મારવાડી યુનિવર્સિટીના ડો. આર.શ્રીધરણ અને ડો. સુનિલ બાજેજા સાથે ટેકનોલોજી અંગે રસપ્રદ ચાય પે ચર્ચા
અબતક સાથેની વાતચીત દરમિયાન મારવાડી યુનિવર્સિટીના ડો. આર. શ્રીધરણ કે તેઓ ડીન ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન સાથે સંકળાયેલા છે. તથા ડો. સુનીલ બાજેજા છે તેઓ હેડ એફસીએ જણાવ્યું હતું અને વિવિધ પ્રશ્નને પ્રકાશ પણ પાડયો હતો.
પ્રશ્ન:- સર, સાયબર લો એક મહત્વપૂર્ણ વસ્તુ છે, તેમના વિશે તમે શું કહેવા માંગશો ?
જવાબ:- અબતકના દર્શકો વાંચકોને નમસ્કારને અભિનંદનને જેઓએ તેમનું કોમર્સ પુરુ કર્યુ છે. તથા બીસીઈ, બીએસસી આઇ.ટી, પહેલા હું મારા મારવાડી યુનિવર્સિટીના નવા પ્રોગ્રામ વિશે વાત કહીશ કે જે આઇ.ટી. શાખાની મતલબ કે બેચલર ઓફ એન્જીનીયરીંગ, યુજી અને પીજી લેવલ હવે સમસ્યા એ છે કે આ પ્રોફેશનલ કોર્સ છે. તેઓ વિઘાર્થીના ગ્રુપને ટાર્ગેટ કરે છે. ઘણા બધા સારા વિઘાર્થીઓ છે કે તેઓ કોમર્સ સ્ટ્રીમ સાથે સંકળાયેલા છે કે જેઓ પ્રોફેશનલ એજયુકેશન મેળવવા માગે છે તેના માટે અમે ઘણા બધા યુ.જી. અને પી.જી. લેવલે કોર્સ આવકાર્યા છે. અને લોકો બીસીએ શાખાથી જાણીતા છે. કારણ કે તે બધે જ અવેલેબલ છે. બી.સી.એ. ત્રણ વર્ષ કોર્સ છે પણ અમે એને એક વર્ષ લંબાવીયો છે જેને બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન ઓનર્સ ડીગ્રી કે જે ચાર વર્ષનો કોર્સ છે. અને ચોથા વર્ષ અમે ઘણા સ્પેશીયલ લેકચર લઇએ છીએ અને ફોરેન યુનિવસિર્ટી ટાઇ-અપ પણ છે.
પ્રશ્ન:- સર આગળ વધતા પહેલા હું કહીશ કે ગુજરાતીમાં એક કહેવત છે કે શાહુકારને એક આંખ હોય છે અને ચોરને તો આંખ હોય છે સાયબરને લગતા કોર્સની જયારે વાત આવે ત્યારે એક જ વાત યાદ આવે છે કે સાથે ચોરની આંખો છે જેને કેવી રીતે નિયંત્રણ કરવી સાયબર શું છે? સાયબર ક્રાઇમ શું છે ? અને સાયબરને લગતા લો જાણવાની અત્યારે કેટલી જરુરીયાત છે તેથી થોડી લોકોને માહીતી આપશો ?
જવાબ:- જે સાયબર લો અને સાયબર ક્રાઇમ જે વસ્તુ છે જે અત્યારના ડિજીટલ યુગમાં બહુત મહત્વની થતી જાય છે કારણ કે ગર્વમેન્ટ ઓફ ઇન્ડીયા છે જેનો મહત્વનો ટાર્ગેટ ડીજીટલ ઇન્ડીયા ઉપર છે અને તમારે જે કાંઇપણ વ્યવહાર કરવાના હોય અને જે કાંઇપણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય તે માટે તેમને બધું ડીજીટલ ફોર્મેટમાં લઇ જાવું છે. હવે ડીજીટલ ફોમૈટમાં જયારે બધુ લઇ જતા હોય ત્યારે તમારા બેન્કના વ્યવહારો, કોઇનું પેમેન્ટ છે. તો આ બધુ જયારે તમે ઓનલાઇન કરો છો તો ત્યારે એવું બને છે કે અમુક લોકો તમારા વ્યવહારો ઉપર ઘ્યાન રાખીને તમારા વ્યવહારોની બધી માહીતી લઇ લેતા હોય છે. અને તમારા નામ ઉપરથી ખોટા વ્યવહારો કરી ખોટી ખરીદી કરતા હોય છે તો તમને ઘણી વખત એવું થાય કે મારા ખાતામાં આટલા પૈસા પડેલા જે મને ખબર પણ નથી અને જાણ બહાર નીકળી ગયા છે તો આ બધી જે વસ્તુઓ છે તે સાયબર ક્રાઇમની અંદર આવે છે અને તમે જે ચોરો કયો છે તે અત્યારે આધુનીક અથવા ડિજટલ ચોરો થઇ ગયા છે. તો આ બધાને નાથવા માટે તમારે બધા કાયદાની જરુર છે અને તે લોકો જે તકનિકનો ઉપયોગ કરે છે તે જાણીને તેનું હલ ગોતવું જરુરી બને છે તે માટે સાયબર ઇન્વેસ્ટીગેશન જેવી ઘણી તકનીકો છે તો સાયબર લો હોવું જરુરી છે અને તેની સાથે સાયબર સિકયોરીટી પણ જરૂરી છે.
પ્રશ્ન:- અત્યારે એવું લાગી રહ્યું છે અને એમાં પણ જો ઇન્ડિયાની વાત કરવામાં આવે તો ઇન્ડિયામા ડિજીટાઇઝેશન ઝડપી બની રહ્યું છે અને સરકાર પણ ઇચ્છે છે કે ઇન્ડિીયા ડિજીટલ થઇ જાય સરકારની જે પણ સિસ્ટમ છે, કોઇ પ્રોગ્રામ લેવો છે તો તેના માટે ડિજીટાઇઝેશન મહત્વનું બની ગયું છે. પરંતુ જયારે તેની સલામતિ વાત આવે ત્યારે આપણે ઘણા પાછળ છીએ?
જવાબ:- જો આપણે સામાન્ય રીતે સીકયોરીટી સરખામણીએ ઓફીસોમાં , બેન્કોમાં તમે જો બેન્ક ચાલુ કરવા માગો છો એક વિસ્તારમાં તો એ માટે તમે સલામતી એજન્સીને બોલાવશો તો એ નબળા મુદ્દોઓ છે તે જોશે અને કેવા પ્રકારની સલામતી જોશે જેમ કે બાયોમેટીક પાસવર્ડ, લોક-સિસ્ટમએ બધા છે. જો આપણે ઇન્ફોર્મેશન સિકયોરીટીની વાત કરીએ તો તમાારો મોબાઇલ છે અને મારો મોબાઇલ છે તો તમારો મોબાઇલ અને મારો મોબાઇલ જુદી જુદી રીતે જોડાઇ છે જેમ કે બ્લુટુથ, વાઇ-ફાઇ જેવી ગમે તે વસ્તુ અને મારા મોબાઇલમાં જો રિસિવર હોઇ તો હુ બધાના મોબાઇલમાંથી ઇન્ફોમૈશન લઇ શકુ તો ત્યાં સલામતી નથી. કેમ કે તમે ઇન્ફમેશન ઝડપી શકો છે અને મોબાઇલમાં સ્ટોર કરીને પાસવર્ડથી સલામત કરી શકો છો તો તમારી ઇન્ફોમેશન બહુ જ સલામત છે તો આ પ્રકારની દુનિયામાં આપણે જીવીએ છીએ.
પ્રશ્ન:- જો ક્રોરીન ની વાત કરવામાં આવે તો લોકોને ખબર નથી કે મારો ફોન પણ ક્રોન થઇ જાય છે અને જે લોકો પોલીસી મેકિંગ અને નિર્ણયો લેવા સાથે સંકળાયેલા છે તેમને પણ ડર લાગે છે કે મારા ડેટા અને જેવી રીતે ફેસબુકનો ઇસ્યુ થયો હતો કે જેમાં ૮૭ કરોડ ડેટા લીક થઇ ગયા હતા અને એ લોકો એ પણ માન્યુ કે કેવી રીતે એના ડેટા લીક થયા અને આમા આપણે લોકો તો ઘણા પાછળ છીએ. તો આ સરકાર માટે પણ એક સમસ્યા બની ગઇ છે અને નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે ફેસબુકની જેમ આપણી પણ કંઇક ઇન્ટીગ્રેટેડ હોવું જોઇએ?
