પોર્નસાઈટના શો માટે હોટેલમાં અત્યાધુનિક સેટીપલંગ અને ખુરશી ખાસ પ્રકારના બનાવાયા’તા : હોટલમાં વિદેશી કોલગર્લ આવતી હોવાની માહિતી મળતા તપાસનો ધમધમાટ
પરિણીતાના ન્યૂડ શો કરાવનાર પતિ, સાસુ-સસરાને જેલહવાલે કરાયા
પુત્રવધૂના ન્યૂડ લાઇવ શો તેમજ બીભત્સ વીડિયો પોર્નસાઇટ પર મૂકી પૈસા કમાવવાની વિકૃત માનસિકતા ધરાવતા દંપતી અને તેના પુત્રના ગુરુવારે રિમાન્ડ પૂરા થતા ત્રણેયને જેલહવાલે કરાયા છે. હોટેલમાં ખાસ પ્રકારના સેટી-પલંગ અને ખુરશી પણ બનાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત તે હોટલમાં વિદેશી કોલ આવી તે હોવાની પણ માહિતી પોલીસને મળતા તેને તે દિશામાં તપાસ કરી છે જ્યારે પોલીસે આ મામલે હોટલના મેનેજરનું નિવેદન નોંધી તેને સરકારી સાક્ષી બનાવવામાં આવ્યો છે.
ગુરુ રંધાયા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ બાદ આરોપીઓના ઘરમાંથી સેક્સ ટોયઝ સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી. ભાગીદારોને છૂટા કરવાના ઇરાદે દંપતીએ તેની જ પુત્રવધૂના ન્યૂડ વીડિયો બનાવ્યા હતા. જે વીડિયો પોલીસે વિકૃત માનસ ધરાવતા પરિણીતાના સાસુ-સસરા અને પતિના મોબાઇલમાંથી કબજે કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ બાદ ત્રિપુટીને રિમાન્ડ પર મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે મકાનમાંથી તેમજ હોટેલમાંથી વેબકેમ સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી. દરમિયાન ત્રિપુટીના ગુરુવારે રિમાન્ડ પૂરા થતા મધ્યસ્થ જેલહવાલે કરવામાં આવ્યા છે.
એસીપી રબારીએ જણાવ્યું કે, સમાજને કલંકિત કરતા બનાવમાં વધુ પુરાવાઓ એકત્રિત કરવાની તેમજ ભોગ બનનાર સહિતના લોકોના ફરી નિવેદન લેવામાં આવશે. જ્યારે હોટલમાં વિદેશી કોલ કરાવતા હોવાની માહિતી મળતા તે દિશામાં પણ તપાસ કરી છે અને હોટલના મેનેજરનું નિવેદન નોંધી તેને સરકારી સાક્ષી બનાવવામાં આવ્યો છે અને આરોપીઓના રિમાન્ડ દરમિયાન કબજે કરાયેલા ઉપકરણો, મોબાઇલ સહિતની ચીજવસ્તુઓને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે.