સાયબર હુમલાને કારણે એરલાઇનની સિસ્ટમ પ્રભાવિત: હાલ સ્થિતિ કાબુમાં

ભારતન ઈકોનોમીકલ એરલાઈન્સમાં ટોચનું સ્થાન ધરાવતી સ્પાઈસજેટ પર મંગળવારે મોડી રાત્રે મોટો સાયબર હુમલો થયો હતો. આ અંગે કંપનીએ સતાવાર જાહેરાત પણ કરી છે.

મંગળવારે રાત્રે એરલાઇન કંપની સ્પાઇસજેટ પર સાયબર એટેક થયો હતો. આ સાયબર હુમલાને કારણે એરલાઇનની સિસ્ટમ પ્રભાવિત થઈ હતી, જેના કારણે તેની કામગીરી ધીમી પડી હતી. બુધવારે સવારે પણ સ્પાઈસ જેટની કેટલીક ફ્લાઈટને અસર થઈ હતી. એરલાઈન્સે પોતે જ એક ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. જોકે એરલાઈન્સના જણાવ્યા અનુસાર હવે સ્થિતિ કાબૂમાં છે.

મુસાફરોને પડી રહેલ અગવડ અંગે સ્પાઈસક જેટે ખુલાસો આપતા એક ટ્વિટ કર્યું હતુ. સ્પાઈસજેટે સોશિયલ મીડિયા પર સ્વીકાર્યું કે અમારી કેટલીક સિસ્ટમો પર ગઈકાલે રાત્રે રેન્સમવેર હુમલો થયો હતો. આજ સવારની ફ્લાઈટ પર પણ તેની અસર જોવા મળી હતી. અમારી આઈટી ટીમ દ્વારા આ સ્થિતિને નિયંત્રણમાં લેવાઈ છે અને તેને સુધારી લેવામાં આવી છે. એરલાઇનની ફ્લાઇટ્સ હવે સામાન્ય રીતે ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.