કોમનવેલ્થ ગેમ્સમાં રેસલિંગ ઈવેન્ટમાં ભારતને અત્યારસુધીમાં 4 મેડલ મળ્યાં છે. રેસલર સુશીલ કુમારે 74 કિલો ફ્રીસ્ટાઈલમાં ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો છે. તો રેસલર બબીતાકુમારી ફોગાટને સિલ્વર જ્યારે રાહુલ અવારેએ ગોલ્ડ જીત્યો છે. આ ઉપરાંત કિરણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. ભારત આ કોમનવેલ્થ ગેમ્સમાં અત્યારસુધીમાં 28 મેડલ જેમાં (13 ગોલ્ડ, 6 સિલ્વર અને 9 બ્રોન્ઝ) જીતી ચુક્યું છે. મેડલ ટેલીમાં ભારત ત્રીજા સ્થાને છે.
બબિતા કુમારી ફોગાટે ગુરુવારે 53 કિલોની કેટેગરીમાં ત્રણ મુકાબલા કર્યા હતા. તેને ત્રણેય મેચમાં જીત મળી છે.
બબિતાએ પહેલો મુકાબલો નાઈજીરિયાની બોસ સેમ્યુએલને હરાવી હતી. બબિતાએ તેના વિપક્ષીને ઓછા મોકા આપ્યા હતા અને ત્રણ રાઉન્ડમાં માત્ર એક જ અંક આપ્યો હતો. બોસ પણ સારુ રમતી હતી અને ડિફેન્સ પણ સારુ કરતી હતી, પરંતુ બબિતાએ ગમે તે રીકે ત્રણ અંક લઈને આ મુકાબલો 3-1થી જીતી લીધો હતો.
બબીતાએ રાઉન્ડ રોબીનમાં બીજા મુકાબલામાં શ્રીલંકાની દીપિકા દિલહાનીને 4-0થી હરાવી હતી. બબિતાએ દીપિકાને એક વારમાં જ હરાવીને જીત મેળવી લીધી હતી. ત્રીજા મુકાબલામાં બબિતાએ ઓસ્ટ્રેલિયાની કારિસા હોલેન્ડને હરાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com