીંગ એ વર્કઆઉટ કરવાની અકે સારી રીત છે
પહેલાના સમયમાં સાઈકલ પરિવહનનું એક માત્ર સાધન માનવામાં આવતું હતુ. આજના સમયમાં સાઈકલ ચલાવવી એ વર્ક આઉટનો અકે ભાગ બન્યો છે. સાઈકલ ચલાવવાના અનેક ફાયદાઓ છે. સાઈકલ ચલાવતી વખતે શરીરનાં દરેક અંગની કસરત થાય છે. પેડલીંગ કરતી વખતે સ્નાયુઓનો મોટો સમુહ એકિટવ થાય છે. જેનાથી સ્નાયુઓ અને પગ મજબૂત થાય છે. આ દરમિયાન લાંબા અને ઉંડા શ્ર્વાસ લેવાથી ફેફસાં મજબૂત બને છે. એ કાર્ડિયોવેસ્કયુલર સ્વાસ્થ્ય માટે ખૂબજ અસરકારક વર્કઆઉટ માનવામાં આવે છે. તથા ઘૂંટણની લવચીકતા જાળવવામાં ઉપયોગી બને છે. દરરોજ સવારે સાઈકલ ચલાવવી જોઈએ. જેનાથી બ્લડ સકર્યુલેશન સુધરે છે. અને પોઝિટિવ ફીલ અનુભવાય છે.
સાયકલનો છે રસપ્રદ ઇતિહાસ
19મી સદીની શરૂઆતમાં જર્મન બેરોનકાર્લ ડ્રેસીસ દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ બે વ્હીલવાળા પરિવહન ઉપકરણ સાથે સાયકલનો ઇતિહાસ શરૂ થયો. તેમની સાદી ડાંડી હોર્સ ડિઝાઇન અસંખ્ય અન્ય સંશોધકોને પ્રેરણા આપી. આશરે 1500 બોડીના સ્કેચને લીપોનાર્ડોદા વિન્સીના વિદ્યાર્થી ગિયાન કેપ્રોટીને આભારી છે. પરંતુ 1998માં હેન્સ-એરહાર્ડ લેસીંગ દ્વારા હેતુપૂર્ણ છેતરપિંડી તરીકે તેનું વર્ણન કરવામાં આવ્યું હતું.
આજે સાયકલ વેપારનું માધ્યમ બની !!
સાયકલ માત્ર પરિવહનનું સાધન રહ્યું નથી. ધીરેધીરે ત્રણ પૈડાની સાઇકલ રીક્ષા બહાર આવી. જે આજે પણ ભારતમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને દિલ્હી, યુ.પી.ના નાના વિસ્તારોમાં સાયકલ રીક્ષા દ્વારા પરિવહન થાય છે. તો સાઇકલ ફેરિયાઓ માટે મહત્વનું સાધન બન્યું છે. દૂધ, તાળા, કિચેન, મોબાઇલ કવર, છાપાઓ વિગેરે જેવી વસ્તુઓ સાથે ફેરીયાઓ આજે પણ જોવા મળે છે. તો સાઇકલ પર જાહેરાતના બોર્ડ લગાવવાએ માર્કેટીંગ સ્ટ્રેન્ડ બની છે. સાયકલ આજે પરિવહન સાથે વેપારનું પણ માધ્યમ બની છે.
સાયકલ ચલાવતા પહલા આ ભૂલ ન કરો
ચરબીયુકત ખોરાક લેવાનું ટાળવું વધારે પાણી ન પીવું જોઈએ.
સ્ટ્રેચિંગ ન કરવું. ધ્રુમ્રપાન ટાળવું
જમ્યા પછી તરત સાયકલ ન ચલાવવી.
સરકાર સાયકલ ખરીદનારને 1000 રૂપિયા સબસીડી આપે છે: પાર્થ મહેતા
ગેલેકસી સાયકલ એજન્સીના સંચાલક કે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે વિશ્ર્વ સાયકલ દિવસ છે. બધાએ અઠવાડીયામાં એક દિવસ એવો કાઢવો જોઇએ કે આપણા બધા કામમાં ગાડીને બદલે સાયકલનો ઉપયોગ કરવો. સાયકલના ફાયદા એ છે કે પર્યાવરણને નુકશાન થતું નથી અને સ્વાસ્થ્ય ને પણ સારુ રાખે છે. અત્યારે ઘણા પ્રકારની સાયકલ આવે છે. સિટી બાઇક, માઉન્ટેન બાઇક, હાઇબ્રિડ અને રોડ બાઇક જેમાં સૌથી સારી રોડ બાઇક છે. જેનો ઉપયોગ રસ્તા પર સાઇકલ ચલાવવા માટે ે હાઇબિડ સાયકલ લાંબા રૂટ માટે ે. અને અત્યારે ગેરવાળી સાઇકલની માંગ વધુ છે. અત્યારે સાયકલમાં નાના બાળકોની સાયકલ 3000 થી 6000
સુધીની હોય છે. જયારે મોટાની 6000 થી 2.50લાખ સુધીની હોય છે. અને તેનાથી વધુ મોંધી 3 થી 1પ લાખ સુધીની મળી રહે છે. પહેલાના સમયમાં સાયકલનું મહત્વ હતું. અત્યારે પાછુ મહત્વ વઘ્યું છે. કોવિડ પછી સાયકલનું મહત્વ વઘ્યું છે. સાયકલ જાગૃતિ માટે આર.એમ.સી. પણ મદદ કરે છે. અને અમે પણ ગયા વર્ષે ગેલેકસી સાઇકલોથોન નામની સાયકલ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્કુલના બાળકોમાં જાગૃતિ લાવી હતી. સરકાર પણ છેલ્લા બે વર્ષથી સાયકલ ખરીદનારને એક હજાર રૂપિયાની સબસીડી આપે છે.