87 લોકો સાયકલ યાત્રામા જોડાયા

બ્રહ્મકુમારીઝ સંસ્થા દ્વારા રવિવારે  સાયકલ યાત્રાનું  આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા બ્રહ્માકુમારી ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદીના વરદ હસ્તે સાઇકલ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા શાસ્ત્રી મેદાનથી શરુ થઈ શહેરના વિવિધ માર્ગો પર થઈને રાજનગર ચોક ખાતે યાત્રા સમાપન કરવામાં આવી હતી. સાઇકલ યાત્રામા 87 લોકો જોડાયા હતા.આ યાત્રાનો મુખ્ય હેતું આજની જીવનશૈલીમાંથી ટેન્શન, તનાવ, ડિપ્રેશનને દુર કરીએ અને ચિંતામુક્ત જીવનશૈલી ખુશનુમા વાતાવરણમાં આવે તે માટે લોકોને પ્રેરિત કરવામાં આવે છે.

લોકોમાં આનંદ, ખુશી, શાંતિ ફેલાય તે હેતુ છે.જ્ઞાન સૂર્ય પ્રગટા અજ્ઞાન અંધેર વિનાશ સાયકલ યાત્રાની થીમ હતી. અગાઉ પણ બ્રહ્મકુમારીઝ દ્વારા સડક યાત્રા, ટુ વ્હીલર, ફોર વ્હીલર યાત્રાનું આયોજન કરેલ છે.બ્રહ્મકુમારીઝ સંસ્થા અનેક સેવાકીય કાર્ય કરી રહી છે.બ્રહ્મકુમારીઝ દ્વારા આગામી સમયમા તા 8 થી 16 ફેબ્રુઆરી દરમિયાન શાસ્ત્રીમેદાન રાજકોટ ખાતે અલવિદા તનાવ કાર્યક્રમ યોજાશે.

આ 9 દિવસના કાર્યક્રમ દરમિયાન ચિંતા મુક્ત જીવનશૈલી, ખુશી ઉત્સવ, સ્વયંમને સમજીએ આત્મજ્ઞાન, ગહન ઇશ્વરીય અનુભૂતિ આનંદ ઉત્સવ, સુખી જીવનનું રહસ્ય પરિવર્તન ઉત્સવ દરરોજ અલગ અલગ ઉત્સવ મનાવવામાં આવશે. જેમાં તનાવમુક્તિ વિશેષજ્ઞ બ્ર.કુ. પૂનમબેન ઉપસ્થીત રહશે.  આધ્યાત્મિક જીવનશૈલી અપનાવીએ.. ડાયાબિટીસ, બી.પી., હૃદયરોગ તથા ડિપ્રેશન દુર ભગાવીએ… અલવિદા તનાવ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.