જવાબ:- સારું, કલોરીન એ આઇડેન્ટિકલ ડિવાઇસ બનાવવા માટે છે તો તમારા ડિવાઇસના સરખા બ્રાન્ડમાં જ હું ડિવાસ બનાવું અને કલોરીંગ મતલબ તમારા ડિવાઇઝ જેવી સરખી ડિવાઇઝની કોપી બનાવવી અને સરખા પાસવર્ડ મારા મોબાઇલમાં પણ કામ કરે અને હું તે કરી શકું જે તમે તમારા મોબાઇલમાં વાપરો છો તમારા પાસવર્ડ વગેરે સરખા હોઇ તો હું તમારી જરૂરી માહીતી ચોરી શકું અને હવે તો ઘણા ટુલ્સ આવી ગયા છે અને એ ટુલ્સની મદદથી આપણે ઘણું બધું અટકાવી શકીએ છીએ. તો આ ટુલ્સ શિખવા માટે આપણે બે વર્ષનો સમય આપવો પડે અને સાથે લાઇવ પ્રોજેકટ પણ કરવા પડે અને તેના માટે અમે નવા એમ.એસ.સી. પ્રોગ્રામ ચાલુ કર્યા અને તે છે. સાયબર સિકયોરીટી અને સાયબર ક્રાઇમ અને વિઘાર્થીઓ આ શીખીને સારી જગ્યાએ નોકરી મેળવેએ મહત્વનું છે. અને બીજું છે ડેટા એનાલીટીકસ ઉદાહરણ તરીકે જો મારે નવો મોબાઇલ લેવો છે તો તેના માટે પ્રધાન કારણો કયા હોઇ શકે કે મેમરી જોઇ છે. પાવરફુલ સ્પિકર અને મ્યુઝીક સીસ્ટમ જોઇ છે વગેરે…. તો આ ઇન્ફમેશન મોબાઇલ આપવા વાળા પાસે હોઇ તો તે મહત્વતા જોઇ શકે તો આ છે ડેટા એનાલીટીકસ
પ્રશ્ન:- એક સમય એવો હતો કે બીસીએ., એમ.સી.એ., આગળ પડતું હતું. કોઇ માતા-પિતા ગામડાના હોય તો તેમના છોકરાએ બી.સી.એ. પછી એમ.સી.એ. કરી લીધું તો કમપ્યુટરમાં આગળ પડતો થઇ ગયો એવું માનવામાં આવતું પણ ખબર પડે કે એ જ્ઞાન બહુ જ મર્યાદિત હતું અને અત્યારે કોલેજોમાંથી વિઘાર્થી બી.સી.એ. અને એમ.સી.એ. કરીને બહાર આવે છે પરંતુ નોકરીની જો વાત કરવામાં આવે ત્યારે એ લોકો એટલા બધા લાયક નથી બનતા. પરંતુ જો એ ખરેખર નોકરી માટે લાયક બને તે માટે એમને ઘણા બધા કમ્પ્યુટરને લગતા કોર્ષ જાણવાની જરુર છે જેથી તેમનું ભવિષ્ય બને અને સરકાર તંત્ર તથા ર્કોપોરેટને પણ તે કામમાં આવે?
જવાબ:- તમારી વાત સાચી છે પહેલા બી.સી.એ. અને એમ.સી.એ. કરીને લોકો સમજતા કે કમ્પ્યુટરમાં આપણે નિષ્ણાંત થઇ ગયા પણ અત્યારનો જે યુગ છે એ સ્પેશીયલાઇઝેશનનો યુગ છે. બી.સી.એ. અનેુ એમ.સી.એ. એ પારંપારીત કોર્ષો છે જો આપણે ડોકટરનું ઉદાહરણ લઇએ તો એચ.ડી. ડોકટર હોય એ તમને એમની જનરલ દવાઓ આપી શકે પણ તમે એમ કહો કે મગજની તકલીફ છે તો તમારે નિષ્ણાંત ડોકટર જોઇએ. એવી રીતે કમ્પ્યુટરમાં પણ નિષ્ણાંતોનો યુગ આવી ગયો છે સાયબર સિકયોરીટ એક મોટો વિષય છે કે જેમાં તમે તમે અલગથી એક ડીગ્રી પ્રાપ્ત કરી શકો. અને તમારી પાસે એ ડીગ્રી હોઇ પછી તમારે બીજા કોઇ જ્ઞાનની જરુરત પડતી નથી. સરે જેમ વાત કરી તેમ એમ.એસ.સી. એ સાયબર સિકયોરીટી છે. એમ.એસ.સી. ડેટા સાયન્સ છે અને એમ.એસ.સી. સોફટવેર ટેકનોલોજી છે તો આ કોર્ષમાં તમે કોઇ એક ક્ષેત્રમાં નિપૂણતા મેળવી અને નિષ્ણાંત બની શકો.
