પહેલા અને આજે પણ સાઇકલ ચલાવવી સ્ટેટસ અને સ્વાસ્થ્ય સિમ્બોલ!!

કોઇ વ્યકિત એવી નહીં હોય કે સાયકલ ચલાવતા પડી ન હોય, સ્કુટર ચલાવતા પહેલા સાયકલ ચલાવતા આવડવી જરૂરી છે.

વર્ષો  પહેલા બધે જ પગપાળા યાત્રા કરતો ચક્રની શોધ બાદ બળદ ગાડામાં સફર કરતો માનવી આજે ચંદ્ર સફરે પહોંચી ગયો પણ… સાઇકલ  હજી આજે પણ માનવી સાથે જોડાયેલી છે. પહેલા પણ અને આજે પણ  સાઇકલ ચલાવવી સ્ટેટસ અને સ્વાસ્થ્યનું સિમ્બોલ છે. સાઇકલની સુહાની સફર આજે પણ અકબંધ છે. સાઇકલની સફર કરવી જેવા તેવાનું કામ નથી. ગરીબ કે શ્રીમંત આજે બધા સાઇકલ ચલાવે છે. સાઇકલ એ આપણા જીવનની કલા આજ ઔર કલ છે. કોઇ વ્યકિત એવી નહીં હોય કે સાઇકલ ચલાવતાં પડી ન હોય, સ્કુટર ચલાવતા પહેલા સાયકલ ચલાવતા આવડવી જરૂરી છે. એક સમયે સાયકલ ચલાવવા પણ લાઇસન્સ લેવું પડતું અને આજે લાઇસન્સ વાળી ગાડી ચલાવતાં પહેલા સાઇકલ શીખવી પડે છે. સાઇકલ બેલેન્સ શીખવે છે. ચોપડી વાંચી સાઇકલ ચલાવતા આવડી જતી નથી.

નાનાપણમાં તમારા માતા-િ૫તાએ તમને ત્રણ પૈંડા અને બે પૈંડા વાળી સાઇકલ લઇ આપી હશે. તમે પિતા સાથે સાઇકલ મુસાફરી પણ કરી હશે હવે આ સાઇકલ તમારા બાળકોને ચલાવતાં શીખવી એ નિયમિત સાઇકલ ચલાવે તેવી તમારી સાઇકલ બનાવજો. આજથી ૪૦ વર્ષ પહેલા સાયકલમાં ડાયનામો મુકીને લાઇટ કરતાં સાયકલમાં લાઇટ ન હોય તો પોલીસ પકડતા ટાયર સાથે ફુગ્ગા બાંધીને વિચિત્ર અવાજો સાથે પુરપાટ દોડાવતા સાયકલ પાછળ ભાઇબંધોની ટોળી સાથે શેરીનાં સ્ટ્રીટ ડોગ પણ દોડતાં!!

એક સમયે સાઇકલ કરતાં બાઇક હોવી એ સામાજીક પ્રતિષ્ઠા ગણાતી આજે જયારે સાઇકલ એ ‘કુલ’હોવાની નિશાની ગણાય છે. ખાસ કરીને શહેરી યુવાનોમાં ગીયર વાળી સાઇકલ લોકપ્રિય બની છે.

IMG 20191214 WA0339

સાઇકલએ ભારતના મોટાભાગના વિસ્તારોમાં મુસાફરોનું મુખ્ય સાધન છે. પહેલાની સરખામણીએ આજે વધુ સંખ્યામાં સાઇકલ ખરીદવામાં સમર્થ બન્યા છે. ર૦૦પમાં ભારતમાં ૪૦ ટકા થી વધુ પરિવારો પાસે ઓછામાં ઓછી એક સાઇકલ હતી. રાજયસ્તર પર સાઇકલ માલીકીનો દર લગભગ ૩૦ ટકા થી ૭૦ ટકા વચ્ચે છે. શહેરી વિસ્તારોમાં અનૌચારિક ક્ષેત્રોમાં કર્મચારીઓની સફર માટે પ૦ થી ૭૫ ટકા જેટલા લોકો સાઇકલ ચલાવતા થયા છે.

