વિશ્ર્વના અનેક દેશોના લાખો કોમ્પ્યુટરો અને ટેલીફોન સિસ્ટમ હેડ કરી લોકોની અતંગત: સુરક્ષા અને પ્રાયમરી ઉપર સાયબર એટેડનો કબ્જો
સાયબર એટેક ગંભીર સમસ્યા: સખ્ત કાયદો ઘડવાનો સમય પાકી ગયો છે
વિશ્ર્વ ટેલીકોમ્યુનિકેશન દિવસની ઉજવણી ઇન્ટરનેશનઇ ટેલીકોમ્યુનીકેશન યુનિયને ૧૮૬૫ માં કરી હતી તેમનો મુખ્ય ઉદ્દેશ વિશ્ર્વભરમાં નવી ટેકનોલોજી, ઇન્ટરનેટ અને સામાજીક ઉપયોગીતા વધારી સમગ્ર વિશ્ર્વના વિકાસ દરમાં મહત્વનું યોગદાન આપવાનો છે.
દેશમાં મોબાઇલ અને ઇન્ટરનેટ ગ્રાહકોમાં ઝડપી વધારો થયો છે. મોબાઇલ ગ્રાહકોની સંખ્યા ગત વર્ષ ૧૦૬ કરોડ હતી તે આજે ૧૧૭ કરોડે પહોંચી છે અને ઇન્ટરનેટ ગ્રાહકો વધીને ૪૬ કરોડના આંકને વટાવી ગયા છે. ગત વર્ષે ટેલીડેન્સીટી ૮૩.૩૭ ટકા હતી તે આજે ૯૨.૫૯ ટકા થઇ છે. સૌથી વધુ ટેલીડેન્સીટ દિલ્હીની ૨૫૮.૧૨ ટકા અને સૌથી ઓછી બિહારની ૬૦.૦૮ ટકા થઇ છે જે ગત વર્ષે દિલ્હીની ૨૩૭ ટકા અને બિહારની ૫૪.૩૨ ટકા હતી.
શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મોબાઇલ અને ઇન્ટરનેટ ગ્રોથ ઝડપથી વધી રહ્યો છે. શહેરોમાં ૭૦ કરોડ અને ગ્રામ્ય વિસ્તારમાં ૫૦ કરોડ મોબાઇલ ગ્રાહકો થયા છે. દેશના ૧૩ર કરોડ લોકોમાં શહેરોમાં વસતા ૬૦ ટકા લોકો અને ગ્રામ્યમાં વસતા ૪૮ ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થઇ ગયા છે. વિશ્ર્વનો ઇન્ટરનેટ ગ્રોથ ૧૩.૫ ટકા રહ્યો છે. જયારે ભારત ૩૪.૮ ટકા ગ્રોથ સાથે પ્રથમ ક્રમે રહેલ છે. આજ રીતે બ્રોડબડ ગ્રાહકો પણ વધીને ૨૬.૧૭ કરોડ થયા છે. ગુજરાતમાં પણ ગત વર્ષે ટેલીડેન્સીટી ૧૦૦ ટકા હતી તે ૧૧૨.૬૮ ટકા એ પહોંચી છે. તેમજ મોબાઇલ ગ્રાહકો ૬.૨ કરોડથી વધીને ૭.૧૪ કરોડ થયા છે.
મોબાઇલ નંબર પોર્ટેબીલીટી નવે. ૧૦ થી શરુ ત્યારથી અત્યાર સુધીમાં ૨૬.૬૭ કરોડ લોકોએ તેમને મોબાઇલ નંબર બદલ્યા વગર એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર થયા છે.
વિશ્ર્વભરમા:સ્માર્ટફોન દર ૩ ટકા છે. ત્યારે ભારતમાં સ્માર્ટફોન ગ્રાહકો ૧૮ ટકા દરથી વધી રહ્યા છે જે વિશ્ર્વમાં ૧૯.૯૬ ટકા ના ઝડપભેર દરી ઉભરતા ટેલીકોમ માર્કેટ અને સ્માર્ટફોનના વેચાણમાં ભારત બીજા ક્રમે રહ્યું છે.
વિશ્ર્વએ સાઇબર ક્રાઇમની ગંભીર સમસ્યાના ઉકેલ માટે સખ્ત કાયદાઓ બનાવવા પડશે. આજે વિશ્ર્વભરના લોકો સાઇબર એટેકટ અને ક્રાઇમમાં ગંભીર રીતે સપડાય ગયેલ છે. દુનિયાના ૯૯ દેશોના હજારો કોમ્પ્યુટરો અને ટેલીકોમ સીસ્ટમોને હેડ કરી દેશના લોકોની સ્વતંત્રતા, સુરક્ષા અને પ્રાયવસી ઉપર કબજો કરેલ છે. ટેકનોલોજીમાં રહેલ ખામીઓ તુરત દુર કરીઅને આવા ક્રાઇમ માટે સખ્ત કાયદો બનાવવાનો સમય આવી ગયો છે.
દેશના ટેલીકોમ ક્ષેત્રે ૪ જી ની શરુઆત ધમાકેદાર રહી જેનાથી ગ્રાહકોને મફતમાં કોલ અને એક ‚પિયા ૧ જીબી ડેટા વાપરવાનો લાભ મળ્યો. ટેલીકોમ સેવાઓ આપની કંપનીઓમાં એક નવો હરીફાઇનો દોર શરુ થયો જે સરકારના ડીઝીટલ ઇન્ડીયા પ્રોજેકટને સફળ બનાવવા મદદરુપ બનશે.
પ જી ટેકનોલોજી શું છે ?
આ નવી વાયરલેસ ટેકનોલોજી ડેવલોપ થઇ રહી છે. જેમાં હાઇસ્પીડ ૩૫.૪૬ જીબીપીએસ (ગીગા બાઇટ પર સેક્ધડ) ની સ્પીડ મળશે. જેનાથી એચ.ડી. ફિલ્મએક સેક્ધડમાં ડાઉનલોડ કરી શકાશે. ટ્રાફીક દરમ્યાન સ્પીડમાં કોઇ ફેરફાર થશે નહીં. શહેરી વિસ્તારમાં તેમને સ્પીડ ૧૦૦ જીબીપીએસ સુધી અને સામાન્ય ૧ જીબીપીએસ સ્પીડ મેળવી શકાશે. સ્પેકટમમાં ચાલુ ફીકવન્સી બેન્ડનો ઉપયોગ થશે. તેથી કંપનીઓના નવા સ્પેકટ્રમ લેવાની જરુર નહી રહે. હાલમાં બીએસએનએલ એ નોકીયા કાું. સાથે પ જી માટે કરાર કરેલ છે.
બીએસએનએલ છેલ્લા બે વર્ષથી તેમને સેવાઓમાં સુધારા અને કોલ દરોમાં ઘટાડાઓ કરી ગ્રાહકો સુધી ઉત્તમ સેવાઓ આપવાના પ્રયત્નો કરી રહેલ છે. બહેતર સેવા કી નઇ લગન બીએસએનએલના નવા સુત્રને સાર્થક કરવા દરેક કર્મચારીઓ ગ્રાહકોને વધુ સારી સેવા આપવા કટ્ટીબઘ્ધ થયા છે.