પ્રશ્ન:- સર, જો વિઘાર્થીની વાત કરવામાં આવે તો વિઘાર્થી માટે તે ઘણો મોટું ક્ષેત્ર છે. તો ખરેખર એ કેટલો મોટું ક્ષેત્રછે. તે તમે વિઘાર્થીઓને જણાવશો? આપણે સાયબર સિકયોરીટીની વાત કરીએ તો એમા ભવિષ્યમાં વિઘાર્થીઓ માટે શું અવકાશ છે? અને એક સમય હતો વિઘાર્થીઓ બી.સી.એ. અને એમ.સી.એ. કરતા અને ૫૦૦૦, ૧૦૦૦૦ ની નોકરી મળવી પણ મુશ્કે જઇ જતી હતી અને તેમના વાલીઓ પણ કંટાળતા કે મે મારા છોકરાને માસ્ટર કરાવ્યું છતાં પણ જોબ સારી મળતી નથી તો આમે વિઘાર્થીઓને ભવિષ્યમાં શું ફાયદો થશે તે વિશે બતાવશો ?
જવાબ:- આપણે રાજકોટ શહેરમાં છીએ. તમે રાજકોટનું જો પઠ્ઠન કરો તો રાજકોટમાં ૧પ થી ર૦ આઇ.ટી. કંપનીઓ છે અને તમે જુનાગઢનું જોવો તો ૧ થી ર કંપનીઓ છે. ભાવનગરમાં ૧ કંપની છે. અને અમદાવાદ અને ગાંધીનગરને આપણે આઇ.ટી. અને સોફટવેરનું હબ ગણાવી શકીએ ત્યાં ર૦૦ કરતાં પણ વધારે આઇ.ટી. કંપનીઓ છે. અને આ કંપનીઓનું મુખ્ય કાર્ય આઇ.ટી. વસ્તુ બનાવવાનું છે જેમ કે સોફટવેર, એપ ડેવલપમેનટ તો ઘણી બધી આઇ.ટી. કંપનીઓમાં એન.સી.એ. ની જરુરીયાત બહુ જ વધારે છે તેના કાર્યમાં અનિવાર્ય ટેસ્ટીંગ, સોફટવેર ડિઝાઇનીંગ જોબ ડેવલપમેન્ટ જેવું કાર્ય અનિવાર્ય છે અને તમે કોઇ ખાસ નોકરીની વાત કરો તો ત્યાં ફકત બે ડિવીઝન છે એક તો આઇ.ટી. કંપની અને બીજું આઇ.ટી. ઇલેવન કંપની તો તેમનો મુખ્ય વ્યાપાર જુદો હોય છે અને આઇ.ટી. તેમના માટે સ્પોટીંગ બની રહે છે અમારો એમ.સી.એ. પ્રોગ્રામ જો વિઘાર્થી ભણે તો અમે નોકરીની ગેરેંટી આપીએ છીએ. અમે સૌરાષ્ટ્ર, ગાંધીનગર અને અમદાવાદમાં નોકરીની ગેરેંટી કરીએ છીએ .
પ્રશ્ન:- સર, અમારી ચેનલ બોમ્બેમાં પણ બતાવવામાં આવે છે તથા બરોડા અને સુરતમાં પણ બતાવવામાં આવે છો તો ત્યાં કેવી નોકરીની તકો છે.
જવાબ:- માનો કે વિઘાર્થીઓ અહીંથી પુના કે બેંગ્લોર જઇ તો તેમને અહીંયા કરતા વધારે પગાર મળે તો તેના માટે તેમને સ્પેશિયલ કોર્ષની જરુરત પડે તો અમારો જે એમ.સી.એ. પ્રોગ્રામ છે એ સ્પેશીયલ કોર્ષ છે. અને લોકો સાયબર સિકયોરીટીની નોકરી માટે જઇ તો આ એકદમ જ્ઞાન આપતો કોર્ષ છે. અને ડેટા એનાલીટીકસ અને સોફટવેર ડેવલપમેન્ટની વાત કરીએ તો ૧પ ટકા લેકચર ઉઘોગસાહસિકો દ્વારા લેવાય છે અમારે ઉઘોગો સાથે ટાઇ-અપ છે એવી ૧ર કરતાં વધારે કંપનીઓ છે કંપની વાળા મારવાડીમાં આવે છે અને વિઘાર્થીઓને તાલીમ આપે છે એ માટે અમે સ્પેશિયલ લેબ પણ આપીએ છીએ.
પ્રશ્ન:- સર જો ઇન્ટિગ્રેટેડ કોર્ષની વાત કરવામાં આવે તો સાયબર અને લો સાયબર વિશે પણ તમે જાણી શકો છો જેવી રીતે કહેવાય છે કે ઇલાજ કરવા કરતા નિવારણ કરવું વધારે સહેલું છે.