ભારત વિશ્ર્વમાં સાઇકલ ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવે છે. તેમ છતાં કેટલાંક લોકોમાં પરિવહનના સાધન તરીકે સાઇકલના ઉપયોગને લઇને એક પૂર્વગ્રહ છે કે સાઇકલ મોટર વાહનો કરતાં ઓછી સામાજીક પ્રતિષ્ઠા ધરાવે છે. ભારતમાં ‘બાઇક’શબ્દ સામાન્ય રીતે મોટર સાઇકલને સંદર્ભીત કરે છે. પૂર્ણ ભારતનું સૌ પ્રથમ શહેર છે જયાં સાઇકલ માટેના અલગથી માર્ગો ઉપલબ્ધ છે.

સૌથી પહેલી સાયકલને, લૌફમશીન (દોડતું મશીન) નામ આપવામાં આવ્યું હતું. તેની શોધ કરી હતી ૨૯મી એપ્રિલ, ૧૭૮૫ના રોજ જન્મેલા કાર્લ ડ્રાઈસે. કાર્લ ૧૮૧૭ની સાલમાં સૌપ્રથમવાર જર્મનીના મેનહિયમ ખાતે તેમનું આ વિહીકલ લોકો વચ્ચે લાવ્યા હતાં. સાયકલ નામના આ વાહનની શરૂઆત થઈ ત્યારથી તેમાં અનેક પ્રકારની વિવિધતા અને અખતરાઓ થતા રહ્યા છે. એક જમાનો હતો જ્યારે લાકડાની ફ્રેમવાળી સાયકલ બનાવવામાં આવી અને ત્યાંથી શરૂ થયેલી સફરમાં પછી તો એક સમયે આગળનું પૈડું રાક્ષસી કદનું અને પાછળનું પૈડું તેના પ્રમાણમાં ઘણું નાનું હોય તેવી સાયકલ પણ આવી હતી. ક્યારેક આગળની ફ્રેમમાં બે સળિયા હોય એવી સાયકલ પણ આવી અને સાથે જ સાડીઓ પહેરતી છોકરીઓ પણ સાયકલનો વપરાશ કરી શકે તે આશયથી ફ્રેમમાં આગળ ગોળ સળિયો મૂકવામાં આવ્યો હોય તેવી લેડીઝ સાયકલ પણ બનવા માંડી હતી. પરંતુ આપણને શું એ ખબર છે કે, સાયકલની શોધ થઈ કે તે વપરાશમાં લેવાતી થઈ તેનાં વર્ષો પહેલાં કારની શોધ થઈ ચૂકી હતી!

જી હાં, ૧૬૭૨ની સાલમાં ફેરડિનાન્ડ દ્વારા ચાઈના ખાતે એક વરાળથી ચાલતું વાહન બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ વાહન કોઈ પેસેન્જર કે ડ્રાઇવરનો ભાર વહન કરી શકે એટલું સક્ષમ નહોતું આથી તે માત્ર એક રમકડું બનીને રહી ગયું અને કાર કે મોટરકાર જેવા વિચારનું અથવા મોડેલનું ત્યાં જ બાળમરણ થઈ ગયું એમ કહીએ તો ચાલે. ૧૬૭૨ બાદ છેક ૯૭ વર્ષ બાદ એટલે કે, ૧૭૬૯માં નીકોલસ જોસેફ દ્વારા વિશ્ર્વની સૌથી પહેલી કાર બનાવવામાં આવી. તેમણે વરાળથી ચાલતી એક ટ્રાયસિકલ બનાવી જેને તે સમયે કાર તરીકે ઓળખાવવામાં આવી અને ત્યારબાદ ફરી બીજા ૧૧૬ વર્ષ લાગી ગયા, એ વાહન બનાવવામાં જેને આપણે મોટરકાર તરીકે ઓળખાવી શકીએ.

