૧૩મીએ યોજાનારી સાયકલોફનની અનેક મહાનુભાવો હાજર રહ્યા

સાયકલોફન-૨૦૧૯માં ભાગ લેવા લોકોમાં ભારે ઉત્સાહ

રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ ૬ જાન્યુઆરી

રાજકોટ સાયકલ કલબ દ્વારા તા.૧૩મી જાન્યુઆરી ૨૦૧૯ના દિને રાજકોટ મહાનગરપાલીકા તથા રોટરી મીડ ટાઉન લાયબ્રેરીના સહકારથી સાયકલો ફન ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગઈકાલે કિશાનપરા ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બાન લેબના ઓનર મૌલેશભાઈ ઉકાણી, રાજકોટ રેલવે પ્રબંધક પી.બી. નિનાવે તેમજ રાજકોટ સાયકલ કલબના અગ્રણી દિવ્યેશ અધેરા સહિત રોટરી મીટ ટાઉન લાયબ્રેરીના સભ્યો હાજર રહ્યા હતા અને રેસકોર્ષ રીંગ ફરતે સાયકલીંગ કરી હતી.

vlcsnap 2019 01 03 09h29m42s342

મૌલેશભાઈ ઉકાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, સાયકલીંગ કરવું એ હેલ્થ માટે ખૂબજ જરૂરી છે. રોજે સાયકલ ચલાવવાથી તંદુરસ્તી મળે છે.

ગયા વર્ષે પણ મેં સાયકલોફનમાં ભાગ લીધો હતો. આ વર્ષે પણ જોડાયો છું રાજકોટના લોકો વધુને વધુ આ ઈવેન્ટમાં ભાગ લે તેવી અપીલ કરૂ છું.

રાજકોટ રેલવેના પ્રબંધક પી.બી.નીનાવેએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, રાજકોટના લોકોને અપીલ કરૂ છું કે આગામી ૧૩મી જાન્યુઆરીના રોજ યોજાનાર સાયકલોફનની ઈવેન્ટમાં વધુને વધુ લોકો જોડાય અને આજે હું પ્રી ઈવેન્ટમાં જોડાયો છું મને ખૂબજ આનંદ થાય છે.

vlcsnap 2019 01 03 09h27m27s224

રાજકોટ સાયકલ કલબના સભ્ય દિવ્યેશભાઈ અધેરાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, આગામી ૧૩મી જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્રની સૌથી મોટી સાયકલ ઈવેન્ટ યોજાવાની છે. જેના ભાગરૂપે સાયકલીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રાજકોટના અગ્રણીઓએ ભાગ લીધો હતો. સૌરાષ્ટ્રની સૌથી મોટી સાયકલ ઈવેન્ટને સાયકલ રેસ નથી, પણ સાયકલ રાઈડ છે.

આ ઈવેન્ટમાં ૨૫ કિ.મી., ૫૦ કિ.મી., ૭૫ કિ.મી.નું અંતર નિર્ધારીત કરવામાં આવ્યું છે. સમયમર્યાદામાં અંતર પૂર્ણ કરનારા સ્પર્ધકોમાંથી લકકી ડ્રો કરીને વિજેતાઓ નકકી કરી ઈનામો અપવામાં આવશે.

ઉપરાંત રજીસ્ટ્રેશન માટે તથા વધુ જાણકારી માટે રાજકોટ સાયકલ કલબ, રોટરી મીડ ટાઉન લાઈબ્રેરી, અમીન માર્ગ, સિવિક સેન્ટર બિલ્ડીંગ રાજકોટ અથવા ફોન નં. ૦૨૮૧-૨૪૫૪૫૩૭/૩૮ પર સંપર્ક કરવો અને ૬ જાન્યુઆરી સુધી સાયકલોફનનું રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.