જવાબ:- એક ઘટના છે જે બધા જાણતા હશે. ર વર્ષ પહેલા દિલ્હી પ્રાણીસંગ્રહાલયમાં એક વ્યકિત સફેદ વાઘના પાંજરામાં પડી જાય છે અને લોકો પથ્થર મારવા મંડે છે વાઘને અને છેલ્લે વાઘ પોતે જ દરવાજો ખોલી નાખે છે. જો તમે આ ઘટના જોશો તો આ સરખું જ આપણી સાથે થાય છે અને આપણે જાણવું જોઇએ કે આપણે આપણી જાતને કેવી રીતે સલામત કરવી બ્રાહ્મ વાતાવરણથી માણસ જ્ઞાતિ જે પણ તેની પાસે પોતાની જાતને કેવી રીતે સલામત કરવી એ વિશેનું નોલેજ નવી તો તેનો કોઇ મહત્વ નથી. તો આપણે આપણા વિઘાર્થીઓને સ્પેશીયલ જ્ઞાન આપવું જોઇએ તો અમે અમારા વિઘાર્થીઓને સ્પેશીયલ નોકરી માટે તૈયાર કરીએ છીએ અને સ્પેશીયલ નોકરી અને સ્પેશીયલ ટીચર આપીએ છીએ.
પ્રશ્ન:- ઇન્ટિગ્રેટેડ કોર્ષ શું છે ? અને તેના ફાયદાઓ શું છે ?
જવાબ:- ઇન્ટિગ્રેટેડ કોર્ષ એટલે થિયરી અને પ્રેકિટલ જ્ઞાનને જોડવું ઉઘોગોના કામને કોલેજમાં જ શિખવાડવું અમારી પાસે ઇન્કયુબેટર સિસ્ટમ છે. જેમાં કોલેજમાં જ વિઘાર્થીઓને પ્રેકિટલ જ્ઞાન આપવામાં આવે છે એક વાર વિઘાર્થી શીખી લે પછી અમે તેમને બહાર કાર્ય કરવા માટે સહમતિ આપીએ તો અમે તેમને શિખવાડવા માટે બધી સવલતો આપીએ છીએ. જેથી તે સ્વતંત્રતાથી પોતાનું કાર્ય કરી શકે. વિઘાર્થીઓ કે જે ઉઘોગ- સાહસિકતાનું જ્ઞાન ધરાવે છે તેઓને અમે પુછીએ છીએ તમારી પાસે શું નવા વિચારો છે અને તેમના વિચારોને અમે વ્યાપારી આયોજનમાં ફેરવીએ છીએ. અને ત્યારબાદ અમે તેમને કેવી રીતે ફંડ મેળવવું તે બધું શીખવીએ છીએ. તો કેવી રીતે ગ્રાહકો સાથે વાત કરવી તે તેમને આવડે છે તો આવો અમારે અલગથી એક ડિપાર્ટમેન્ટ છે.
પ્રશ્ન:– જે લોકો પહેલેથી જ નોકરીમાં છે જેમ કે આઇ.એ.એસ., આઇ.પી.એસ. ઓફીસર છે તેમના માટે પણ જે તે સમયે તેમને કોર્ષ કર્યા હતો. અને અત્યારે નિર્ણયો લેવા માટે તેમને કોઇ પાર્ટ ટાઇમ કોર્ષ મળી રહે તેવી કોઇ કામગીરી મારવાડી યુનિવર્સિટી આયોજન કરી રહી છે?
જવાબ:- મારા મત મુજબ આ ફુલ-ટાઇમ પ્રોગ્રામ છે કામ કરતા નોકરીયાતો જનરલી પરવાનગી નથી આપતા પરંતુ અમારી પાસે બે ડીવીઝન છે મારવાડીમાં જેમા અમે પ૦ લાખ ગુજરાત ગર્વમેન્ટ પાસેથી ગ્રાન્ટ તરીકે મેળવી છીએ અને મારવાડી તેમનો પ૦ લાખ પણ રોકાણ કરે છે અને આ ૧ કરોડનું આયોજન અમે કરીએ છીએ. અમારી પાસે ત્રણ લેબ છે તેમાં નોકરીયાત લોકો જોડાઇ શકે છે મહત્તમ ફી સાથે અને ઘણા બધા લોકો અને કંપનીઓ તેમના માણસોને મોકલે છે તાલીમ લેવા માટે અને આ ર થી ૭ અઠવાડીયાની તાલીમ હોય છે.
