CWG 2018માં શુક્રવારે સવારે ભારતના ખાતે વધુ મેડલ્સ ઉમેરાયા છે. 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સમાં તેજસ્વિની સાવંતે ગોલ્ડ મેડલ અને અંજુમ મૌદગિલે સિલ્વર મેડલ જીતી લીધો છે. સ્કોટલેન્ડની સિયોનેડ મેકિન્ટોશને બ્રોન્ઝ મેડલ મળ્યો. આ સાથે જ ભારતીય શૂટર અનિશ ભાનવાલાએ મેન્સ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં ભારત માટે ગોલ્ડ જીત્યો છે. તેની સાથે જ આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના 34 મેડલ્સ થઇ ગયા, જેમાં 16 ગોલ્ડ મેડલ છે. ભારત રેન્ક લિસ્ટમાં ત્રીજા નંબરે છે.

Shooting CWGapr13તેજસ્વિનીએ બનાવ્યો કોમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ

– તેજસ્વિનીએ ફાઇનલમાં નીલિંગ (152.4), પ્રોન (310.1) અને સ્ટેન્ડિંગ (એલિમિનેશન) મળીને કુલ 457.9 અંક હાંસલ કરીને ગોલ્ડ મેડલ પોતાને નામ કરી લીધો. આ આંકડો (457.9) કોમનવેલ્થ ગેમ્સમાં એક રેકોર્ડ પણ છે.

– અંજુમ મૌદગિલે નીલિંગ (151.9), પ્રોન (308) અને સ્ટેન્ડિંગ (એલિમિનેશન) મળીને 455.7 અંક મેળવ્યા હતા. તેમણે સિલ્વર મેડલ જીત્યો છે.

– સિયોનેડ મેકિન્ટોશે નીલિંગ (150.2), પ્રોન (304.7) અને સ્ટેન્ડિંગ (એલિમિનેશન) મળીને 444.6 અંક હાંલસલ કર્યા અને તેમણે દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.