ચીટર ગેંગ ઓનલાઇન ખરીદી કરે તે પૂર્વે ગેટવે મારફતે ત્વરીત કાર્યવાહી કરી: બેન્કનો કોર્ડ ફોન પર કોઇને ન આપવા પોલીસની સલાહ

બેન્કમાંથી મેનેજર બોલતા હોવાનું જણાવી ફોન પર એટીએમનો ગુપ્ત કોર્ડ મેળવી ઓનલાઇન ખરીદી કરી છેતરપિંડી કરતી ભેજાબાજ ચીટર ગેંગ દ્વારા રાજકોટની કેટલીક વ્યક્તિ સાથે છેતરપિંડી કરે તે પહેલાં સાયબર સેલના સ્ટાફે ગેટવે મારફત ‚ા.૧.૧૩ લાખ બચાવ્યા છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતના માર્ગ દર્શન હેઠલ કાર્યરત સાયબલ સેલના પી.આઇ, એન.એન.ઝાલા, પી.એસ.આઇ. એ.આર.ગોહિલ, પી.કે.રાણપરીયા, કે.જે.રાણા, જયુભા ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા અને મનોજભાઇ ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા ઓનલાઇન ફ્રોડ, સોશ્યલ મીડીયામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસેપ ઇ મેઇલ હેકીંગ અને ખોવાયેલા મોબાઇલ શોધવા સહિતની કામગીરી સંભાળી રહ્યા છે.

રાજકોટમાં છેલ્લા ૩ દિવસ દરમિયાન દિલ્હી અને નોર્થ ઇસ્ટમાંથી હિન્દી ભાષી શખ્સો દ્વારા બેન્કના મેનેજર બોલતા હોવાનું અને તમા‚ એટીએમ કાર્ડ હેંક થવાનું હોવાનું જણાવી વાકચાર્તુયથી એટીએમનો ગુપ્ત કોર્ડ મેળવી થોડી જ મિનીટોમાં ઓનલાઇન ખરીદી કરી છેતરપિંડી કરવામાં આવી હોય છે.

દેશને કેશલેશ કરવા માટે ઓનલાઇન ટ્રાન્જેકશન થઇ રહ્યા છે. ત્યારે ભેજાબાજો દ્વારા ફેક કોલ કરી છેતરપિંડી કરવાના માર્ગ શોધી અનેકના બેન્ક ખાતામાંથી મોટી રકમ હડપ કરી લેતા બચાવવા સાયબર સેલના સ્ટાફે ગેટવેના માધ્યમથી ઓનલાઇન થતી છેતરપિંડી અટકાવવાનું શોધી લીધું છે.

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ભેજાબાજ ચીટર ગેંગ દ્વારા એટીએમનો ગુપ્ત કોર્ડ મેળવી ઓન લાઇન ખરીદી કરે તે પહેલાં ગેટવેના માધ્યમથી અટકાવી દીધી હતી અને ‚ા.૧.૧૩ લાખ બચાવી લીધા છે. ગેટવે માધ્યમથી ૧૨ કલાક જેટલો સમય મળે તો છેતરપિંડી થતી અટકાવી શકાય તેમ હોવાનું સાયબર સેલના પી.આઇ. એન.કે.ઝાલાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.