પ્રશ્ન:- કંપનીવાળાની સાથે મીડીયાવાળાને પણ આ જ્ઞાન મેળવવું ખુબ જ જરુર બને છે કેમ કે જ્ઞાન હોય તો તે ગમે ત્યાં કામ આવી શકે છે.
જવાબ:- શીખવા અને વિકાસની વાત કરવામાં આવે તો તેમને સોફટ સ્કીલ બોડી લેન્ગવેજ વગેરે જાણવું જરૂરી છે અને ગ્રાહકો સાથેનું વર્તન અને ગ્રાહકોનું સંતોષ વગેરે ખુબ જ જરુરી બની રહે છે. આ પ્રકારના કોર્ષો પણ શીખવાડવામાં આવે છે.
પ્રશ્ન:- સર, ગાંધીનગરમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ગ્રાઉન્ડ પણ બનેલું છે અને તેની સાથે સાયબરનું પણ જોડાણ કરેલું છે તો આ ફોરેન્સીક સાયન્સ અને સાયબર કેવી રીતે કામ કરે છે અને તેમના માટે વિઘાર્થીનું શું ક્ષેત્ર અને અવકાશ છે ભવિષ્યમાં ?
જવાબ:- અમે વિઘાર્થીઓને સાવ નાની વસ્તુ માટે તૈયાર કરીએ છીએ. અમે વિઘાર્થીઓને પ્રોફેશેનલ બનાવીએ છીએ. અને અમે અમારા વિઘાર્થીઓને તાલીમ માટે પણ મોકલીએ છીએ.
પ્રશ્ન:- સર, એજયુકેશન ટુરિઝમ ઉપર મારવાડી કેવી રીતે ફોકસ કરી રહી છે.
જવાબ:- આ માટે અમારુ આયોજન ડિપાર્ટમેન્ટ યુનિવર્સીટીને શીપમાં કરવાનું નકકી કરે છે. શીપ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલતુ રહે અને જયારે એક ચકકર પુરુ થાય ત્યારે કોર્ષ પણ પુરુ થઇ જાય. કોઇપણ નવીનતા સૌરાષ્ટ્રમાં થાય એ મારવાડીથી જ થાય છે અને એન.એ.એ.સી. કે જે કોલેજનું કાર્ય જોવે છે અને તે મુજબ તેમને હેન્ડ આપે છે અને એ-+ એવોર્ડ મેળવ્યો છે અને આખા ગુજરાતમાં અમે અમારી યુનિવર્સિટીએ એ-+ એવોર્ડ મેળવ્યો છે.
પ્રશ્ન:- સર, એક સમય એવો હતો જયારે એન્જીનીયરીંગ તરફની દોડ વધી હતી લોકોએ સારા સારા બિલ્ડીંગો બનાવી નાખ્યા હતા અને ઇન્ફ્રાસ્ટ્રકચર સારા બનાવી દીધા હતા પણ ફેકલ્ટીનું મહત્વ અને તેમને લઇને સમસ્યા ઉભી થાય છે તો ફેકલ્ટીને લગતી ઘણી બધી સમસ્યાઓ છે તો મારવાડી એ ફેકલ્ટીઓ ઉપર શું ઘ્યાન આપ્યું છે.
જવાબ:- આ બહુ જ સરક પ્રશ્ર્ન છે જેમ કે કુવામાં હોય તો હવેડામાં આવે પહેલાની વાત કરીએ તો બીલ્ડીંગ અને ઇન્ફાસ્ટ્રકચર સારા હતા પરંતુ ફેકલ્ટીમાં તેઓ થાપ ખાઇ ગયા હતા પરતુ મારવાડી સારામાં સારા ફેકલ્ટી પુરી પાડે છે. અત્યારે મારાવાડીમાં ૧૦૦+ પીએચ.ડી. ફેકલ્ટી છે તો મારવાડી તેમના ફેકલ્ટીમાં બહુ જ જાજુ રોકાણ કરે છે.
પ્રશ્ન:- સારા શિક્ષક માટે કેવી કોલેજ પસંદ કરવી જોઇએ. ઘણા બધા લોકો ધુંધળુ ભવિષ્ય જોઇને પસંગ કરી લેતા હોય છે અને છ મહીના પછી ખબર પડે છે કે આ ખોટી પસંદગી છે આવું ન થાય તેના માટે લોકોને અગાઉથી શીખવવા માટે શું કરવું જોઇએ?