સાયકલ એ આપણા જીવનનું મહત્વનું અંગ રહ્યું છે. બાળક માટે પહેલી તસશહહ શીખવાની શરૂઆત સાયકલથી ચાલુ થઈ  ક્રમશ: બાઈક, કાર વગેરે શીખવામાં આવે છે, પરંતુ  ડ્રાઇવિંગનો પાયો તો  સાયકલ જ છે. ફ્રાન્સમાં ૧૭૩૦ માં શોધાયેલી સાયકલ સમગ્ર વિશ્વનું સૌથી વધુ વપરાતું વાહન છે.

જે તે વખતે સામાન્ય લોકો માટેનું સાધન ગણાતી સાયકલ આજે અમીર લોકો પણ ફરીથી વાપરવા લાગ્યા છે. ગત વર્ષોમાં ભૂલાય જવાને આરે આવેલી સાયકલ આજે સ્ટેટસ સિમ્બોલ ગણાવા લાગી છે. લોકો હવે સાયકલનો નિયમિત ઉપયોગ કરવા લાગ્યા છે. ૨૦૦૦ રૂપિયાથી શરૂ કરીને પાંચ લાખ સુધીની રેન્જમાં મળતી સાયકલ અમીર-ગરીબ બધા માટે સુલભ સાધન છે. લગભગ છેલ્લા ત્રણ ચાર વર્ષથી સાયકલનું ચલણ ફરીથી પ્રચલિત બન્યું છે અને વર્તમાન સમયમાં સુરત, અમદાવાદ, બરોડા, નવસારી, રાજકોટ નગરપાલિકા, મહાનગરપાલિકાની પહેલને લીધે સાયકલનો વપરાશ પૂરબહારમાં ખીલ્યો છે.

નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટે નરેન્દ્ર મોદીને સાયકલની ભેટ આપેલી

176477

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગયા વર્ષે જયારે નેધરલેંડની મુલાકાતે ગયેલા ત્યારે ત્યાંના વડાપ્રધાન માર્ક રૂટે નરેન્દ્રભાઇ મોદીને સાયકલની ભેટ આપેલ હતી. વડાપ્રધાન મોદી ભારત પરત ફર્યા બાદ ટવીટર પર આ ફોટો શેર કરીને નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટનો સાયકલ આપવા બદલ આભાર માન્યો હતો.

પ૦ વર્ષની ઉમર વાળા માર્ક રૂટ એમની લગભગ નાની મોટી શકય યાત્રાઓ સાયકલ પર જ કરે છે એ તો ઘણાને ખબર જ છે કે, પણ શું તમને ખબર છે કે નેધરલેન્ડ દેશ એક જ વિશ્ર્વનો એવો દેશ છે કે જયાં ટોટલ માણસોની વસ્તી કરતા સાયકલની સંખ્યા વધારે છે.

નેધરલેન્ડમાં સાયકલ ચલાવવી એ જીવનની અત્યંત મહત્વનો હિસ્સો છે ભાગ્યે જ કોઇ વ્યકિત હશે જે સાયકલ નહિ ચલાવતી હોઇ

આપણા દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે બે પાંચ દિવસ બુમો પાડીએ છીએ. પણ કયારેય સાયકલ અપનાવીને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ધટાડવછાનો ક્રાંતિકારી વિચાર કોઇએ કર્યો નથી.

સાઇકલનો રસપ્રદ ઇતિહાસ

૧૯મી સદીની શરૂઆતમાં જર્મન બેરોન  કનર્લ ફેસીસ દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ બે વ્હીલ વાળા પરિવહન ઉપકરણ સાથે સાઇકલનો ઇતિહાસ શરૂ થયો. તેમની સાદી ડાંડી હોર્સ ડિઝાઇન અસંખ્ય અન્ય અસંખ્ય અનય સંશોધકોને પ્રેરણા આપી  આશરે ૧પ૦૦ એ.ડી. ના સ્કેચને લીયોનાડોદા વિન્સીના વિઘાર્થી ગિયાન કોપ્રોટીને આભારી છે. પરંતુ ૧૯૯૮માં હેન્સ એર હાર્ડ લેસીંગ દ્વારા હેતુ પૂર્ણ છેતરપીંડી તરીકે તેનું વર્પન કરવામાં આવ્યું હતું.

સાઇકલ વેપારનું માઘ્યમ

સાઇકલ માત્ર પરિવહનનું સાધન રહ્યું નથી ધીરે ધીરે ત્રણ પૈડાની સાઇકલ રીક્ષા બહાર આવી જે આજે પણ ભારતમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને દિલ્હી, યુ.પી. ના નાના વિસ્તારોમાં સાઇકલ રીક્ષા દ્વારા પરિવહન થાય છે. તો સાઇકલ ફરીયાઓ માટે મહત્વનું સાધન બન્યું છે. દુધ, તાળા, કિચન, મોબાઇલ કવર, છાપાઓ વિગેરે જેવી વસ્તુઓ સાથે ફેરીયાઓ આજે પણ જોવા મળે છે. તો સાઇકલ પર જાહેરાતના બોર્ડ લગાવવાએ માર્કેટીંગ સ્ટ્રેજી બની છે. સાઇકલ આજે પરિવહન સાથે વેપારનું પણ માઘ્યમ બની છે.

પ હજારથી શરૂ કરીને દશ લાખ સુધીની સાઇકલ મળે છે

વર્ષો પહેલાની સાઇકલ અને આજની સાઇકલમાં ઘણો ફેર છે. આજે સ્પોર્ટસ સાઇકલને ‘બાયક’તરીકે ઓળખાય છે. આજે ફેરારી, બેમ્બોરગીની, ઇન્ફાયનાઇટ, એસ.એલ.સેવરેન એકસ બાયસિકલ, એકસડીએસ, જેવી ઇન્ટરનેશનલ કંપની સાઇકલ બનાવે છે. જેની કિંમત પ હજાર થી શરૂ કરીને ૧૦ લાખ કે તેથી વધુની છે. કેટેગરી કે તેથી વધુની છે. કેટેગરી વાઇસ હાલ ફેટ બાયસીકલ, ગાઉન્ટેન ટેરેન બાયસીકલ, હાઇબ્રીડ બાયસીકલ, અને રોડ બાયસીકલ ચલણમાં છે. નાના ભૂલકા માટે પ થી ૧૦ હજાર ની સાઇકલ આવે છે. સાયકલીંગ સૌથી બેસ્ટ કસરત છે. માણની હાઇટ વાઇઝ અલગ અલગ સાઇજની સાયકલ ઉપલબ્ધ છે. ત્યારે હવે તો સીટ પર ઉંચાનીચી કરીને પણ એડજસ્ટ થઇ શકે છે.

સાયકલીંગ મનને પ્રફુલ્લીત કરે છે. જોડીદારની ગરજ સારે છે. રેસર સાયકલમાં પણ ફાયબરની હેલ્મેટ પહેરીનેચલાવે છે. જે સાવ વજન વગરની હોય છે. વિદેશી કંપની સાથે ભારતમાં પણ અગાઉ જે હાલ હિરો હરકયુલીસ, એપલાસ, બી.એસ.એ. એસ.એલ. આર. જેવી કંપની સાયકલ બનાવે છે. જુના ફિલ્મોમાં હિરો હિરોઇન સાયકલ ચલાવતાં ગીતો ગાતા જે આજે પણ જાણીતા છે.

સામાન્ય વર્ગ પણ હવે શાળાએ સંતાનોને સારી સાયકલ અપાવે છે તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે.

આજની પવનમાન લાઇફ સાઇડમાં ડોકટરો પણ સાયકલીંગની ભલામણ કરે છે. બી.પી., ડાયાબીટીસ જેવી નાની મોટી બિમારીમાં ડોકટર ભલામણ દર્દીને કરે છે. આજે ખુબ જાડા ટાયર ને સાવ પતલા ટાયરની સાઇકલ આવે છે જેમાં પતલા ટાયરમાં ચલાવવામાં ઇજીનેશ રહે ને સ્પીડ વધે જયારે જાડા ટાયરમાં સંતુલન વધે ને વટ પાડવા પણ આવી સાઇકલ લે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.