• સોશિયલ મીડિયામાં કોઈ પણ જાતની રાજકીય પોસ્ટ મુકતા પહેલા એક હજાર વાર વિચારજો!!
  • સોશિયલ મીડિયામાં ટીખળખોરો સામે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ કરશે સખ્ત કાર્યવાહી

Vipul Social .01 12 52 12.Still004

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથેજ આચાર સંહિતા અમલમાં આવી ચૂકી છે.સોશિયલ મીડિયાના આ યુગમાં લોકો કોઈ પણ સમાચાર કે પોસ્ટ નું તથ્ય જાણ્યા વિના પોસ્ટ વાયરલ ન કરે તે માટે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી રહી છે.આજનો યુવા વર્ગ ઉત્સાહમાં આવીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ડોહળાઇ તેવા ફેક મેસેજ અન્ય ગ્રુપ માં ફોરવર્ડ ન કરે તે માટે પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઈ છે અને સતત 24 કલાક પોલીસ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર વોચ પણ રાખી રહી છે.

Vipul Social .01 13 31 16.Still005

રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ચૂંટણી સંદર્ભે સ્પેશિયલ સ્કોડ કાર્યરત છે જેમાં એક પીએસઆઇ તેમજ 5 કોન્સ્ટેબલ રાઉન્ડ ધ ક્લોક સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ મોનીટરીંગ કરી રહ્યા છે.પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સૂચનાથી એસીપી વિશાલ રબારી અને સમગ્ર ટીમ સોશિયલ મીડિયા પર પોસ્ટ થતી તમામ રાજકીય પોસ્ટ પર બાઝ નજર રાખી રહી છે.

Vipul Social .01 13 50 12.Still006

લોક પ્રતિનિધિત્વ ધારા 1956 હેઠળ ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતામા બાધારુંપ કોઈ પણ કાર્ય ને સખ્ત હાથે ડામી દેવાની જોગવાઈ હોઈ જે સંદર્ભે પણ હાલમાં સૌથી ચકચીત સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકનાર તમામ લોકોએ તકેદારી રાખવી જરૂરી બની છે.

DSC 6361

  • શાંતિ પૂર્ણ રીતે વિધાનસભા ચૂંટણી પૂર્ણ થાય તે માટે પોલીસ સતત પ્રયત્નશીલ

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બલ્ક મેસેજીસ કરનાર વ્યક્તિઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડકાઇથી પગલાં લેવામાં આવી રહ્યાં છે.અફવા ન ફેલાઈ તેની ખાસ તકેદારી રાખી પોલીસ સતત વોચ રાખી રહી છે.પોલીસ દ્વારા લોકોને કોઈ પણ ખોટા મેસેજ કે અફવા પર ધ્યાન ન આપવા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.કોઈ પણ જાણકારી વગર મેસેજ ફોરવર્ડ કરવા તેમજ વારંવાર મેસેજ અન્ય ગ્રુપમાં મોકલનાર વ્યક્તિઓ પર વોચ રાખવામાં આવી રહી છે.શાંતિપૂર્ણ રીતે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થાય તે માટે પોલીસના પ્રયત્ન છે .જો કોઈ શખ્સ શાંતિ ડોહળવાનો પ્રયત્ન કરશે તો પોલીસ કાયદેસરની સખ્ત કાર્યવાહી કરશે.

  • રાજકીય નેતાઓના વલ્ગર રીતે મિમ્સ બનાવી વાયરલ કરનારસામે પણ સખ્ત કાર્યવાહી !!

સાયબર ક્રાઇમ એસીપીએ જણાવ્યું હતું કે રાજકીય નેતાઓ ના મિમ્સ બનાવી ખરાબ રીતે પ્રદર્શન કરવામાં આવે તો તેમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે ,વ્યક્તિએ પોતાની મર્યાદા નક્કી કરીને જ આવી પ્રવૃતિઓ કરવી જોઈએ. જો મિમ્સ બાબતે ફરિયાદ આવશે તો આવા વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

  • રાજકીય સંદર્ભે ખોટી પોસ્ટ વાયરલ કરશો તો સખ્ત કાર્યવાહી કરીશું:વિશાલ રબારી (એસીપી , સાયબર ક્રાઇમ)

Vipul Social .01 08 55 09.Still003

રાજકોટ સાયબર ક્રાઇમના એસીપી વિશાલ રબારીએ અબતક મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથેજ અમે સતર્ક બની સતત સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બાઝ નજર રાખી રહ્યા છીએ.કોઈ પણ પક્ષ જ્ઞાતિ-જાતિ વિશે અફવાઓ તેમજ ખોટી માહિતી વાઇરલ ન કરે તેના પર વોચ રાખવામાં આવી રહી છે.ચૂંટણી સંદર્ભે સાયબર ક્રાઇમમાં સોશિયલ મીડિયાની એક મોનીટરીંગ ટીમની નિમણુંક કરવામાં આવી છે. જેમાં એક પીએસઆઇ અને 5 કોન્સ્ટેબલ સતત સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.અગાઉથી સાયબર ક્રાઇમની ટીમ પણ સતત કાર્યરત છે ત્યારે બંને ટિમો સાથે મળી ને કામ કરી રહી છે.વોટ્સએપ પર ફેક મેસેજ મુકનાર વ્યક્તિઓ વિશે વાત કરતા એસીપી રબારી એ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ઘણા જજમેન્ટ એવા આવેલા છે કે વોટ્સએપ માં ગ્રુપ એડમિન સાથે હવે ફેક પોસ્ટ મુકનારની પણ જવાબદારી ફિક્સ થાય છે, તો વોટ્સએપ ગ્રુપમાં બિનજરૂરી ફેસ મેસેજીસ ફોરવર્ડ ન કરશો તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.