જવાબ:- સૌથી પહેલા આમા મહત્વનું પરીબળ ઇમ્પોટન્ટ ફેકટર છે કે જો સારુ એજયુકેશન જોતું હોય તો એના માટે ફેકલ્ટી રીસોસ કોઇપણ સંસ્થાનું ચેક કરવું પડે
પ્રશ્ન:- પરંતુ એ સ્ટુડન્ટ કઇ રીતે ચેક કરી શકે ?
સ્ટુડન્ટ છે એ સામાન્ય રીતે કોલેજ પાસે પોતાની વેબસાઇટ હોય છે તેની અંદર બધા ફેકલ્ટીના ડેટા હોય છે અથવા તો એવું બને કે એ લોકો પહેલા કોલેજ વિશે બધુ તપાસ કરી અને જે તે કોલેજ શોર્ટલીસ્ટ કરે છે પ૦ કોલેજમાંથી ૧૦ કોલેજ સારી સીલેકટ કરેલી છે. અને એ ૧૦ કોલેજમાં તપાસ કરી ત્યાં વીઝીટ કરી જે વેબસાઇટ છે તેની ઉપર અને કોલેજમાં જઇ ને ફોસચેક કરી પછી એ ડીસીઝન લઇ શકે.
પ્રશ્ન:- ફોરેનમાં કે ગવર્નમેન્ટ હોય છે. ઓકફોકસ જેવી યુનિવસીટીની વાત કરીએ તો તેમાં જે ગ્રેડીંગ સીસ્ટમ છે કયાંક આવડે એ સીસ્ટમ પર ખાસ ફોકસ કરવાની જરુર છે તેમાં કયાંક હજુ આપણે લેકીંગ છે ? શું લાગે છે ?
જવાબ:- ગ્રેડીંગ ફેકટર છે તેમાં સરખે જેમ વાત કરી તેમ મેક છે જે યુજીસી એ નકકી કરેલું છે એ લોકો બધી કોલેજને ગ્રેડીંગ આપતા હોય છે તો એવું પણ બને કે નેકને સંલગ્ન કઇ કઇ સંસ્થા છે એ તમે સીલેકટ કરી એક પેરામીટર તરીકે ગણાવી શકો. કે સૌથી વધારે ગ્રેડીંગ કોનું છે એ લોકો છે. ગ્રેડીંગ આપે તે ખાલી બીલ્ડીંગ જોઇને નથી આપતા તેઓ બધી વસ્તુ જોવે કે તમારી જે સંસ્થા છે તેની બેસ પ્રેકટીસ શું શેું છે. ઇન્ફ્રાસ્ટ્રકચર કેવું છે. તમારા શિક્ષકો કેવા છે. આધાર માળખુ છે તો તેનો ઉપયોગ કેવો છે તમે એવું કહો કે મારી પાસે લાઇબ્રેરીમાં ૧ લાખ બુકસ છે પરંતુ તેનું ટર્નઓવર શું છે તો આ બધા પરીબળોને જોઇ નેકવાળા ગ્રેડીંગ આપતા હોય છે તો ગ્રેડીંગ પરથી પણ સામાન્ય માણસ નકકી કરી શકે છે કે આ સંસ્થામાં કયા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે.
પ્રશ્ન:- એક સમય એવો હતો કે બી.કોમ. બી.એ., બી.એસસી આ ત્રણ સિવાય કોઇ કોર્ષની તક નહોતી. હવે ઘણા બધા કોર્સ આવી ગયા છે બાળકો માટે સારુ પણ છે કે ઘણી તક પણ મળે છે અને બીજું ઇ કે કન્ફયુઝન પણ એટલું જ છે કે મારી કયાં જવું જોઇએ. શું કરવું જોઇએ. તો આના માટે શું કરવું જોઇએ ? અને મારવાડીમાં કેટલા કોર્સીસ છે ?
જવાબ:- આ વિઘાર્થીના રસના વિષય પર આધાર રાખે છે દરેક વિઘાર્થીની મુખ્ય પસંદગી અને ગૌણ પસંદગી હોય છે તેના પરથી એ લોકોએ કોઇ કોર્સમાં જવું જોઇએ. કોલેજ અને કોર્સ પસંદ કરતા પહેલા પાંચ પરીબોળો ઘ્યાનમાં લેવા જોઇએ.
પહેલું તો શિક્ષકો કેવા શિક્ષકો અહીં છે તેઓનું શિક્ષણ, તેઓના અનુભવ, તેઓનું ઇન્ડસ્ટ્રી બેગ્રાઉંડ બીજું ઇન્ફ્રાસ્ટ્રકચર અને શિક્ષણનું વાતાવરણ કઇ જાતની સગવડો આપવામાં આવે છે.
