આજના એપિસોડમાં મણીયારાની મોજ
ખુશ્બુ સોઢાના કંઠે દુહા-છંદ સાથે લોકગીતોની રમઝટ
‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઈએ’માં રજૂ થતા કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓને મંત્ર મૂગ્ધ કરેલ છે. આપણા લોક સંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબજ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પણ પોતાની કલા લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પૂરૂ પાડવા ‘અબતક’ ચેનલનો હંમેશા પ્રયાસ રહ્યો છે. ‘ચાલને જીવી લઇએ’ શ્રેણીમાં આજે પોરબંદરના વતની હાલ રાજકોટના પ્રસિદ્ધ કલાકાર ખુશ્બુ સોઢાના કંઠે ગવાયેલા લોકગીત, ભજનો, મણીયાર ઉપરાંત દુહા-છંદની મોજ માણશું
તેઓને કલાનો વારસો પિતા રમેશભાઇ પાસેથી મળ્યો છે. શહેરની અર્જુનલાલ હિરાણી કોલજમાં અભ્યાસ કરી ડો. કુમાર પંડયા પાસેથી શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ મેળવ્યું છે ઉપરાંત વિશારદના પાંચ વર્ષ પુરા કર્યા છે.
શાસ્ત્રીય-સુગમ સંગીતનો માહોલ વચ્ચે લોક સંગીતમાં પણ સારી પકડ ધરાવતા ખુશ્બુ સોઢાનું યુટયુબ પર ‘ખોટલ તારો આરસો’ગીતે ધૂમ માચાવી છે. ગુજરાત સરકાર દ્વારા યોજાતા યુથ ફેસ્ટીવલમાં લોકગીત તેમજ હાલરડા સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજકોટ શહેરનું ગૌરવ વધાર્યુ છે. જાહેર કાર્યક્રમોમાં કંઠના કામણ કરતા ખુશ્બુ સોઢાની કલાને માણવા આજે સાંજે નિહાળીએ ‘ચાલને જીવી લઇએ’
કલાકારો
કલાકાર: ખુશ્બુ સોઢા
ડીરકેટર એન્કર: પ્રિત ગૌસ્વામિ
તબલા: મહેશ ત્રિવેદી
પેડ: કેયુર બુદ્ધદેવ
કી-બોર્ડ: પ્રસાંત સરપદડિયા
આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ
આવી રૂડી અજવાળી રાત…
કેળે કટારી…
મારાતે વીરની…
મોઢો માંડવળો…
ઉચે રે ટીંબે માળી મારૂ..
કાળી વાદળી તે..
સાયબો રે ગોવાળિયો…
મારે આંગણે…
છંદ
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
ઈન કેબલ ચેનલ નં.૫૬૧
ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