કર્મચારીઓના આઇપી એડ્રેસની સાથે ખાનગી માહિતી સહિત નેટવર્ક એન્જીનરના ખાનગી દસ્તાવેજો ચોરાયા
ગુજરાત ખનીજ વિકાસ નિગમ પર સાયબર એટેક કરવામાં આવ્યો હતો અને જીએમડીસીની સંપૂર્ણ વિગતો ચોરી લેવામાં આવી હોવાનો ઘટસ્પોટ થયો છે. બીજી તરફ આ સાઇબર એટેક પહેલી એપ્રિલના રોજ થયો હતો અને હે કરો અને મેડુશા એટેક તરીકે ઓળખવામાં આવ્યું છે. એટલું જ નહીં જીએમડીસીના જે સેન્સેટિવ ડેટા જોવામાં આવતા હતા તે તમામ ડેટાને હેક કરી લેવામાં આવ્યા છે. ત્યારે હેકર હોય પાંચ લાખ ડોલર ની ખંડણીની માંગ પણ કરી છે.
હેકર હોય ધમકી આપતા પણ જણાવ્યું હતું કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો જીએમડીસી ના તમામ ડેટા ડાર્ક વેબ ઉપર મૂકી દેવામાં આવશે. હાલ જે ડેટાની ચોરી કરવામાં આવી છે તેમાં જીએમડીસી માં કામ કરતા કર્મચારીઓના આઇપી એડ્રેસ સાથે તેમની ખાનગી માહિતી, એટલું જ નહીં નેટવર્ક એન્જિનિયર ના પણ પર્સનલ ડોક્યુમેન્ટ ચોરી લેવામાં આવ્યા છે. સાયબર એટેક થવાની સાથે જ જીએમડીસી ની ટીમ સત્ક બની છે અને અન્ય કોઈ ડેટાની ચોરી ન થાય તે માટેના પગલાઓ પણ લેવાના શરૂ કર્યા છે અને જીએમડીસી ના ડાયરેક્ટરે જણાવ્યું છે કે જે સાયબર એટેક થયો છે તેમાંથી કોઈપણ ક્રિટિકલ ડેટા હજુ સુધી ચોરાયા નથી.
સાયબર એટેક મેડુશા વર્ષ 2021 સ્થિત થઈ રહ્યો છે અને આના ઉપર ઘણા અંશે અંકુશ લાવવા માટે સાયબર એન્જિનિયરો મહેનત પણ કરી રહ્યા છે ત્યારે હાલ જે રીતે ખંડણી માંગવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ તમામ મહત્વપૂર્ણ ડેટા ને ડાર્ક વેબ ઉપર વેચાણ અર્થે મૂકી દેવામાં આવશે તો તે સ્થિતિને ધ્યાને હાલ સાયબર સુરક્ષા અને વધુ શુદ્રઢ બનાવવામાં આવી છે. હાલ જે રીતે ટેકનોલોજી અત્યંત અધ્યતન થઈ રહી છે તો સામે સાયબર હુમલા નું પ્રમાણ પણ દિન પ્રતિદિન વધી રહ્યું છે સરકાર દ્વારા સાયબર અવેરનેસને લઈ અનેકવિધ કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યા છે પરંતુ સાયબર માટે જે જાગૃતતા હોવી જોઈએ તે જોવા ન મળતા હાલ આ પ્રકારની વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
સાઈબર એટેકને પગલે કંપનીની કોર સિસ્ટમની કામગીરી પર અસર પડી છે. સાઈબર એટેક બાદ કંપનીના કમ્પ્યૂટર ઠપ્પ થઈ ગયા હતા. એટલુ જ નહિ, કંપની દ્વારા આદેશ કરાયો હતો કે, ઓનલાઈન ડેટા એનાલિસિસ અને કમ્પ્યૂટરનો ઉપયોગ થતો હોય તેવા તમામ મશીન બંધ રાખવામાં આવે. આ કારણે કંપનીની કામગીરી પર અસર પડી હતી. દિન પ્રતિદિન ઈન્ટરનેટનો વપરાશ વધતો જાય છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોઈએ એટલે એમાં આપણી પ્રાઇવેટ જાણકારી લીક અથવા ચોરી ન થાય તેની આપણે ખાસ નોંધ લેતા હોઈએ છીએ.
ડિજિટલ સાધનો જેમાં મોબાઇલ, કમ્પ્યુટર, સર્વર વગેરેને સુરક્ષિત રાખવા માટે સાઇબર સિક્યોરિટી ઘણું ઉપયોગી છે.સાઇબર સિક્યોરિટી એટલે તમે જે પણ ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરો છો તેને સુરક્ષિત રાખવાની એક રીત, જેમ કે મોબાઇલ, કમ્પ્યુટર, નેટવર્ક, સર્વર વગેરેમાંથી કોઈ પણ ડેટા લીક અથવા ચોરી ન થાય તો તેના બચાવ માટે સાઇબર સિક્યોરિટીનો ઉપયોગ થાય છે.