- શેરબજારમાં ઉચા વળતરની લાલચ આપી મોકલેલી લિંક મહિલાએ ઓપન કરતા બેંક ખાતું સાફ
શહેરમાં રહેતી મહિલાના શક્ષતફિંલફિળ એકાઉન્ટમાં મારફતે આવેલી શેરબજારમાં રોકાણ કરવાની તથા શેરબજારમાં નફો કમાવવા માટેની ટીપ્સ માટેની લિંક ઓપન કરતા રૂપિયા 10.50 લાખના સાયબર ફ્રોડના ગુનામાં જેલ હવાલે રહેલા વલસાડના શખ્સના જામીન અદાલતે ફગાવી દીધી છે.
શહેરના 150 ફૂટ રીંગ રોડ રુક્ષ્મણી હાઇટ્સ રહેતા નિશાબેન યશવંતભાઈ પેઢળીયાને તેમને શક્ષતફિંલફિળ મારફત શેરબજારમાં રોકાણ કરવાની તથા શેરબજારમાં નફો કમાવવા માટેની ટીપ્સ માટેની લિંક મોકલી તે લિંક ઓપન કરતા નિશાબેન યશવંતભાઈ પેઢળીયાના ખાતામાંથી ઓનલાઈન રૂપિયા 10.50 લાખ ટ્રાન્સફર મેળવી છેતરપિંડી અને વિશ્વાસઘાત આચાર્ય અંગેની 11-1-2025 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હરીશ વેલજીભાઈ ભાનુશાળી (રહે વલસાડ )વાળાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરેલો હતો. જેલમાં રહેલા હરીશ ભાનુશાળીએ જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલા અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે આરોપી સામે સાઇબર ક્રાઇમનો પ્રથમ દર્શનીય ગુનો છે. આવા ગુના સમાજમાં રોજેરોજ વધતા જાય છે તેથી તેના ઉપર લગામ રાખવી જરૂરી છે.
જો તેને જામીન આપવામાં આવશે તો તેને કાયદાનો કોઈ ડર રહેશે નહીં અને ફરી આવા ગુના આચરશે તેથી આરોપીની જામીન અરજી રદ કરવા રજૂઆત કરી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત થયેલા ચુકાદાઓ ટાંકેલા જે ધ્યાને લઈ સેશન્સ જજ પી જે તમાકુવાળાએ આરોપી હરીશ ભાનુશાળી ની જામીન અરજી રદ કરી છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.