પેરીસ પીસ ફોરમ ખાતે વિદેશમંત્રી એસ.જયશંકરે સાયબર ટેરેરીઝમ અંગે ચિંતા વ્યકત કરી

હાલ વિશ્વ આખું ડિજિટલાઈઝેશન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ તેની સામે સાયબર ટેરેરીઝમ પણ એટલા જ અંશે ખતરનાક રૂપ અપનાવી રહ્યું છે. પેરિસ ખાતે આયોજીત પીસ ફોરમ ખાતે વિદેશમંત્રી એસ.જયશંકરે સાયબર ટેરેરીઝમ અંગે ચિંતા વ્યકત કરી સંયુકત દેશો સાથે મંત્રણા કર્યા બાદ એ વાતની સ્પષ્ટતા કરી હતી કે, આગામી સમયમાં ભારત સાથે અન્ય દેશોએ સાથે મળી સાયબર ટેરેરીઝમ વિરુઘ્ધ લડવું પડશે. પહેલાનાં સમયમાં યુદ્ધ આરર્ટીયર્લી વેપન્સો દ્વારા લડાતું હતું પરંતુ હવે કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યકિતને સાયબર હુમલાથી પરાસ્ત કરી શકે છે. યુદ્ધમાં લોકોને મોતનાં ઘાટ ઉતારવામાં આવતા હોય છે. જયારે સાયબર ટેરેરીઝમ એ આતંકવાદી પ્રવૃતિ છે કે જેમાં લોકોને મારવામાં નહીં પરંતુ જમીનદોસ્ત કરવામાં આવે છે.

WhatsApp Image 2019 11 11 at 11.59.49 AM

કોઈપણ દેશ તેની આર્થિક સ્થિતિ ઉપર નિર્ભર રહેતું હોય છે જે દેશની આર્થિક સ્થિતિ મજબુત તે દેશ મજબુત માનવામાં આવે છે ત્યારે જો સાયબર ટેરેરીઝમનો ઉપયોગ કરી જે-તે દેશ ઉપર સાયબર હુમલો કરવામાં આવે તો તે દેશની હાલત કફોડી બની જતી હોય છે અને આર્થિક રીતે પછડાઈ જતું હોય છે. કોઈપણ દેશ માટે તેની અર્થવ્યવસ્થાની સાથોસાથ તેમનાં તમામ ક્ષેત્રો એટલા જ મહત્વપૂર્ણ હોય છે. હાલ જે રીતે વિશ્વ આખું ડિજિટલાઈઝેશન તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેની સાથે તેની ચકાસણી અને તેને મજબુતાઈ આપવા માટેનાં નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવે તો આ પરિસ્થિતિમાંથી બહાર નિકળી શકાય છે ત્યારે હાલમાં વિશ્વ આખું સાયબર હુમલાથી અત્યંત ડરી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જે દેશો કે જેને તેની સાયબર વ્યવસ્થા મજબુત હોય તેને પણ સાયબર હુમલાનો ભય સતાવી રહ્યો છે ત્યારે જરૂર છે કે ડિજિટલાઈઝેશનની સાથો સાથ તે તમામ ડેટાઓને સુરક્ષિત રાખવામાં આવે. કોઈપણ દેશ તેના બજેટમાં સિકયોરીટી આપવા માટેનાં કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય છે ત્યારે નવો મુદ્દો જે સામે આવ્યો છે તે ડિજિટલાઈઝેશનનાં અતિરેકને રોકવા માટે કયા પ્રકારનાં પગલા લેવા જોઈએ તે પણ મુખ્ય પ્રશ્ન દરેક સરકાર માટે ઉભો થઈ રહ્યો છે. ડિજિટલાઈઝેશન અને સાયબર ટેરેરીઝમને રોકવા માટે ભારતે ફ્રાંસ, ન્યુઝીલેન્ડ, કેનેડા સહિતનાં દેશો સાથે હાથ મિલાવી આતંકવાદ સાયબર ટેરેરીઝમને નાથવા માટે તૈયારી દાખવી છે. આ પ્રસંગે વિદેશીમંત્રી એસ.જયશંકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, સાયબર ટેરેરીઝમને રોકવા માટે વૈશ્વિક શુઝ-બુઝ અને વૈશ્વિક સમજુતી અત્યંત જરૂરી છે. જો આગામી દિવસોમાં આ મુદા ઉપર કોઈપણ દેશ સાથ નહીં આપે તો વિશ્વ આખાને તેની માઠી અસરનો સામનો કરવો પડશે. આતંકવાદને સરહદ લાગુ પડતી હોય છે પરંતુ સાયબર ટેરેરીઝમને કોઈપણ સરહદ લાગુ પડતી નથી ત્યારે એક જગ્યા પર બેસીને કોઈપણ વ્યકિત સાયબર હુમલો કરાવી શકે છે. હાલ પૃથ્વી પર જે રીતે સાયબર સ્પેસ સિકયોર નથી. સૌપ્રથમ તો તેને સિકયોર કરી વધુ પગલા ભરવા જોઈએ. હાલનાં સમયમાં જે રીતે ભારત ડિજિટલ ઈન્ડિયા તરફ પોતાનાં પગલા માંડી રહ્યું છે તેની સામે લોકોને ઘણો ખરો ફાયદો પણ હાંસલ થયો છે. ૪ વર્ષ પહેલા ભારત દ્વારા જે ડિજિટલ ઈન્ડિયા પ્લેટફોર્મને લાગુ કરવામાં આવ્યો હતો તેમાં સૌથી વધુ ૧.૨ બિલીયન જેટલા બાયોમેટ્રીક યુનિક આઈડી બનાવાયા હતા જેમાં ૧.૨ બિલીયન મોબાઈલ ફોનોને કનેકટ કરવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ લાગુ કર્યા બાદ ૧ બિલીયન જેટલા બેંક એકાઉન્ટ તથા ૫૦૦ બિલીયન નવા ઈન્ટરનેટ કનેકશનને લાગુ કરતા રાષ્ટ્રીય હિત વિચારી દેશ માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. ડિજિટલાઈઝેશનનાં અનેકવિધ મહત્વ રહેલા છે પરંતુ જો તેને યોગ્ય રીતે તેની સારસંભાળ લેવામાં આવે તો તે આશીર્વાદ બની શકે છે નહીંતર અભિશ્રાપ રૂપે વિશ્ર્વ આખાને રગદોડી પણ શકે છે ત્યારે ડિજિટલાઈઝેશનને પ્રોત્સાહન આપવા તથા સાયબર ટેરેરીઝમને રોકવા માટે ભારતે વધુ એક પગલું ભર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.