ત્રીજું છે ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાઇ જે ખુબ જ જરુરી છે. એટલે કે કેટલી ઇન્ડસીઝ સાથે તમે જોડાયેલા છે. કેટલી કંપની દર વર્ષે પ્લેસમેન્ટ માટે આવેછે.
એથી વસ્તુ છે કેટલી શિષ્યવૃતિ આપવામાં આવે છે કારણ કે આપણે આવકનું પ્રમાણ પણ ઘ્યાનમાં લેવું પડે એટલે શિષ્યવૃતિ આપવામાં આવે તેના ૧રમાં ધોરણના કે કોલેજના પરીણામ પરથી
કોર્સ કેવો છે તેના પર આધાર રાખે છે જેમ કે, કોઇ કોર્સમાં માત્ર પરીણામ (ટકા) જરુરી છે ત્યાં ઇન્ફાસ્ટકચર ગૌણ વસ્તુ છે. આ કોર્સમાં માત્ર સારા શિક્ષકો ની જરુરીયાત છે. આઇ.ટી. કોસીસમાં ઇન્ફ્રાસ્ટ્રકચર મેઇન છે. કારણ કે તેમાં કોમ્પ્યુટર અને બીજી સગવડોની જરુર પડે છે આ બધુ વિઘાર્થીઓ કોર્સમાં મહત્વ જોઇને નકકી કરે છે.
અને જો તમારા પ્રશ્ન પર આવીએ તો આર્ટસ, સાયન્સ વગેરે તો જો મુખ્ય રસનો વિષય આર્ટસ હોય તો તેઓ આર્ટસમાં પણ જઇ શકે છે કારણ કે આજકાલ તે પણ ઘણું મહતવ ધરાવે છે તેઓ બી.એ. ઇતિહાસ, બી.એ. સામાજીક વિજ્ઞાન વગેરેમાં જઇ શકે છે. ઘણા બધા કોસીંસ ઉપલબ્ધ છે. જેમ કે આર્ડીઆલોજીકલ અને સર ટુરીઝમ વિશે કરેલા હતા તો જે એ લોકોને શિક્ષણની સાથે ટુરીઝમ જોઇતું હોય તો તે વધારે આર્કીટેકચર માટે હોય છે. કારણ કે દરેક દેશમાં તથા દરેક દેશના રાજયોમાં અલગ અલગ આર્કીટેકચર જોવા મળે છે તેથી જો અલગ અલગ જાતના આર્કીટેકચર સમજવા કોઇ વ્યકિતને એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો એ જઇ શકે છે.
પ્રશ્ન:- સર જો મારવાડી ની વાત કરવામાં આવે તો મારવાડીમાં વધારે છે સરકાર પણ આજકાલ સ્ટાર્ટ અપ ઇન્ડિયાની વાત કરે છે અને જો નોકરીની વાત કરીએ તો નોકરી આજકાલ સુરક્ષીત રહી નથી તો ઉઘોગ સાહસીકોના વિકાસ માટે મારવાડી શું પ્રયાસો કરી રહી છે.
જવાબ:- જેમ કે કહું કે અમારી પાસે એક અલગ જ ઉઘોગ સાહસીકતાના વિકાસ માટેનો એક વિભાગ છે વિઘાર્થીના આવ્યા બાદ અમે વિઘાર્થીનું ઇન્ટરવ્યુ લઇએ છીએ ૬૦ ટકા જેટલા વિઘાર્થીઓ વ્યાપારીક બ્રેકગ્રાઉન્ડમાંથી આવે છે તેઓના મગજમાં તેમજ તેના વાલીઓ પણ તેને વ્યાપાર કરવાનો આગ્રહ કરે છે તો જો એ લોકોને હું પ્લેસમેન્ટ કે ટ્રેનીંગની વાત કરું તો તેઓને તેમાં રસ નહીં પડે કારણ કે તેઓના મગજમાં બીઝનેસ છે તો અમે તેઓને કહીએ છીએ કઇ રીતે વિચારો ઉત્પન્ન કરવા, વિચારોને વ્યાપારીક આયોજનમાં કંઇ રીતે ફેરવવા, વ્યાપારીક આયોજનમાંથી કઇ રીતે તેને સઘ્ધર પ્રોજેકટમાં ફેરવવું, પ્રોજેકટને કઇ રીતે પ્રેઝન્ટ કરવો, કઇ રીતે નાણાકીય જરુરીયાત પુરી થશે આ રીતે એક અલગથી પઘ્ધતિ થશે.