કિશાનપરા ચોકથી રેલીનું પ્રસ્થાન: શાળાનાં પ્રિન્સીપાલ, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ રેલીમાં ઉત્સાહભેર જોડાયા
પોદાર સ્કુલ દ્વારા આજે સેવ ટ્રી, સેવ વોટર અંતર્ગત પર્યાવરણ જાગૃતિ અર્થે સાયકલ રેલી યોજવામાં આવી હતી. આ સાયકલ રેલીનું કિશાનપરા ચોકથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રેલીમાં શાળાનાં પ્રિન્સીપાલ, અધ્યાપકો તેમજ ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
પોદાર સ્કુલના દિશાની મહેતાએ જણાવ્યું હતું કે, અમારો આજનો કાર્યક્રમ પાણી બચાવો, વૃક્ષો વાવો, સેવ ટ્રી, સેવ વોટરના સંદેશા માટે સાઈકલ રેલી કરવામાં આવી છે. અમારી એક ઈવેન્ટ છે ગીવીંગ બેક તેના પાર્ટ નિમિતે છે. સ્કુલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, મહેમાનો બધો જોડાયા છે. સુંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમારે ત્યાં દરેક વખતે કોઈને કોઈ ઈવેન્ટ થતી હોય છે કારણે અમે બાળકોના સાર્વત્રિક વિકાસમાં માનીએ છીએ. માત્ર ભણવું જ નહીં પરંતુ ગમ્મત સાથે જ્ઞાન, રમત-ગમત, સાંસ્કૃતિક પ્રવૃતિઓ સતત ચાલતી હોય તે આવશ્યક છે.
પોદાર ઈન્ટરનેશનલ સ્કુલના પ્રિન્સીપાલ સુધાંશુ શેખર નાયકે જણાવ્યું કે, આજે અમે જે રેલીનું આયોજન કર્યું છે સાઈકલ ફોર લાઈફ, ફિટ ઈન્ડિયા, ડ્રાઈવ, સેવ ટ્રી, સેવ વોટર. અમે લોકો વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા માંગીએ છીએ કે આપણે આપણા પર્યાવરણને બચાવવું જોઈએ. વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ, પાણી બચાવવું જોઈએ, આજે અમે જે ડ્રાઈવની શરૂઆત કરી છે તે દર રવિવારના રોજ વિદ્યાર્થીઓ જયાં પાણીની, વૃક્ષોની ઉગાડવાની જરૂરત છે ત્યાં જઈને સાઈલેન્ટલી મેસેજ પાસ કરશે તેથી કરીને લોકોમાં જાગૃતિ આવે.
કેપ્ટન જયદેવ જોશીએ જણાવ્યું કે, પોદાર ઈન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા જે પર્યાવરણ બચાવવા માટેની સાઈકલ રેલી છે તે ચોકકસપણે સૌને ઉજાગર કરશે. સૌના મનમાં હૃદયમાં પ્રેરીત કરશે કે પર્યાવરણ બચાવવામાં કાંઈક કરવું જોઈએ. અત્યારની જનરેશન ફાસ્ટ મની, ફાસ્ટ સકસેસ અને કવીક મની, કવીક સકસેસ માટેની છે. તેને આ સંદેશ છે કે સાયકલનાં જયાં સુધી પડેલ નથી મારતા જયાં સુધી પરીશ્રમ નથી કરતા ત્યાં સુધી પરીણામ મળતું નથી.
દિલ્હી પબ્લીક સ્કુલના પ્રિન્સીપાલ મનોજ દુબેએ જણાવ્યું કે, આ ખુબ સારી શરૂઆત છે, હું સમજું છું કે કોઈપણ વાત સમાજમાં લઈ જવાની હોય તો વિદ્યાર્થીના માધ્યમથી સારી રીતે જશે અને આ પોદાર ગ્રુપના પ્રિન્સીપાલને અભિનંદન પાઠવીશ. અહીંયા બાળકો ઉત્સુક છે. સમાજના લોકો પણ ખુશ છે તેની થોડી અસર સમાજ ઉપર પડશે. છોકરાઓ પાણી બચાવશે, વૃક્ષો વાવશે તો મારા હિસાબે સમાજની સેવા થશે સાથોસાથ પ્રકૃતિની પણ સેવા થશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકુમાર કોલેજના વાઈસ પ્રિન્સીપાલ અભિજીતદાસે જણાવ્યું કે, પોદાર ઈન્ટરનેશનલ સ્કુલના પ્રિન્સીપાલના આમંત્રણથી રેલીમાં મારું યોગદાન આપવા આવ્યો છું. એજયુકેશન ક્ષેત્રમાં હોવાથી અમે સમજી છીએ કે વિદ્યાર્થીઓ તથા સ્કુલ સમય દરમિયાન માતા-પિતાની સાથે-સાથે સ્કુલ પણ જોડાય તો આપણી આસપાસની અસુવિધા છે. ગ્લોબલ પ્રોબલેમ છે. લોકલ પ્રોબલેમ છે.
એન્વાયરોમેન્ટના વિદ્યાર્થીઓમાં અવેરનેસ લાવીએ તો મોટા થઈને તેઓ પોતાના કામમાં જાગૃતતાની સાથે સમાજને કાંઈક આપશે તથા ગ્લોબલ કંડિશનને મદદરૂપ થશે. પાણી, વૃક્ષો વગેરે વિશેની અમે સ્કુલમાં જ બિજ રોપણ કરીએ છીએ તેથી મોટા થઈને તેના વિચાર સારા થશે અને તે દેશ અને વિશ્ર્વ માટે સારું થશે.